________________
ઉપદેશસંગ્રહ-૧
૧૭૯ પરિણામે જ્યારે આઘાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે.” (શ્રીમદ્ રાજચંદ્ર)
પોતે માની લે કે હું ઘર્મ કરું છું, અહાહા ! કેટલી ખેદની વાત છે ! ચૂંટિયો ભરીને ઊભો કરવો છે. ઊંઘતો હોય તેને જગાડવાનો છે. પ્રતિબંઘ કર્યો છે તે મૂકો અને આમાં કાળજી ઘો. કૃપાળુદેવે દીપચંદજી મુનિને કહેલું, “તમો સમજો છો કે અમે કરીએ છીએ તે કલ્યાણ છે; એમ સમજો છો તે ખોટું છે.” જુઓ, કાઢી નાખ્યું. માટે આ સમજાય તો કામ થાય. આ શિખામણ કંઈ જેવી તેવી નથી, અગાઘ વાત છે. આટલો ભવ છે. છે શું? પછી પત્તો લાગશે કે ? માટે ફરવું જોઈશે, ફર્યા વગર છૂટકો નથી.
તા. ૧૯-૧૧-૩૫, સવારના પત્રાંક ૪૩૦ નું વાચન :
કલ્યાણ જે વાટે થાય છે તે વાટનાં મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બઘી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઇચ્છાએ ન હોય, અને નિરંતર જ્ઞાનદશા ઉપર જીવોનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ.”
પ્રભુશ્રી આ ચમત્કારી તથા અલૌકિક વચનો છે ! બે ક્રિયા કહી. એક અસંગ આત્માર્થે; બાકી તો ઓઘા-મોમતી (મુહપત્તી), જપતપ, વગેરે સાઘન, ક્રિયા કીઘાં, તેનાં ફળ મળ્યાં નિંદા નથી કરવી. કર્યાનું ફળ મળ્યું. આત્માનો નાશ નથી થયો. આત્મા છે; તેને ઓળખ્યો નથી, માન્યો નથી; જ્ઞાની પુરુષે ઓળખ્યો. એ કૃપાળુદેવ યથાતથ્ય જ્ઞાની. તેના આશ્રિત જીવોનું પણ કલ્યાણ છે. આવો અવસર નહીં મળે; માટે સૌની સાથે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થ ભાવ રાખવો. ઇચ્છાથી તો પરિભ્રમણ છે, તેથી કોઈનો મોક્ષ થયો નથી. આત્મધ્યાન શ્રેષ્ઠ છે. જ્ઞાની પુરુષે છાપ મારી. માટે ચેતજો. આ સંભળાતું હશે ?
મુમુક્ષુઓ–હા, સંભળાય છે,
પ્રભુશ્રી તો સારું સારું. આટલો ભવ ચેતવાનું છે. સૌ સાથે મૈત્રીભાવ રાખો. આત્મા છે, તે જ્ઞાની પુરુષે જોયો; તે મને માન્ય છે. એ જ હું ઇચ્છું છું, બીજું નહીં, કારણ, બીજાં બધાં બંઘન છે. હવે અવસ્થા ઘડપણની થઈ છે. ‘વાની મારી કોયલ.” સી નાનામોટા આત્મા છે. પૂર્વનાં બાંધેલાં ભોગવ્યા વિના છૂટકો નથી. જ્ઞાની પણ ભોગવે છે. માટે એક આત્મા. સૌ ચેતજો. છેલ્લી અવસરની વાત છે. જે ચેતે એના બાપનું. આત્માને ઇચ્છશે અને પ્રીતિ કરશે તેનું કલ્યાણ છે. “પ્રીતિ અનંતી પરથકી, જે તોડે તે જોડે એહ.” બીજું બધું–છોકરાં હૈયાં, વગેરે વહેવારે. આપણું કંઈ નથી, આપણો આત્મા છે. તે ક્યાં છે ? તો કે જ્ઞાનીએ ભાળ્યો. એની સગાઈને, પ્રીતિને મેળવવા તૈયાર થજો. હું સર્વથી અસંગ છું, પ્રતિબંઘ રહિત. મારું નહીં, આ બઘી માયા છે, તે જોઉં છું—એક જ્ઞાનથી.
બે અક્ષરનું “જ્ઞાન” તે શું ? બે અક્ષર કયા કીઘા છે ? ટૂંકામાં, સમજો. તેનો અર્થ જ્ઞાની જાણે છે; પણ સમજો, તમે તો સમજો. “જ્ઞાન” કહ્યું એટલે બધુંયે એમાં સમાણું, બાકી કંઈ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org