________________
૧૭૮
ઉપદેશામૃત
આવે; સાચે માર્ગે જતાં ડર લાગે ! કર્તવ્ય તો આટલો ભવ છે. ચેતવા જેવું છે. કાળ જાય છે. ફૂ.... કરીને દેહ છૂટી જશે, વાર નહીં લાગે. કોઈ રહેવાનું નથી. એકલો જશે; સાથે કંઈ નહીં આવે, કોઈ નહીં આવે. આટલો ભવ છે. ‘વાની મારી કોયલ'; ‘પંખીના મેળા.' માટે ચેતવા જેવું છે. મોટા પુરુષોએ આ ચિંતવન કર્યું છે અને કરવાનું કહ્યું છે. હાથમાંથી બાજી ગઈ તો પછી નહીં આવે. આવો અવસર મળ્યો છે; મારા ભાઈ. ચેતી લે. કેવા કેવા હતા ! અંબાલાલભાઈ, સોભાગભાઈ, મુનિ મોહનલાલજી એવા એવા પણ બઘા ગયા. માટે આ મનુષ્યભવમાં ચેતી લે. જગતની માયામાં પ્રીતિ—ઘન, છોકરાં છૈયાં વગેરે જોઈએ. ધૂળ પડી ! તારાં કોઈ થયાં નથી. એકલો આવ્યો ને એકલો જઈશ. તારાં કોઈ નથી.
પત્રાંક ૪૩૦નું વાંચન :
“કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થંકરોએ પણ કર્યું છે, કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે, સમયમાત્રના અનવકાશે આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો, આત્મસ્વરૂપ પ્રત્યે હો, આત્મસમાઘિ પ્રત્યે હો; અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો; જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો, એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે.”
સૌનું સારું થાઓ ! આવો અવસર ફરી નહીં મળે. લૂંટટ્યૂટ લેવા જેવું છે. આ જગ્યાએ કૃપાળુદેવની કૃપા છે કે સાંભળવાની જોગવાઈ થઈ. પુણ્યના ઢગલા બંધાય છે. જીવ જો દાઝ રાખે તો કામ થાય. ચાલ્યા વગર આગળ જવાય નહીં. જે દી તે દી માયા મૂકવી પડશે અને આત્માની હારે (સાથે) જાય તે લેવું પડશે; માટે ચેતવું. ‘સર્વ જીવ આત્મસ્વરૂપ પ્રત્યે હો, આત્મસમાધિ પ્રત્યે હો; અન્ય...પ્રત્યે ન હો.' આ વચન ! ઓહો..હો ! કામ નીકળી જાય; પણ પ્રેમ નથી. તારે કરવાનું છે તે કર્યું નહીં, પકડવાનું પકડ્યું નહીં; અલેખામાં ગયું. ધૂળ પડી ! ધર્મ વધાર્યો વધે; માયા-મોહ, જન્મ-મરણ, વગેરે પણ વધાર્યાં વધે અને ઘટાડ્યાં ઘટે. કોને ખબર છે કાલની ? માટે ચૂકવું નહીં. ચેતી લ્યો—કાળજામાં લખી રાખવા જેવી વાત છે. એક સ્મરણ ભૂલવા જેવું નથી; સંભારવું. ખરેખરી વાત છે. આ વાત કોણ જાણે છે ? આવું (મરણ) થાય તો ? માટે ચેતવું; ઢીલું મેલવું નહીં, ગભરાવું નહીં. સૂઝે તેમ થાઓ, પણ આપણે આપણું કરી લેવું. અવસર આવ્યો છે. ભૂલવું નહીં. બાકી બધે ઝેર ઝેર, કોઈ ઠેકાણે સારું નથી; મૂકવા જેવું છે, બધું પ્રતિબંધ છે; માટે ચેતવું. કોઈ કામ ન આવ્યું, માટે આત્માને સંભારવો અને તેને ધ્યાનમાં લેતા રહેવું. ભૂંડું પ્રમાદે અને આળસે કર્યું. તે જીવના દુશ્મન છે.
એક ‘આશા', આત્માર્થે કરવાને કહેવું છે. આ જીવને હરખ નથી આવતો. બીજી વાતો ઉપર પ્રેમ-પ્રીતિ આવે છે અને આની ઉપર નહીં. કહેનારો કહી છૂટે અને વહેનારો વહી છૂટે. “જીવ જો અજ્ઞાનપરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મોહરૂપ એવો એ માર્ગ અથવા એવા એ લોકસંબંધી માર્ગ તે માત્ર સંસાર છે; તે પછી ગમે તે આકારમાં મૂકો તો પણ સંસાર છે, તે સંસારપરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org