________________
ઉપદેશસંગ્રહ-૧
૧૭૫ જાય તોપણ બ્રહ્મચર્ય પાળવું. મનુષ્યભવ પામીને આ શીલવ્રત આવવું મોટું છે. તેને બરાબર પાળ્યું તો દેવગતિ થાય. આ જીવને જે શ્રદ્ધા છે, તે સત્પરુષ, તે સદ્ગુરુ અને તે પોતાનો ઘર્મ છે.
ઘરમ ઘરમ કરતો જગ સહુ ફિરે, ઘર્મ ન જાણે હો મર્મ, જિનેસર; ઘરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ, જિનેસર.
ઘર્મ જિનેસર ગાઉં રંગશું.”
(આનંદઘન ચોવીશી) કર્મ ન બાંધે તેને શું થાય છે ? એક સદ્ગુરુ શોઘીને તેનું શરણું લો; પછી દુઃખ-સુખ આવે, દેવ-નરક ગતિ ગમે તે આવે, તો પણ વાળ વાંકો નહીં થાય; કારણ શરણું એક સાચા સદ્ગુરુનું આવ્યું. બીજાં બધાં કરણીનાં ફળ મળ્યાં. શાતા-અશાતાનાં ફળ જીવને ભોગવવાં પડે છે. તેથી આત્મા ભિન્ન છે. મારો એક આત્મા, તે હું નથી જાણતો, પણ યથાતથ્ય જે જ્ઞાની ગુરુએ જામ્યો છે તેનું મને શરણું છે. બાકી બધું “વસરે વોસિરે' કંઈ કંઈ પ્રકારે વેદની આવશે. બથી સહન કરવી. ત્યાં બાંધેલાં કર્મ છૂટે છે. રાજી થવું, ભલે આવો. મનમાં નક્કી કર્યું છે કે મારો આત્મા મરવાનો નથી. સુખ-દુઃખ જશે; આત્માનો નાશ નથી. એક એનું જ શરણું. આટલી પકડ રાખી, સાચાનું શરણું રાખો કે મારો એક આત્મા, બીજાં સગાં-વહાલાં તે નહીં. એક “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' આ મંત્ર છે, તે જો જીવને સ્મરણમાં આવી ગયો હોય અને ભાન હોય ત્યાં સુધી બીજું નહીં, એ જ—“એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી” તેમ—એક પકડ. બીજા સંસારી પ્રસંગ જુઓ નહીં, અનંત વાર મળ્યા, પણ પોતાના થયા નહીં. એકલો આવ્યો અને એકલો જશે. “શ્રીમદ્ રાજચંદ્રમાંથી વાંચન –
વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્યાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે, તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોઘ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે.”
બોઘ અને વૈરાગ્ય એ આત્મા છે. “હીરો, હીરો,” નામ દે તેથી શું થયું ? ઓળખાણ
૧. એક જંગલમાં શિયાળ, સસલું અને સાપ ત્રણ મિત્ર રહેતાં હતાં. તે એક ઝાડ નીચે વાતો કરતાં બેઠાં હતાં. શિયાળ કહે, આપણા જંગલમાં આગ લાગે તો આપણે શું કરીએ ? સસલું કહે, મારી તો સો મતિ છે, જમીનમાં ખાડો ખોદું, દોડીને દૂર ભાગી જાઉં કે ગમે ત્યાં સંતાઈ જાઉં. સાપ કહે, મારી તો લાખ મતિ છે, તેથી ઉંદરના દરમાં પેસી જાઉં, ઝાડ ઉપર ચઢી જાઉં કે કોઈ ન દેખે તેમ અલોપ થઈ જાઉં. પછી શિયાળે કહ્યું કે મારી તો એક જ મતિ છે કે સીધે રસ્તે દોડી જાઉં. એવામાં ચારે તરફ દાવાનલ લાગતો જણાયો. શિયાળ તો “એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી’ એમ કહી બેત્રણ માઈલ નાસી ગયું.
બે ત્રણ દિવસે જ્યારે અગ્નિ શાંત થયો ત્યારે મિત્રોની તપાસ કરવા શિયાળ પેલા ઝાડ પાસે આવ્યું. જાળામાં સસલાની તપાસ કરી તો એક જગાએ ખાડામાં તેનું પૂછડું દેખાયું એટલે તેને ખેંચી કાઢ્યું અને શોક કરવા લાગ્યું કે સો મત તો સસડી, બિચારું બફાઈ ગયું. પછી સાપની તપાસ કરવા આજુબાજુ જોયું તો ઝાડની છેવાડી ડાળે ઝાળથી બળેલું સાપનું કલેવર લટકતું દીઠું. તે જોઈ બોલી ઊઠ્યું કે
સો મત સસડી, લાખ મત લબડી અને-એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org