________________
૧૭૪
ઉપદેશામૃત સા-નબળું બને, પણ કંઈ પણ લાગે નહીં. બીજું નહીં માને. આવ્યું તે જવા આવ્યું છે, બાંધેલું છૂટે છે. તે કોઈ ભેદીને ખબર છે. જેણે (આત્માને) જાણ્યો તેને બાંઘેલું છૂટે છે; બીજો બંધાય છે. માટે જાયે છૂટકો. વાત આ છે. આગમ-સિદ્ધાંતમાં પણ એ ને એ જ છે. “ નાખવું તે સળં નાડું.” એક ને એક. એ શાશ્વતો છે.
एगो मे सस्सदो अप्पा, णाणदंसणलक्खणो ।
सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा । એની સગાઈ કોણે કરી છે ? એક સગાઈ કરી દે, તો થઈ રહ્યું. સગાઈ કરી નાખો. અત્યારે મનુષ્ય ભવમાં સગાઈ કરવાનું કર્તવ્ય છે.
સમકિત સાથે સગાઈ કીઘી, સપરિવારશું ગાઢી; .
- મિથ્યા મતિ અપરાઘણ જાણી, ઘરથી બાહેર કાઢી. હો મલ્લિ જિન” મિથ્યાત્વ વગર કોઈ છે મૂકવાનું ? જ્ઞાનીઓ પોકારીને શું કહે છે ? મિથ્યાત્વ મૂકવું. ત્યારે, કંઈ છે કે નહીં ? મેલવું બહુ કઠણ છે, તેમ સહેલું પણ છે–આંખ ઉઘાડીએ એટલી વાર. કૃપાળુદેવે મને કહ્યું, “મુનિ, હવે તમારે શું છે ? હવે શું છે ? બીજું તમારું નહીં, એક આત્મા.” તરત બેસી ગયું. માટે, છોડવું પડશે, મૂકવું પડશે. કોઈ સાથે નથી લઈ ગયા. આમ છે કે નહીં ? અમને તો થપ્પડ મારીને જણાવ્યું. માટે, જે નવિ જાણ્યું તે જાણ્યું ! હવે શું છે ? શું રહ્યું પછી ? અમને તો આનંદ થયો ! જીવે વાત લક્ષમાં નથી લીધી, તે લેવી. કહેવાની મતલબ, પહેલાં શ્રદ્ધા કરી લો. કોની શ્રદ્ધા કરવી ? જે હોય (સત) તેની. સાચને પકડે તો હાથ આવે. ખોટું કામમાં ન આવે. મૂળ એકડો ભણવાની વાત આટલી જ છે. તે માનો. એ તારું બળ અને ફુરણા. બીજાના હાથમાં નથી; તારા જ હાથમાં છે. માટે થઈ જા તૈયાર, બીજું શું કહીએ ? વાત આટલી છે. તૈયાર થવાની જરૂર છે. કૃપાળુદેવ અમને તથા દેવકરણ મુનિને કહેતા હતા કે તમારી વારે વાર. પણ દેવકરણજી પોતાના ડહાપણમાં રહેતા હતા. તેમને હું કહું ખરો પણ તે (બીજાને) કહે, મુનિ તો ભોળા છે, હું કંઈ છેતરાઉં નહીં. છેલ્લી વાર, આખરે દેવકરણજીના ડહાપણનો ભૂંસાડિયો થઈ ગયો અને કહ્યું કે હવે ગુરુ મળ્યા, ફળ પાક્યું, રસ ચાખ્યો એવું થયું. આમ છે. એ કોની છે વાત? આત્માની.
હજારફેરા એથી વઘારે વેદની આવે તોય શું ? બાંધેલું આવે છે. તેને શું કરવું? મૂકવાનું છે; સમયે છૂટકો છે. એ વાત ભેદી તથા જ્ઞાની પુરુષની, હાથ નથી આવી. કહેવાનો અધિકાર કોઈનો નહીં, પણ ભાવના, ઇચ્છા તો કરાવે. પણ પાછું બળ તો એનું પોતાનું જોઈએ છે, તે વગર કામનું નહીં.
તા. ૧-૧૧-૩૫, સાંજના
[એક વૃદ્ધ બાઈએ ચોથા વ્રતની બાધા લીધી તે પ્રસંગે] વૃદ્ધાવસ્થા હોય પણ વ્રત ક્યાંથી ? તેમ આ સૌથી મોટામાં મોટું વ્રત શીલ છે. એક સત્ અને શીલ આ બે વસ્તુ સર્વને સમજવાની છે. સમુદ્ર-કાંઠો આવ્યો. સમકિત પામવાનો રસ્તો. દેહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org