________________
૧૮૬
ઉપદેશામૃત ૩. મુમુક્ષુ—ભ્રમ છે તે પર્યાયવૃષ્ટિ છે અને આત્મા છે તે દ્રવ્યદ્રષ્ટિ છે. આત્માના ઉપયોગ માટે દ્રવ્યદ્રષ્ટિ ઉપયોગી છે. બીજે ન જોતાં આત્મા તરફ દૃષ્ટિ કરાવી તે દ્રવ્યવૃષ્ટિ થઈ અને તે કરાવી.
પ્રભુશ્રી–જ્ઞાનીએ જોયો છે. યોગ્યતાની ખામી છે, ત્યાં દ્રષ્ટિની ભૂલ છે, તે ફરી નથી. બીજાની નહીં પણ જ્ઞાનીની “દૃષ્ટિ'. બીજાની નહીં કહેવાય. હવે શું કરવું ? કંઈ ઉપાય ? બહુ વાત કરી–કોઈની ઉત્થાપી નથી, મરજાદ રાખીને વાત કરી.
૪. મુમુક્ષુ–કૃપાનાથે આપને હથેળીમાં “બ્રહ્મ' લખીને બતાવ્યું છે. પ્રભુશ્રી–કોણ ના પાડે છે ? પણ એનું એની પાસે. આપણે તો સમજવું ને ? હવે કરવું શું? ૨. મુમુક્ષુ–જ્ઞાનીનો પલ્લો પકડવો.
પ્રભુશ્રીએ ના કોણ પાડે છે ? પણ હવે અત્યારે આપણા હાથમાં શું છે ? બીજાં બધાં પુદ્ગલ અને કર્મસંજોગ, હવે શું ?
પ.મુમુક્ષુ–સપુરુષાર્થ અને સદ્ભાવ કરવાના બાકી છે.
પ્રભુશ્રી–બધું કર્યું છે. પણ હવે છેલ્લું કહી દઉં છું : ભાવ અને શ્રદ્ધા. “સદ્ધી પરમ કુછ.” એણે કહી તે શ્રદ્ધા કરી તો પછી તાળી ! અત્યારે આત્મભાવ અને શ્રદ્ધા આ બે વાત હાથમાં છે. ચેતો ! ચેતો ! મારો તો ભાવ; તે માનું, હવે બીજું ન માનું. વાત છે માન્યાની.” આ વાત આવી. ભાવ અને શ્રદ્ધા કરવી પડશે. માટે ચેતી જાઓ.
[દેવવંદન કરવા આવતી વખતે તથા જતી વખતે આત્મા છે. તે જ્ઞાનીએ જાણ્યો છે. નાના મોટા, બાઈ ભાઈ, બઘાઓને આ દેવવંદન કરવા જેવું છે. આ દેવવંદન તો પ્રતિક્રમણ જેવું છે. જીવને ખબર નથી. આવું ક્યાંથી મળે ?
તા. ૨૧-૧૧-૩૫, સવારના પત્રાંક ૨૪૯ નું વાંચન :
ૐ નમઃ “કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતો નથી. સદ્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે. સદ્ધર્મનો જોગ સત્પરુષ વિના હોય નહીં, કારણ કે અસત્માં સત્ હોતું નથી.
ઘણું કરીને સયુરુષનાં દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે, ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુપુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય? અને અમુક કાળ વ્યતીત થયાં છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષતા પણ કેમ રહે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org