________________
ઉપદેશસંગ્રહ-૧
૧૮૭ ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે તે પરિચયરૂપ પોતાને માને છે. જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્યકુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્યરૂપે પોતાને દૃઢ માને છે અને આર્યત્વને વિષે મતિ કરતો નથી.
માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દૃઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે.
પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ઘરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ, કારણ એના જેવું કોઈ હિતસ્વી સાઘન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી.
પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ
સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે, કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પરુષ છે.
મોક્ષે ગયા છે એવા (અહંતાદિક) પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવાનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયે અને જોગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે.”
આત્મા કરવા જ આવ્યો છે; પણ કર્મ, કર્મ ને કર્મ કરે છે તે બંઘન છે. કૃપાળુદેવનાં વચન–વીસ દોહા અપૂર્વ છે! પણ જીવે સામાન્ય કરી નાખ્યા. અલૌકિક દ્રષ્ટિથી વિચાર નથી કર્યો. આવું ચિંતામણિ રત્ન તે કાંકરાની માફક જાણ્યું. આ વચન ! કૃપાળુદેવની કૃપાથી મળેલા વીસ દોહા આત્મભાવથી બોલવાના છે. અને ઉપયોગમાં રહે તો કર્મની કોડ ખપે છે.
“પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય;
દીઠા નહિ નિજ દોષ તો, તરિયે કોણ ઉપાય ?” આ સવાલ નીકળ્યો. તેમાં ઉપયોગ આવી જાય તો કોટિ કર્મ ખપી જાય. આ ભાવના, ઇચ્છા કરે તો બીજી માઠી ગતિનો નાશ થઈ દેવની ગતિ થાય. આવું છે; તે સામાન્યમાં અને લૌકિકમાં કાઢી નાખ્યું. આ સંભળાતું હશે ?
૧. મુમુક્ષુન્હા, સંભળાય છે. પ્રભુશ્રી–બઘાને સંભળાય છે ? ૧. મુમુક્ષુબઘાને ક્યાંથી સંભળાય ? જેને સંભળાય તેને સંભળાય.
પ્રભુશ્રી–કહેવાનું કારણ, શ્રવણ થવું જોઈએ. મોટાની વાત કહેવાની થઈ. વસ્તુ આવી છે અને કામ આ કરે છે. સાંભળો છો ? અહીં આવીને તો પુણ્યનાં દળિયાં બંઘાય. વીતરાગ માર્ગમાં અને તેની વાણીમાં તો જરા રજ ન સમાય તેવું છે. તેની વાણીનું પારખું હોય છે જેવી રીતે બીજી કોઈ વસ્તુનું પારખું હોય છે તેમ. હવે આ મનુષ્યભવ હાથમાંથી જતો રહે તો પછી પત્તો ન લાગે. માટે જોગ અપૂર્વ છે. આ કાનમાં પડે છે તો લાભ થાય છે. માટે શું વિશેષ કહેવું ? ટૂંકામાં કહેવાનું કે “ભાવ” છે અને પરિણામ છે. પોતાના ભાવથી જ સમકિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org