________________
૧૮૦
ઉપદેશામૃત રહ્યું. એ આત્મા છે. જ્ઞાન-અજ્ઞાન, સ્વભાવ-વિભાવ બધું તેમાં સમાણું, આ બે અક્ષર પકડી રાખજો. તે જ્ઞાન જ્ઞાની પાસે છે. તેણે જાણ્યો છે, બોધ્યો છે; એ સમયે છૂટકો. “માત્ર “સત્' મળ્યા નથી, “સત્ય” સુપ્યું નથી અને “સત્ય” શ્રધ્યું નથી; અને એ મળે, એ સુણે અને એ શ્રધ્ધ જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” બસ, આટલામાં સમજો. ટૂંકામાં ઘણું કીધું. ધ્યાનમાં રાખજો, આ ગાંડાની ઘેલાની વાત છે. બહેરો-બોબડો, ઘરડો, કોણ બોલે છે તે ન જોશો. યથાતથ્ય જ્ઞાનીએ જોયું તે મને માન્ય, તેની શ્રદ્ધા–આટલી ચોટ કરવા જેવી છે. આ વસ્તુ ફરી ફરી નહીં મળે. “પંખીના મેળા.' તારો શું છે ? એક આત્મા. આત્મભાવના મોટી વાત છે.
“આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે. આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.
આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” એ શ્રવણ કરજો, લક્ષ રાખજો, ધ્યાનમાં લેજો. છેલ્લી ભલામણ કહું છું. પકડજો. ફરી આવો અવસર નહીં આવે. જ્ઞાનીનો હું દાસ છું; તેના દાસનો પણ દાસ છું. જ્ઞાનીએ કહ્યું તે કહું છું તે માન્ય કરજો. મારી વાત નથી, જ્ઞાનીની છે. સૂઝે તેટલું દુઃખ, વ્યાધિ, પીડા આવો, બીજી સંસારી પ્રીતિનું સ્નાનસૂતક કરીને ચાલ્યા જવાનું છે. એક કહેલું સ્મરણ મંત્ર, જીવને ભાન હોય, સ્મૃતિમાં હોય ત્યાં સુધી સંભારજો. સૌને છેલ્લો અક્ષર કહી દીધો. તે સંભારજો, ચેતજો. ભાવ કરશો તો કોટિ કર્મ ખપશે. આ વાણી તો પુદ્ગલ છે, પણ જ્ઞાની પુરુષે કહેલું સાંભળશો તો ઘન્યભાગ્ય તમારાં ! આ વાત સાંભળતાં કર્મની કોડ ખપે છે અને દેવની ગતિ બંઘાય. આટલું તો મને માન્ય છે, એમ નક્કી કરવાથી બહુ લાભ છે. ઘેલો-ગાંડો, સારોનબળો, ગમતું-અણગમતું—બધું મૂકી દેજો. પણ જ્ઞાનીએ કહેલું, સત્પરુષે કહેલું તે એક વચન શું છે ? શ્રદ્ધા. “આ જ્ઞાની', “ફલાણો જ્ઞાની' તેમ ન કરશો. સમભાવ રાખજો. માત્ર એક સમ. હું ન જાણું, યથાર્થ જ્ઞાનીએ જાણ્યું તે મને માન્ય છે. આ ભાવ કરું છું, બીજો નહીં. ખીચડીમાં ઘી ઢળે તે લેખામાં છે. બીજી બથીયે ભાવના છે, પણ તે નહીં; એક આત્મભાવના અને તે પણ જ્ઞાનીએ કરી છે તે ભાવના. આ દ્રષ્ટિ જો જીવ રાખશે તો આ ભવમાં અને પરભવમાં કામ આવશે. આ જીવે પ્રમાદ-આળસ, વેપાર-ધંધા, છોકરાં-છેયામાં બધું ખોયું છે. માટે હવે ચેત. “જાગ્યા ત્યારથી સવાર.” આ વાત ખરા અક્ષરની છે. આનું સાંભળવું, તેનું સાંભળવું, ફલાણાનું સાંભળવું બઘાનું સાંભળવું તે નહીં, પણ જ્ઞાનીનું કહેલું સાંભળવું, તે વચન રામનું બાણ, પાછું ફરે નહીં તેવું છે. વાત બરાબર જાણવા જેવી છે. ખરેખરી વાત છે. લક્ષમાં રાખજો. મઘાનાં પાણી વરસે ત્યારે ટાંકાં ભરી લે છે, તેમ પાણી ભરી લેજો અને ભાજન બનજો તો પાણી રહેશે. જ્ઞાનીએ કહેલું માટે મને માન્ય છે, કર્તવ્ય છે. બીજું ન માનશો, આ
૧. એક રાજાના પુત્રને કોઢ થયો હતો. રાજ્યના બઘા વૈદ્યો પાસે ચિકિત્સા કરાવતાં તેમણે એવો અભિપ્રાય આપ્યો કે મઘાનાં પાણીનું એક અઠવાડિયા સુધી સેવન થાય તો આ રોગ મટી જાય. પણ શિયાળો હોવાથી મઘાનાં પાણી મળવાં મુશ્કેલ હતાં. એટલે રાજાએ જાહેરાત કરાવી કે કોઈએ મઘાનાં પાણી સંઘર્યા હોય તો તેને માટે તે જે માગશે તે રાજા આપશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org