________________
ઉપદેશસંગ્રહ-૧
૧૭૧
પ્રભુશ્રી—કંઈક આંટી આવી છે. આને નિખાલસતાથી સમજવું જોઈએ કે લે આમ; કે પછી બીજાને બોલવાનું ન રહે. બીજો બોલી શકે નહીં તેમ કહો.
૨. મુમુક્ષુ—કાર્ય સિદ્ધ કરવા માટે કારણ સેવાય છે. સત્પુરુષની સેવા કરે છે તો આત્મજ્ઞાન થવું જોઈએ. પોતાના ભાવ સર્વે ફેરવીને સત્પુરુષના ચરણમાં સોંપવા.
પ્રભુશ્રી—કહે છે તે ઠીક છે. મારે મારું ક્યાં મનાવવું છે ? પાતાળનું પાણી નીકળે તો થઈ રહ્યું ! તેમ કંઈ કહેવું છે.
૫. મુમુક્ષુસાધન, પુરુષાર્થ, સંગ. તેના બે ભેદ : સત્ ને અસત્. સત્ વસ્તુ સત્પુરુષના યોગ વિના આવી શકતી નથી.
પ્રભુશ્રી—બહુ ડહાપણ ! લૂગડું પહેરી—ઓઢીને વાત કરી. વાત કરી તે ઠીક છે, બે વાત ઉઘાડી ફૂલ છે : એક તો બધું મૂકવું પડે અને એક વર વગરની જાન કહેવાય છે :
'अप्पा कत्ता विकत्ता य, दुहाण य अप्पा मित्तममित्तं च दुप्पट्ठिय
सुहाण य । सुपट्ठिओ ॥
(ઉત્તરાધ્યયન ૨૦, ગાથા ૩૭)
અજ્ઞાન છે ત્યાં આત્મા નહોતો ? પણ કહેવું છે જ્ઞાન આત્મા સંબંઘી. આત્મા વગર કોઈ કરનાર નથી. આત્મા કર્મો કરીને નથી. આત્મા મોક્ષસ્વરૂપ છે. ‘જબ જાયેંગે આતમા, તબ લાગેગે રંગ.’ મૂળ વાત તો પાતાળનું પાણી જોઈએ. આત્મા તો છે. બોધ, સત્સંગ વગેરે વડે અજ્ઞાનનું જ્ઞાન પણ આત્માને થશે; જડને, કર્મને નહીં થાય. કર્મની દોડ છે ! આખો જન્મારો કર્મને વિષે કાઢ્યો છે, તે ભૂલ છે. માટે, પહેલો એકડો જોઈએ; તો બધાં મીડાં લેખાનાં. તે કોણ ઓળખશે ? આત્મા જ. નિશ્ચયે જ્ઞાની, ગુરુ આત્મા છે. તે એ જ ઓળખશે. માટે સત્સંગમાં બોધ, વાણી સાંભળીને નક્કી કરી દો કે ક્યાં જવું અને શું કરવું ? ‘રૂં નાળફ સે સર્વાં ખાળર' એ વગર ડગલું નહીં ભરાય. ગુરુ આત્મા છે, પણ ઓળખાણ જોઈશે. ‘કીલી ગુરુકે હાથ, ન પાયેંગે ભેદ વેદમેં.' વાત તો માન્યાની, સાંભળ્યાની છે. નથી સંભળાતી; કારણ, યોગ્યતાની ખામી છે, ઘણાં વિશ્ર્વ છે. એ સાંભળ્યું, એ સુણ્યે, એ ધ્યે આત્માથી ભણકાર થશે—છૂટવાની વાતનો. માટે ભણકાર થશે—ત્યાંથી, બીજેથી નહીં. પોતે તૈયાર થયે છૂટકો છે; ત્યાં આસ્રવનો સંવર થશે. વાત આટલી. વાદળું ચડ્યું હોય પણ ફાટી જાય તેમ, આ વાત કોણ સાંભળે ? એ (આત્મા) ન હોત તો કોણ સાંભળત ? જેનાં ગાણાં ગાવાં છે, જેને સમજવો છે, તે સમજાણો નથી. ગુરુ તો આત્મા છે; જ્ઞાની, તો આત્મા છે; જગત (મોહવિકલ્પ), તો આત્મા છે. બીજું બધું વર્ણ, ૨સ, ગંધ, સ્પર્શ. તેમાંથી આ નીકળ્યું, બીજું ન નીકળ્યું; કારણ, જડ છે તેમાંથી આત્મા ન નીકળ્યો. સમજ્યાની ભૂલ છે. સાંભળ્યું નથી. કાળ નથી પહોંચતો, બાકી વાત જબરી છે, પૂરી થઈ નથી; સમજવા જેવી હોય.
✰✰
Jain Education International
૧. આ આત્મા પોતે જ સુખ અને દુઃખનો કર્તા અને ભોક્તા છે. અને આ આત્મા પોતે જ સન્માર્ગે રહે તો પોતાનો મિત્ર અને કુમાર્ગે રહે તો પોતે જ પોતાનો શત્રુ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org