________________
૧૮૪
ઉપદેશામૃત કરી નાખ. બધું નાશવંત છે. આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. માટે આત્મા બાબતની કાળજી નથી તે રાખો. આ પરમાર્થે સવાલ નીકળ્યો છે. કોઈ પણ પરમાર્થે તન્મય થાઓ. બધું પડી રહેશે, કંઈ હારે નહીં આવે. એક આત્મા છે. મનુષ્યભવ સારો કહેવાણો, તેમાં ય દુઃખ ઘણાં : વ્યાધિ, દુઃખ-સુખ, મોં-માથું, હાથપગ દુખે. બઘો દગો ! તે આત્મા નહીં, તેને માની બેઠા આત્મા કે “હું છું', “મને સારો કીઘો, નબળો કીધો,” પણ આ નહીં. આવો દહાડો ફરી નહીં આવે. લીથો તે લહાવો. અહીં બેઠા સાંભળવા તો પુણ્યના ઢગલા બંઘાય. બાકી બધે રાગદ્વેષજગત આખામાં ઘમાધમ ને કડાકૂટ છે, તેની ફિકર કરે છે, અને તે તો જવાનું છે. જ્ઞાની પુરુષે કહ્યું છે કે એ બધું મૂક્યા વગર છૂટકો નથી. માટે તે બાબત સત્સંગમાં બોઘ સાંભળીને માહિત થવું. એને જ સંભારવો અને એની જ ખબર લેવી. માટે ખરું લેવાનું શું છે ? આત્મા; તેની ખબર લો. માટે ચેતી જાઓ. એક આત્મા, બાકી બધો દગો છે. કોઈ કોઈનું છે નહીં. એકલો આવ્યો, એકલો જશે. “પપ્પા વત્તા વિવત્તા , લુહાગ ૨ સુહા ' સુખ દુઃખનો કર્તા પોતે એકલો. માટે તેની ખબર લેવા ઝૂકી જવું, શૂરા થઈ જવું. બીજી જગતની માયાના રંગ જોવા દોડશે; પણ જે છે–આત્મા તેને પડ્યો મેલ્યો. માટે કોઈ એક સપુરુષ શોઘો, તેને ઓળખો. કોઈ ઠેકાણે પ્રીતિ કરવા જેવું નથી. સૌને ખમાવીએ છીએ.
કેટલું પોકારીને કહી દીધું ! પણ ચોપડામાં, મોઢે કરીને બેઠા, પણ ત્યાંનું ત્યાં. જગતમાં કહેવાય છે કે પાનું ફરે ને સોનું ઝરે તે સ્વાર્થ છે. માયામાં પ્રીતિ છે, પણ એક જે ભગવાને કહ્યું છે તેમાં પ્રીતિ નહીં. હવે એક થોટ મારીને કહું છું :
શુદ્ધ બુદ્ધ ચેતન્યઘન, સ્વયજ્યોતિ, સુખધામ;
બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ.” કર વિચાર તો પામ; માટે વિચાર તો મોટી વસ્તુ છે. પણ તે કયા વિચાર ? બીજા ઘણા વિચાર છે તે નહીં. એક આત્મવિચાર.
આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુઆણા સમ પથ્ય નહિ, ઔષઘ વિચાર ધ્યાન.” ઔષઘ વિચાર ને ધ્યાન, આ બે છે. આ ઉઘાડું કીધું. હવે શું કહેવું? બીજે ક્યાંય કોઈ જગ્યાએ કોઈની પાસે આ વાત સાંભળશો ? ક્યાંય નહીં મળે. જાવ તો ખરા, બઘી માયા. આ જગ્યા કેવી છે ? કાનમાં પડ્યું તો પુણ્યના ઢગલા બંધાય છે. બીજે ક્યાંય શોધ, લેવા તો જા; નહીં મળે. માયા મળશે, પણ આ નહીં મળે. અવસ્થા આવી છે. વ્યાધિ બઘી હાજર થાય તે ના કેમ કહેવાય ? આવો, તેથી વધારે આવો. “છૂટે છે, જાય છે...આવું નથી કર્યું.
“વીંગ ઘણી માથે કિયા રે, કુણ ગંજે નર એટ;
વિમલ જિન, દીઠાં લોયણ આજ.” એક ઘણી કીઘો હોય તો પછી વ્યાથિ દુઃખ પીડા હોય પણ તેને શું થાય છે ? સમજ ફરી છે. આવો, આવો ને બસ આવો–દેવું છૂટે છે. બીજાને એ બધું “મને થાય છે,' “મને દુઃખ થાય છે', “મને વ્યાધિ થાય છે', “મને પીડા થઈ' – મારું-મારું' કરે ! સમજ ફરી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org