________________
ઉપદેશસંગ્રહ-૧
૧૬૯ ૨. મુમુક્ષુ–પોતાને પોતાની ઓળખાણ નથી, ભાન નથી. ૩. મુમુક્ષુ– ભાન નહીં નિજ રૂપનું !'
પ્રભુશ્રી–આ તો ન્યાય બોલ્યા, પણ ભૂલ છે. ભાન નથી તે કર્મ છે. તેને બોલાવી ભૂંસીને કાઢી નાખે છે. સમજવા જેવી વાત છે, ઊંડી ગહન વાતો છે. સૌને કાઢનાર આત્મા છે. એની શક્તિ અનંતી છે. કર્મ જવાને આવે, કોઈ ઘણી થઈ બેસે તે ન ચાલે. છે તે છે, બીજું ન થાય. ભણ્યો હોય, ન ભણ્યો હોય; પણ જે ગાડું સળં નાખે. તેને જાણે તો કર્મ નાસવા માંડે છે. રાતદિવસનું અંધારું હોય પણ દીવો આવે તો અંધારું નાસી જાય. માટે જવાનું છે–કર્મ જાય છે, બળે છે, નાશ થાય છે. કોઈનાં અમર રહ્યાં? બધે ઠેકાણે, ચારે ગતિમાં ગયાં. પણ આત્માનો નાશ થયો નથી. કંચી હાથ આવી નથી. ગુરુ ભેદી મળ્યો નથી.
“હોત આસવા પરિસવા, નહિ ઇનમેં સંદેહ,
માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ.” કહેવાનું, ભૂલ માત્ર દૃષ્ટિની છે. મેલો હવે, બોલશો નહીં. આ ચર્મચક્ષુથી શું જોશો ? જ્યાં છે, ત્યાં છે. સૌથી મોટામાં મોટું, ચૌદ પૂર્વનો સાર–દ્ધિા પરમ લુહા” એ કામ કાઢે છે. “ નાડુ સળં ના' આ વાત થાય છે; પણ માને મેલીને મીનીને ઘાવે તો શું વળે? કોઈ નામ દેનાર નથી, વાંકો વાળ કરી શકે તેમ નથી. જગતમાં કર્મ ફરતાં ફરે, પણ બંઘાય નહીં. સાધુનો વેષ પહેર્યાથી સાઘુ ન કહેવાય. બેસતાં, ઊઠતાં, હાલતાં ચાલતાં, ખાતાં, પીતાં સંજમ_એણે જાણ્યું છે. આ તેં જાણ્યું નથી, દ્રષ્ટિ કરી નથી. આસ્રવ કરે ત્યાં સંવર થાય.
હોત આસવા પરિવા, નહિ ઇનમેં સંદેહ;
માત્ર વૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ.” કોણ કરનાર છે? આ આત્મા ચાહે તે કરી શકે. વઘારે શું કહીએ ? એક આત્મા જાણો ને! તેની ઓળખાણ કરો. સદ્ગુરુ વગર પત્તો નહીં લાગે. “મલ્યો છે એક ભેદી રે કહેલી ગતિ તે તણી'. તેનાં ઘન્ય ને પૂર્ણ ભાગ્ય કે જે માનશે; તેનું કામ થઈ જશે. આ બઘા કર્મના ચાળા છે. આ વાત કંઈક જુદી છે. સમજાય છે તેને કાંઈ ગણતરીમાં નથી, વાળ વાંકો થાય નહીં. કરવું પડશે, કર્યા વગર છૂટકો નથી. આવો અવસર આવ્યો છે! ફરી નહીં મળે; માટે ચેતો.
તા. ૧૬-૧૧-૩૫, સાંજના પત્રાંક ૧૬૬ નું વાંચન –
“કોઈ પણ પ્રકારે સદ્ગુરુનો શોઘ કરવો.”
આ વચન રામનાં બાણ ! તે લક્ષમાં ય નથી. પાંસરું પડવાને આ ભવ છે. સમજવાની જોગવાઈ સત્સંગમાં છે. ખામી છે બોઘની અને સત્સંગની. “મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત.” - આ જગતમાં મોહ જેવું ભૂંડું બીજાં નથી. વેરી દુશ્મન મોહ છે. એક સદ્ગુરુથી છુટાય છે, તેને સંભારો. બીજામાં તલ્લીન થાય છે; પણ જ્યાં કર્તવ્ય છે ત્યાં પ્રેમ નથી. રાગ કરવો તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org