________________
૧૭૨
ઉપદેશામૃત
તા. ૧૭૧૧–૩૫, સવારના પત્રાંક ૧૬૬ નું વાંચન
અનાદિ કાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદિક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર “સત્’ મળ્યા નથી, “સ” સુર્યું નથી અને “સત્' શ્રધ્યું નથી; અને એ મળે, એ સુયે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.”
પ્રભુશ્રી—વાંક તો જીવનો છે; ખામી યોગ્યતાની છે. ૧. મુમુક્ષ–જીવ તો નથી ઇચ્છતો કે હું આમ કરું, ત્યારે કેમ થાય છે ?
પ્રભુશ્રી તૃષ્ણા કરે છે. ખામી યોગ્યતાની છે. જડને તૃષ્ણા નથી, જીવને છે. જીવમાં ભૂલ કેટલી છે ? તે શાની ભૂલ છે ?
૧. મુમુક્ષુ–સમજણની ભૂલ છે.
પ્રભુશ્રી-અનાદિની ભૂલ તો મિથ્યાત્વની છે. જીવને બધું થયું, પણ સમકિત નથી આવ્યું. એ મળે, એ સુષ્ય અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” ત્યાર પછી મુકાવું થયું છે, ત્યાં સુધી બધી ખામી.
૨. મુમુક્ષુ—આ મળ્યું છે, સાંભળીએ છીએ, શ્રદ્ધા કરીએ છીએ, ત્યારે હવે બીજું કયું? આ “સત્ય” છે એમ ઘારીને બેઠા છીએ.
પ્રભુશ્રી સાંભળ્યું અને સુપ્યું નથી. દર્શન થયાં છે ? ભણ્યો પણ ગણ્યો નથી. અને કરવાનું કર્યું નથી. શું સમજવાનું છે ? સમજ્યો સમજ્યો કરે છે. અનાદિ કાળથી સમજ્યા વગર ક્યાં રહ્યો છે ? પણ જે સમજવું ને જાણવું છે તે જાણ્યું ? “ નારૂ છે સવૅ નાળ. માટે જાણ્યું નથી. કહેવાનું, પ્રતીત અને શ્રદ્ધા. આ કામ છે. જગત આખામાં શ્રદ્ધા અને પ્રતીત કરે છે તે નહીં, જે કરવાની છે તે.
જૈસી પ્રીતિ હરામકી, તૈસી હરપર હોય;
ચલ્યો જાય વૈકુંઠમેં, પલ્લો ન પકડે કોય.” એવી અહીં સમાં થઈ છે ? પ્રીતિ અનંતી છે. એ વગરનું કોઈ છે નહીં. “પ્રીતિ અનંતી પરથકી, જે તોડે તે જોડે એહ'. જેવી પ્રીતિ આ જગતમાં પૈસાટકા, છોકરાં-છેયાં ઉપર થાય છે તેવી આત્મા ઉપર થઈ નથી. બીજી વાતોમાં પ્રેમ આવે છે, તેવો આત્મા ઉપર નથી આવ્યો. આંટી છે, ભુલવણી આવી છે. આ તો કંઈક (ભુલવણી) છે, જરૂર છે. પાણી (બોઘ) ન મળ્યું હોય ત્યાં સુધી તરસ હોય; આને પાણી નથી મળ્યું. આ જીવમાં ભૂલ અને ખામી છે. ભૂંડું કર્યું પ્રમાદે અને આળસે. આ ચક્ષુથી જુએ છે, દિવ્યચક્ષુ નથી. માટે બહાર દ્રષ્ટિથી બહારનાં ફળ મળ્યાં. અંતરાત્મા જાણ્યો નથી. મુખ્ય વાત આ છે. તેને જાણવો જોઈશે; ત્યાં દર્શન થાય. અનંતવાર સાઘન કીધાં, કંઈ હાથ ન આવ્યું :
“વહ સાઘન બાર અનંત કિયો,
તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” (શ્રીમદ્ રાજચંદ્ર). કંઈક રહ્યું. તે જે કર્તવ્ય છે તે રહ્યું. વિધ્ર ઘણાં છે. વિદ્મ એટલે કર્મ. તે આડાં ફરે છે. મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org