________________
૧૭૦
ઉપદેશામૃત સપુરુષ ઉપર કરવો. વચન ગ્રહણ કરતો નથી. અનાદિથી વિષય-કષાય, ભોગ-વિલાસમાં પડ્યો છે. આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. દ્રષ્ટિ ફેરવે તો તાળું ઊઘડી પડે. ગજસુકુમારે શું કર્યું? મન, દ્રષ્ટિ ફેરવી કે મને મોક્ષની પાઘડી બંઘાવી. મારું શું ? મારો આત્મા. ઓળખાણ નથી તેથી રખડે છે, માર્યો જાય છે. આ જીવ ભૂલ ખાય છે, થાપ ખાય છે. જવા દો, આટલો ભવ ચેતી લો. રાગ કર, પણ આત્માની સાથે. ત્યાં પ્રેમ પ્રીતિ કર. આમ પ્રેમ ફેરવ ને! આ વાત ભાવ ઉપર છે. ભાવ વિક્રિયાનો હતો, પણ તે તું નહીં. સમજ ફરવી જોઈએ. પ્રેમ-પ્રીતિ મોહમાયા ઉપર થાય છે. પણ એક કૂંચી ફેરવવાની ખબર નથી, ભાન નથી. કૃપાળુદેવની કૃપા કે તેમણે આપેલાં વચનો તે કૂંચી મળી ને કામ થઈ ગયું ! આની ગણતરી ક્યાં છે ? બીજું ગણે ત્યાં ભૂંડું છે, ઊંધું પડ્યું છે. માટે જવા દે હવે. તારે જ ભોગવવું પડશે. માટે ચેતવાનો અવસર આવ્યો છે તો ચેતી લે, નહીં તો માર્યો જઈશ. માબાપ, છોકરાં, સગાંવહાલાં કોઈ છોડાવે નહીં, ઊલટાં બંધાવે છે.
સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય;
સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય?” (શ્રીમદ્ રાજચંદ્ર) આ એક જ વચન ! ભણ્યો પણ ગણ્યો નહીં. ધ્યાનમાં નથી, લક્ષમાં નથી. પકવાન ખાય તો મોઢામાં આવે. વાત છે માન્યાની. આ ઠેકાણે પુણ્ય બંધાય છે; બીજે ઠેકાણે ચાર ગતિનું કારણ છે. છાંયો હોય ત્યાં બેસાય.
૧. મુમુક્ષુ–“તેની આજ્ઞાનું નિઃશંકતાથી આરાઘન કરવું.” તે કોની આજ્ઞા ? અને આરાઘન શું ?
૨. મુમુક્ષુ સગુરુની આજ્ઞા.
પ્રભુશ્રી–વિચાર કરવો પડ્યો ને ? અને વિચાર આત્માને હોય. ભાન નથી, ખબર નથી તેનો ઘબડકો છે.
૧. મુમુક્ષુ ત્યારે જ પૂછવાનું છે ને ?—ખબર નથી એટલે. ૨. મુમુક્ષુ–સદ્ગુરુની આજ્ઞા ઉપાસવાની છે. પ્રભુશ્રી સદ્ગુરુ ક્યાં છે? ૧. મુમુક્ષુ–સત્સંગમાં છે. પ્રભુશ્રી બીજે કયાં છે ? ૩. મુમુક્ષુ–આત્મજ્ઞાન વર્તે છે ત્યાં સદ્ગુરુ છે. ૨. મુમુક્ષુ આત્મામાં છે. ૧. મુમુક્ષુ– “વ્યવહારસે દેવ જિન, નિહચેલેં હૈ આપ;
એહિ બચનમેં સમજ લે, જિનપ્રવચનકી છાપ.” ૪. મુમુક્ષુ–વાણીમાં તો બઘા ય બોલે પણ પાતાળ ફૂટ્યું હોય તેનું પાણી કામ આવે. ૧. મુમુક્ષુ—સત્સાઘન શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org