________________
૧૮૮
ઉપદેશામૃત અને કેવળજ્ઞાન પામે. અનંતા કાળથી ઓઘા-મોમતી (મુહપત્તી), જપતપ વગેરે સાઘન કર્યા તો તેનાં ફળ મળ્યાં–નિન્દા નથી કરવી. આ કોઈ અપૂર્વ વાત છે. વાત છે કાલાઘેલાની, પણ કાઢી નાખવાની નથી. કોઈ કહે કે મહારાજ તો ઉપદેશ દે, એમનું કામ છે. આમ સામાન્ય કરી નાખે છે તે ન કરશો. આ તો હરખથી કહેવાય છે. તેમાંથી જેમ બને તેમ કરવા યોગ્ય છે, લૂંટંલૂંટ લેવા જેવું છે. આ મોટી આંટી છે. આડે આવે છે તો કોરે કરવું પડે. જેવી તેવી વાત નથી; મહા લાભકારી છે. એમ સમજો કે મારાં ઘન્ય ભાગ્ય કે આ વાત કાનમાં પડે છે. ખરેખરો સાંભળવાનો અવસર આવ્યો છે; બીજા બઘા અવતાર થયા છે, પણ આત્મા નથી મરી ગયો. બીજાં બધાં સાઘન બંધનકર્તા છે.
સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય;
સંત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ?" સત્સાઘન ! આ તે કંઈ વાત ! કરવા લાયક તો ખરું. ફરીને આવો અવસર લાખો રૂપિયા આપતાં પણ ન મળે. જ્ઞાની પુરુષે દયા કરી છે. ઘન, પૈસા-ટકા, છોકરાં-છૈયાંની ઇચ્છા કરે ને રાખે છે, તો પછી આની નહીં ? આની ઇચ્છા રાખી હોય તો કામ આવે. કાન ઘર, ધ્યાન રાખ. સત્સંગ અપૂર્વ છે ! ફિકર કરવાની, ચિંતા કરવાની આ છે. અરેરે ! મહા દુ:ખ છે. ભગવાને કહી દીધું : “સમયે નીયમ મા પHIJ' એક સમયનો પણ હે ગૌતમ ! પ્રમાદ કરીશ નહીં. પળ જે ગઈ તે પાછી નહીં આવે. માટે અલેખામાં જાય છે. કરવાનું તે તો રહી ગયું. આ કાળ પંચમ, સૌથી આકરામાં આકરો આવ્યો છે. તે વાત મોટા પુરુષોએ કહી દેખાડી.
સમાધિ શાથી હોય ? હવે કંઈ છે ? ૧. મુમુક્ષુ–સપુરુષનાં દર્શન અને જોગ એ બે જોઈએ.
પ્રભુશ્રી–ગફલતમાં જાય છે. ચિંતામણિ જેવો આ મનુષ્યભવ તેને આમ સામાન્ય કરી નાખ્યો. ખબર નથી. હીરો બાળકના હાથમાં આવ્યો પણ તેને ખબર નથી, તેમ જગતમાં
ઓળખાણ નથી. બીજું બધું માયાનું જોવા દોડે છે. ધૂળ પડી તેમાં ! પણ જે જોવાનું છે તે રહી ગયું છે ! આત્મા જેવી કોઈ વસ્તુ નથી. તેની હવે ક્યાં સંભાળ લેશે ? બફમમાં ગયું. ઘરેણાંગાંઠો, લૂગડાંલત્તાં, વગેરે મારાં મારાં કરે, પણ આત્મા નહીં !
હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?
કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?” જે કરવાનું છે, જેની વાત સાંભળવાની છે તે રહી જાય છે. બીજી વાતો કાન ઘરી સાંભળશે અને આ નહીં ! આ તો હું જાણું છું, મને ખબર છે. પણ નહીં, ખબર નથી. થપ્પડ વાગી નથી. કંઈ ન આવડે તોપણ “આત્મા છે', “જ્ઞાની કહે છે તે મને માન્ય છે. તેમાં કંઈ પૈસાટકા આપવાના નથી; પણ એક વિચાર કરવાનો છે. “કર વિચાર તો પામ.” આ પ્રત્યક્ષ પુરુષનાં વચન છે. તે સાંભળવામાં લાભ હોય. એ આત્મા તો જ્ઞાનીએ જોયો છે. તે આ ચર્મચક્ષુથી નહીં જોવાય, દિવ્યચક્ષુથી જોવાશે; તે જ્ઞાન છે. જ્ઞાન ચક્ષુ છે. આ બધા કોણ છે ? કોણ સાંભળે છે ? આત્મા. જે વાત કરવા જેવી છે તે પડી રહી છે અને પરવસ્તુ જુએ છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org