________________
ઉપદેશસંગ્રહ-૧
૧૮૩ ટૂંકામાં કહ્યું. ઘીંગ ઘણી તો માથે છે. પણ છે તેનો ભુલાવો છે. જ્ઞાની ન હોય, ગુરુ ન હોય તેને ગુરુ કહે ! હવે જવા દે ને બધું ન ખબર પડે તો મધ્યસ્થ રહે. યથાતથ્ય જ્ઞાની હોય તે જ્ઞાની.
'इक्कोवि नमुक्कारो जिणवरवसहस्स वद्धमाणस्स ।
संसारसागराओ तारेइ नरं व नारी वा ।। –આટલું કરવાનું છે. એકલો આવ્યો ને એકલો જશે. મારું કોઈ નથી. એક ઘર્મ નથી કર્યો. સપુરુષની વાણી દીવો છે.
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે;
એ દિવ્યશક્તિમાન જેથી જંજીરેથી નીકળે.”(શ્રીમદ્ રાજચંદ્ર) ડાહ્યો ન થઈશ. સૌથી મોટો સમભાવ છે. આ મોક્ષનો રસ્તો છે. “એકે જીયે જીયે પંચ; પંચે જીયે જીયે દસ.” વાત ઘણી કરવી છે. અવસ્થા થઈ છે. ઘરડું પાન ખરી પડેલ, બગડી ગયેલું છે. જોગ નથી. બીજા બઘા પર્યાય નાશવંત છે, મૂકીને જવાનું છે.
તા. ૨૦-૧૧-૩૫, સાંજના પત્રાંક ૭૫૩ નું વાંચન :
જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષો છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પોતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાથિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે; અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે, અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે.
પ્રભુશ્રી–પરમાર્થમાં તન્મય થવાય તો ?
આમાં કોઈએ નથી કર્યું એમ નથી. બધા આત્મા છે. આ સંસારની માયામાં, હાયવોય ને કડાકૂટમાં વૃત્તિ તન્મય કરે છે. પણ આ જે આત્મા છે તેની વાત વીસરી ગયા છે. આત્મા છે તેની તો ફિકર નહીં.
હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?
કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?” આત્મા વિષેની વાત કોઈને સાંભરતી નથી. પણ મનુષ્યભવ પામ્યા છો. ભલે ! બાઈભાઈ હો; પણ આત્મા બાઈ-ભાઈ, નાનો-મોટો, સુખી-દુઃખી, ઘરડો-જુવાન નથી. ભેસાડિયો
૧. જિનવરવૃષભ એવા શ્રી વર્ધમાન સ્વામીને કરેલો એક પણ નમસ્કાર સંસારસમુદ્રથી તારે છે–ભલે તે નર હોય કે નારી હોય.
૨. એક મન જિતાય તો પાંચે ઇન્દ્રિયો જિતાય, અને પાંચ ઇન્દ્રિયનો જય થાય ત્યાં મન, પાંચ ઇન્દ્રિયો અને ક્રોધાદિ ચાર કષાય મળી દશેય જિતાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org