________________
ઉપદેશસંગ્રહ-૧
૧૮૫ તેને કોઈ ટુંકારો કરે, કડવું કહે, ગાળ ભાંડે તો જાણે કે મારાં કર્મ ખપ્યાંબીજાને “મને ગાળ ભાંડી' “મને કહ્યું “મને” “મને થાય ત્યાં બંઘાય. માટે મહેમાન છો, બે ઘડી દહાડો છે, માટે ચેતી લ્યો અને સોને ખમાવો..
અઘમામ અધિકો પતિત, સકલ જગતમાં હુંય;
એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શુંય ?' આ ગાથા રામનું બાણ છે, જેમ-તેમ નથી. અઘમઘમ એટલે પોતે દોષવાળો થયો અને બીજાને માથાના મુગટ બનાવ્યા. બીજું બધું દુઃખ સુખ, ઘરડો જુવાન, નાનો મોટો, બાઈભાઈ–તેને આત્મા નહીં ગણું. સંસારમાં દુઃખ, દુઃખ અને દુઃખ છે–પાર આવે તેવું નથી, અપાર દુઃખથી ભરેલો છે. અહીં આવ્યો તોપણ દુઃખ, હરતાં-ફરતાં પણ દુઃખ ! આટલું કહું છું તે પરમાર્થે, કંઈ સ્વાર્થ નથી; તેમ સંભળાવવા પણ નહીં –કરજો મૈત્રીભાવ, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થભાવ. આ લક્ષ રાખે તો બેડો પાર. આ જેવાતેવાનાં વચન નથી. એક કૃપાળુદેવ હાજરાહજૂર બેઠા છે. આ ગયા, તે ગયા, ફલાણાભાઈ મરી ગયા એમ બોલે છે. પણ ઓળખાણ નથી. “સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો.” શું એને ભૂલી જઈશ ? ના, ના. એને (એ કડીને) સંભારવા જેવી છે; ચિંતામણિ છે. તૈયાર થઈ જાઓ, આ કહેવું છે. માટે છૂટકો નથી. મળી મળીને સૌ સૌને રસ્તે પડે છે. પછી થઈ રહ્યું.
સમ્યગ્દષ્ટિ જીવ જે કરે તે સવળું. આ શું હશે ? જેમ કરે તેમ સવળું, એ વાત વિચારવા જેવી છે. એ સવળું કેમ? કોઈ કહેશો ?
૧. મુમુક્ષુ–જેની જેવી દ્રષ્ટિ. જેવાં ચશ્માં પહેરે તેવું દેખાય. લીલાં ચશ્માં પહેરે તો લીલું દેખાય. તેમ સમ્યગ્દષ્ટિ પુરુષોએ સમ્યગ્દર્શનરૂપી ચશ્માં પહેર્યા છે તેથી સવળું દેખાય છે.
૨. મુમુક્ષુ-સમ્યવ્રુષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વથી ભિન્ન એવું પોતાનું સ્વરૂપ જોયું; સમ્યકદ્રષ્ટિએ સમ એવો આત્મા દીઠો -સમ્મદ્દિકી ન કરે પાર્વ' એમને પ્રિય-અપ્રિય કંઈ રહ્યું નહીં.
પ્રભુશ્રી–જે જાણ્યું તે નવિ જાણું, જે નવિ જાણ્યું તે જાણું.” માટે સવળું થયું. સમ્યગ્દષ્ટિને પર્યાયવૃષ્ટિ નથી. “પર્યાયવૃષ્ટિ ન દીજીએ.” તે મૂકવાની છે. ૧. મુમુક્ષુ- “હોત આસવા પરિસવા, નહિ ઇનમેં સંદેહ,
માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ.” પ્રભુશ્રી–આ વચનોએ તો ભેદ પાડી આપ્યો છે. આ તો અમૃત–સાકર, ગોળ જેમ ગળ્યાં હોય તેવું મીઠું ! દૃષ્ટિની ભૂલ એ વાત બરાબર છે, પણ હવે શું છે ? કેમ છે ? શું કરવાનું છે? અને શું રહ્યું છે ? મેં કૃપાળુદેવને કહ્યું કે હું તો બધે “ભ્રમ' જોઉં છું. તો કહે, “બ્રહ્મઆત્મા જુઓ. આમાં મર્મ ગયો છે. “આત્મા જુઓ તે વચનનો બોઘ થયો, તો તે કેમ ? બોલો, જેને કહેવું હોય તે કહો.
૨. મુમુક્ષુ–જગત જે બ્રહ્મસ્વરૂપ છે તેને જોનારો આત્મા છે; માટે પહેલાં તેને જુઓને ! આ બધું જાણનાર, જોનાર આત્મા છે, તો તેને જુઓ. પોતાને ખબર ન હોય તો જ્ઞાનીની શ્રદ્ધાએ જોઉં છું, જાણું છું, એવી ભાવના કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org