________________
ઉપદેશસંગ્રહ-૧
૧૭૩
આ છે. તે ન હોય તો તેને દેખાય એવું છે. મૂળ મતલબ શું છે ? બધી વસ્તુ—જપ, તપ, ક્રિયા, કમાણી—કરી; તેનું ફળ મળ્યું અને મળશે. પણ કરવાનું નથી કર્યું, તે શું છે ? તે શોથી કાઢો. ૧. મુમુક્ષુ–સમ્યગ્દર્શન.
પ્રભુશ્રી–જુઓ, આ આવ્યું, તે જ કહેવાશે. આ નથી આવ્યું.
‘સમકિત નવિ લહ્યું રે, એ તો રૂલ્યો ચતુર્ગતિ માંહે.' જપ, તપ, બીજાં સાઘન—બધાં પછી છે. સિદ્ધાંતના સારમાં સાર શું કીધો છે ? શું કરવું ?
૧. મુમુક્ષુ–સશ્રદ્ઘા કરવી.
પ્રભુશ્રી—આવી. જુઓ, બીજું ક્યાંથી નીકળશે ? ઓળખાણ નથી. આવે-જાય છે, બેસેઊઠે છે; પણ ઓળખતો નથી. જેમ કોઈ કાંડું ઝાલીને કહે કે લે, જો આ, ઓળખ્યો ? જેમ સંસારમાં રાત દિવસ એક ઠેકાણે ભેગા મળતા હોઈએ; પણ કોઈકની ઓળખાણ ન હોય, અને બીજો ભાઈ બતાવે કે આ ફલાણાભાઈ, ત્યારે કહે કે અરે ! એ તો આપણા ભેગા રહેતા હતા, પણ મેં તો ઓળખ્યા ય નહીં. પછી પસ્તાય, માટે ઓળખાણ મોટી વાત છે. ઓળખ્યું છૂટકો. જપ, તપ—બધાં સાધન પછી છે. પહેલાં ઓળખાણ, સિદ્ધાંતનો સાર : ‘સદ્ધા પરમ વુન્ના.' આ તો ભગવાને ગૌતમ જેવાને કહ્યું છે. કહેવાની મતલબ, સારમાં સાર ‘શ્રદ્ધા' કહેવાની છે. ભણકાર થશે. જ્યાં ચક્રવર્તીની પદવી પામ્યો ત્યાં નવે નિધાન ચાલ્યાં આવે, લેવા જવું ન પડે. માટે ભણ્યો હોય, અભણ હોય; પણ ‘જે જાણ્યું તે નવ જાણું, નવ જાણ્યું તે જાણું.' આ નક્કી નથી થયું. થાય તો પછી ફિકર નહીં. પછી બધી વાતમાં લહેર રહે. ‘જ્ઞાનીના ગમ્મા અને જેમ નાખે તેમ સમા.' મર ! પછી ગાંડો થાય, ઘેલો થાય; રોગ આવે, વ્યાધિ આવે—ફિકર નહીં.
૨. મુમુક્ષુ—‘વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદ બળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે; તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે.’’
-
પ્રભુશ્રી—આનો અર્થ ચોખ્ખો સમજવો જોઈએ. ભ્રમ આદિ રોગ થયો છે, તો પણ શું વેદે છે ? આટલું ચોખ્ખું કહી દો. ગાંડો ઘેલો થયો તો પણ જીવને વિષે જે પ્રમાણે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ વેદે છે. આ વાત મર્મની ગઈ તે સમજાણી ? વૈરાગ્ય આત્મા છે; બોધ આત્મા છે. બીજા બોધ ઘણાં સાંભળ્યાં, અનંત વાર સાધન કર્યાં; પણ તે નહીં. અહીં કહેવો છે - સત્ બોધ. જેને આ ગેડ અને આંટી બેસી ગઈ છે તે ન ફરે. ડાહ્યો માણસ હોય પણ માંદગીના કારણે ગાંડપણથી બોલે ને લવારો કરે; આવું થયું. પણ અંતરમાં એવી ગેડ બેસી ગઈ છે કે બધું આત્માથી ભિન્ન છે—ટાઢ, તાવ બધાને જાણનાર થયો, ભેદી થયો. ભેદનો ભેદ જાણ્યો છે ? તે સંસારની વાસના, વિકલ્પો વગેરેથી આત્માને જુદો પાડે; એટલે એ બધામાંથી પોતે જુદો પડે. માટે, ભેદનો ભેદ સમજ્યું કામ થાય. કોઈ ટુંકારો કરે, મારે, કાપે, છોલે, કકડા કરે; તોપણ કંઈ નહીં. ત્યારે આત્મા સમજાણો કહેવાય. મતલબ, સમજવાની જરૂર છે. આત્માને સમજવો. જેણે જાણ્યો તેણે જાણ્યો. તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org