________________
૧૮૨
ઉપદેશામૃત
છે. તે સફળ થવાને અર્થે નિવૃત્તિ ક્ષેત્રમાં તેવો જોગ પ્રાપ્ત થવો એ કોઈ મોટા પુણ્યનો જોગ છે, અને તેવો પુણ્યજોગ ઘણા પ્રકારના અંતરાયવાળો પ્રાયે આ જગતને વિષે દેખાય છે. માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભારી જેમાં આ સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાંચો, વિચારો. આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે.”
૧. મુમુક્ષુ આત્મા આત્માપણે વર્તે તે લક્ષ શી રીતે થાય ?
૨. મુમુક્ષુ—સત્પુરુષ મળ્યા નથી, તેની આજ્ઞા મળી નથી. સત્પુરુષની શ્રદ્ધા અને નિશ્ચય કર્યો હોય તો તે લક્ષમાં હોય તેથી સાધન સવળાં થાય છે. “નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાં સોય.’’ ‘‘વીતરાગનો કહેલો પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે...હે જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.’' તે જ્ઞાનીપુરુષની પાસે સાંભળીને દૃઢ થવું જોઈએ.
પ્રભુશ્રી—આ જડને કંઈ કહેવું નથી. ચૈતન્યને કંઈ જોઈએ કે નહીં ? બોધ, બોધ. જેમ લૂગડું મેલું હોય તો સાબુ લગાડી પાણીથી ઊજળું કરે છે. માટે ફર્યું કે નહીં ? અનંત કાળથી અજ્ઞાન છે. તે જ્ઞાન મળવાથી નાશ થાય. ગુરુગમ નથી, બફમમાં જાય છે. અંતરંગથી કર્યું હોય તો તે કામનું છે. માટે આવો અવસર પામીને કર્તવ્ય છે. સાચા પુરુષ, સદ્ગુરુ મળે તો લેખાનું. તે ધ્યાનમાં નથી. એક વચન હોય તો પણ આ ભવમાં અને પરભવમાં સુખી થાય. વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ''નો પાઠ બોલો.
૩. મુમુક્ષુ—‹વીતરાગનો કહેલો ૫૨મ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી; તોપણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ ! આ ક્લેશરૂપ સંસારથકી વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ’
પ્રભુશ્રી જીવને વિદ્મ ઘણાં. પ્રમાદ અને આળસે ભૂંડું કીધું. રોજ બોલે તો પર્યાય સારા થાય; પુદ્ગલ સારાં બંધાય, હિત થાય. લક્ષ કોને છે ? સામાન્યમાં જાય છે. મને લક્ષમાં છે, મોઢે છે, એમ સામાન્ય કરી નાખ્યું. આ તો જ્ઞાનીપુરુષનું કહેલું, તેથી હિત થાય.
જન્મ, જરા અને મરણે કોઈને છોડ્યા નથી; ત્યાં આત્મસુખ નથી. તેથી જન્માદિથી છૂટવું છે. કૂંચી વગર નહીં છુટાય. કૂંચી જોઈએ. તે હોય તો આત્મસુખ મળી આવે. માટે ગુરુગમ જોઈએ. આત્માનું રૂડું થાય તો સાચા ગુરુથી. તેની ઓળખાણ નથી થઈ. ઠેર ઠેર ગુરુ હોય છે અને કરે છે તે નહીં. કરે તેનું ફળ મળે; પણ મોક્ષ ન થાય. જન્મ-મરણથી છૂટીને, મોક્ષ આ જીવ નથી પામ્યો, અને સમકિત પણ તે નથી પામ્યો. બાપ એક જ હોય. હવે સમ વસ્તુ મોટી છે. બધે સાક્ષાત્ મારો આત્મા છે એમ જોવું. પર્યાયસૃષ્ટિમાં આખું જગત છે અને તેથી બંધન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org