________________
ઉપદેશસંગ્રહ-૧
૧૭૭
એક સમયની અવસ્થા તે પર્યાય, પરિણામ, વસ્તુનું સ્વરૂપ; જ્યાં સુધી જીવને પરિણામ તથા ભાવ ન આવે ત્યાં સુધી તે રૂપ થવાતું નથી. પર્યાય તે વસ્તુથી (દ્રવ્યથી) જુદા નથી. વસ્તુ એ જ રૂપે છે. વિભાવપર્યાયમાં વિભાવઆત્મા, સ્વભાવપર્યાયમાં સ્વભાવઆત્મા.
પ્રભુશ્રી—પરિણામની બહુ સારી વાત આવી. તે પરિણામ ફરતાં હશે કે નહીં ?
૨. મુમુક્ષુ—પરિણામ સમયે સમયે પલટાય છે. દ્રવ્ય પરિણામ વગર ન હોય, તેમજ એક દ્રવ્યને બે પરિણામ ન હોય.
પ્રભુશ્રી—વાત તો ઊંચામાં ઊંચી, ગહન ! સમજવા જેવી છે. પરિણામ પણ ફરે છે; પર્યાય પણ પલટાય છે. બધુંય છે તો આત્મા પણ છે.
૩. મુમુક્ષુ—બે અક્ષરમાં માર્ગ રહ્યો છે,' તે શું હશે ?
પ્રભુશ્રી—વિચાર કરીને બધા કહેજો. વાત બહુ સારી કરી, ભલી કરી.
૪. મુમુક્ષુ—‘સત્'માં માર્ગ રહ્યો છે.
૫. મુમુક્ષુ—મારાપણું મૂકે તો માર્ગ મળે. ૨. મુમુક્ષુ આત્મામાં આત્માનો માર્ગ રહ્યો છે.
૧. મુમુક્ષુ—‘બોધ' અને ‘શ્રદ્ધા'માં માર્ગ રહ્યો છે.
૬. મુમુક્ષુ—સત્પુરુષની ‘આજ્ઞા’માં માર્ગ રહ્યો છે. ૭. મુમુક્ષુ—‘સમ’માં માર્ગ રહ્યો છે.
પ્રભુશ્રી—અનંતા કાળચક્રથી પરિભ્રમણ કરી રહ્યો છે. બેઠાં બેઠાં ખવરાવ ખવરાવ કર્યું છે. ખવરાવ્યું છે અને પરિભ્રમણ કર્યું છે; પણ કલ્યાણ થયું નથી. સદ્ગુરુના શરણાથી વાત કરાય છે. બેઠાં બેઠાં ખા-ખા કર્યું છે અને પોષ પોષ કર્યું છે તે શું છે ?
૪. મુમુક્ષુ—શરીરને પોપ્યું છે.
૨. મુમુક્ષુ—અજ્ઞાનને પોપ્યું છે. ૧. મુમુક્ષુ—મનને પોચ્યું છે.
પ્રભુશ્રી—બધું પરિભ્રમણ વિભાવથી થયું છે. આ જીવે અનંતા કાળચક્રથી વિચાર કર્યો નથી. ‘કર વિચાર તો પામ.' પણ તે વિચાર અને આત્મભાવમાં રહે તો, નીકર નહીં. ‘કર વિચાર તો પામ.' આ કામ નથી થયું, જે દી તે દી કામ આથી થશે. આ આવ્યે છૂટકો છે. વિચાર નથી કર્યો.
૩. મુમુક્ષુ આ પત્રમાં આંધળાને મારગ બતાવવા કહ્યું છે માટે માર્ગ બતાવો, કારણ કીલી (કૂંચી) તો ગુરુના હાથમાં છે.
પ્રભુશ્રી—વિચાર કરે તો કોઈને પૂછવા લાયક નથી. માટે વિચાર કર્તવ્ય છે.
તા. ૧૮-૧૧-૩૫, સાંજના આ જીવનું ભૂંડું કરનાર વૈરી પ્રમાદ અને આળસ છે. ધર્મ કરવામાં શરમ લાગે, આળસ
12
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org