________________
ઉપદેશસંગ્રહ-૧
૧૮૧
બધું બીજું પ્રવર્તન થયું છે. હવે જવા દો, છોડી દો, ખંખેરી નાખો, મૂકવાનું મૂકી દો. મૂકવા જેવું છે. અનંતા કાળથી બીજું કર્યું, તેનાં ફળ પામ્યો; બીજે બધે ચોરાશીના ફેરામાં ભમ્યો. માટે મનુષ્યભવ પામીને હાલ આ શ્રવણ કરો. ‘એક અસંગ” કહેવાનું થાય છે, માટે ચેતજો. તે જ્ઞાનીએ જાણ્યું તે મને માન્ય. બીજા બધાનાં ફળનરક, દેવલોક વગેરેઅનંતવાર ભોગવ્યાં. માટે હવે જવા દો. હવે તો ‘અસંગપણું' છાપ મારી છે; અમૃત ઢોળ્યું છે ! મઘાનાં પાણી માફક ભરી લેવા જેવું છે, પ્રેમે કરી જાણવા જેવું છે; ભૂલવું નહીં. આવો અવસર ફરી નહીં મળે. એક બાઈએ ચોથા વ્રતની બાધા લીધી તે પ્રસંગે આ વાતો સાંભળી, પણ પાછું દબાવીને કહું છું કે આજ સુધી જપ, તપ, ક્રિયા વગેરે કીધાં તે મારાં નિષ્ફળ ગયાં. હવેથી બધાં એક આત્માર્થે કરું છું, બીજા સુખ માટે નહીં. ભગવાને કહ્યું છે તે કહું છું. જ્ઞાનીએ જાણ્યું તે આત્માર્થે કરું. બાઈની ગતિ દેવની થવાની છે. જ્ઞાનીની કૃપાથી કહેવાય છે. ઘણા જીવો આ ઠેકાણેથી દેવલોકમાં જવાના છે, બીજી ગતિ નહીં. માટે ચૂંટલૂંટ લેવા જેવું છે. આ અવસર ફરીથી નહીં આવે. બીજા ભવમાં નહીં સાંભળો. માટે ચેતી જજો. કામ થઈ જશે. અત્યારથી, હમણાંથી પણ ચેતશો તો કામ થશે. ટેક પકડીને લક્ષ લીધો તેનું કામ થશે. આ સમજીને આત્માર્થે કર્યું તેણે અવતાર સફળ કર્યો. અપૂર્વ વાત છે ! માર્ગ જબરો છે. મહેમાન છો, માટે ચેતજો. હવે તો બળિયા થઈને, શૂરા થઈને ચેતજો.
કૃપાળુદેવે કહેલું : ‘હે મુનિ ! હવે બાળી-જાળી, દહાડો-પવાડો કરીને ચાલ્યા જાઓ.' અમે સાત સાધુ હતા. તેમને જોઈ જોઈને કૃપાળુદેવ રાજી થતા હતા. મૂળ પકડ શ્રદ્ધાની હતી. મુખ્ય વાત સમિત પામવું. તે પકડાયું નથી. બીજું બધું હવે બાળી-જાળી નાખો. બધું પર છે; પુદ્ગલ છે. પોતાનો એક આત્મા. હદ વાત કરી છે ! જગાડ્યો છે. જાગે ત્યારે દિવસ વળે. તમારી માન્યતા સાચી થઈ તો અહીં આવી રહો છો. આ અવસર તો પોતાના દિવાળીના દહાડા જાણો. એક વચન કાનમાં પડે તો કામ થઈ જાય. આ જ પારખું નથી, ઓળખાણ નથી. એ જ પકડ. એનું કહેલું, બીજી વાત નહીં. ઘણી એક છે. સંસારમાં બૈરાં એક ઘણી કરે છે તેમ એક જ ઘણી કરી લેવાનો છે.
તા. ૧૯–૧૧–૩૫, સાંજના
પત્રાંક ૪૩૨નું વાંચન ઃ–
“આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાનીપુરુષનો નિષ્કામબુદ્ધિથી ભક્તિયોગરૂપ સંગ
એક વણિકે મઘાનાં પાણીનાં ટાંકાં ભરી રાખેલાં, તેણે જોઈએ તેટલું પાણી લઈ જવા કહ્યું.
એક અઠવાડિયા સુધી તે મઘાનાં પાણીનું સેવન કરવાથી રાજપુત્રનો રોગ મટી ગયો. પછી રાજાએ તે શેઠને, જે જોઈએ તે માગો, એમ કહ્યું.
તેણે કહ્યું : મારા ગુરુની સૂચનાથી મેં આ પાણી સંઘરી રાખ્યાં હતાં. તેથી મારે કાંઈ જોઈતું નથી. પણ આપ તેમનો સમાગમ કરશો તો આ પાણી કરતાં વધારે લાભ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org