________________
૧૭૬
ઉપદેશામૃત
જોઈએ. વૈરાગ્ય છે તે આત્મા છે. તે જ્ઞાનીએ જાણ્યો છે. તે સમજવા જેવું છે. બોધ ઘણા પ્રકારના હોય પણ જે બોધથી વૈરાગ્ય થઈ આત્મા જાગે તે બોધ સાચા પુરુષનો કહેવાય.
રોગ, વ્યાધિ, પીડા વખતે બોધ હોય તો શું કરે છે
આત્મા છે; આત્મા છે તો જાણે છે. અત્યારે અક્ષર જુદા કહું છું. પકડી તે પકડી, છોડે તે બેટ્ટો ! વાત મુદ્દાની. તેની વાત, તેની ઓળખાણ માટે બોધ અને સત્સંગ જોઈએ છે. અહીં બેઠા તો આ વાતો સાંભળો છો; બીજે બીજી વાતો. તમારો આત્મા; બેટ્ટો હોય તે બીજું જુએ, કરે ને માને. જાગતાં-ઊંઘતાં, ખાતાં-પીતાં, હરતાં-ફરતાં, બેસતાં-ઊઠતાં એક આત્મા. તે ખબર નથી. તેમાં ગુરુગમ જોઈએ. ભેદીને મળે તો કામ થાય. એક વિશ્વાસ આવવો જોઈએ. જો કહેનાર મળ્યો અને સાંભળીને વિશ્વાસ કરે તો કામ થાય. તેથી છૂટકો છે. સિદ્ધાંતનો સારમાં સાર એ જ છે. બોધ અને વૈરાગ્યની વાસના થઈ છે તે પ્રમાણે વેદે છે. આથી બીજું ‘આવો, આવો' કહ્યે આવશે ખરું ? એની ઓળખાણ, ઓળખાણે છૂટકો છે.
૧. મુમુક્ષુ— કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.'' (શ્રી આત્મસિદ્ધિ) પ્રભુશ્રી—વીતરાગતા ક્યાંય નથી. ક્યાં છે ? જ્ઞાનીએ જોયો વીતરાગ. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. બીજાને તુંબડીમાં કાંકરા. શ્રદ્ધા, પ્રતીતિ, આસ્થા, માનતા દુર્લભ છે. તે કરવા તૈયાર થઈ જવું. મનુષ્યભવમાં કહેવાય; ઝાડપાન, કાગડા, કૂતરા વગેરેને કહેવાશે ? માટે, આ બધાને કહેવાનો લાગ આવ્યો છે તો કહેવાય છે. માટે ભૂલવું નહીં. ચોટ કરી દેજે—આ મારો ઘણી' એમ માનવાનું કર્તવ્ય છે. રંજન ધાતુમિલાપ,' મળી જાય તો કહેવું નથી, મિલાપ થવા માટે કહેવું છે. માટે આ ન જાઓ; ઘન, વૈભવ, પૈસોટકો જાઓ, પણ આ ન જાઓ. બીજું બધું કર્યું. ભણ્યો ! ભણ્યો પણ ગણ્યો નથી. મેમાન, ભક્તિ કરજો. ‘સાંભળી સાંભળી ફૂટ્યા કાન, તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન.’
તા. ૧૮-૧૧–૩૫, સવારના
પત્રાંક ૧૬૬ માંથી વાંચન :
“અનાદિ કાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર ‘સત્' મળ્યા નથી, ‘સત્' સુણ્યું નથી અને ‘સત્’ શ્રધ્યું નથી; અને એ મળ્યે, એ સુણ્યે અને એ શ્રવ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” [‘સત્'ની ચર્ચા થઈ.] પ્રભુશ્રી—વાત બધી સારી કરી, મને ગમી; પણ પરિણામ શું ? પરિણામ એટલે શું ? ૧. મુમુક્ષુ આત્માના પોતાના ભાવ.
૨. મુમુક્ષુ દ્રવ્ય, ગુણ, પર્યાય—દરેકના બે ભેદ વિભાવપર્યાય ને સ્વભાવપર્યાય. વસ્તુની
૧. તુંબડીમાં કાંકરા નાખી કોઈ ખખડાવે તો કયા કાંકરાનો કેવો અવાજ આવે છે તે જેમ ખબર પડે નહીં તેમ બોધ સાંભળ્યો હોય પણ તેનો સાર સમજે નહીં.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org