________________
ઉપદેશામૃત
તા. ૧૫-૧૧-૩૫, સાંજના ખેદ રહે છે. આ જીવને બોધની ખામી છે. શ્રદ્ધા થાય અને પકડ થાય ત્યારે કામ થાય. જેને મળ્યું છે તેને સામાન્ય થઈ ગયું છે ! માને, શ્રદ્ધા કરે અને પકડ રાખે તો મનુષ્યભવનો બેડો પાર થઈ જાય. આ જીવને આવો અવસર ચૂકવા જેવો નથી. સમાગમ મોટી વસ્તુ છે. સત્સમાગમ કરવો. કંઈ બોધ ન હોય, સાંભળે નહીં; પણ કામ થાય. કોઈ એમ કહે કે આ તો વખાણ કરે છે. પણ નહીં, સાચું કહું છું. કામ થાય છે. આ માર્ગ એવો છે કે જન્મ-મરણ છોડાવી સમિત પમાડે. બીજે સંસારમાં, માયામાં ખોટી થાય; પણ બધું ધૂળ છે. એક ધર્મ સાર છે. એક શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ આવવી જોઈએ, પણ સાંભળે ત્યારે આવે ને ?
૧૬૬
ધંધુકા પાસે એક નાગનેશના વાણિયાએ કૃપાળુદેવને જમાડ્યા હતા. તે જીવ કોરો રહી જતો હતો. પણ કૃપાળુદેવે બોલાવી બોઘ આપ્યો; ધક્કો વાગે તેવા બે બોલ કહ્યા. માટે અંતરમાં લાગી હોય તે ચેતી જાય. બોધ આવે તે અંતરમાં ભાલો વાગે. પછી છોડે નહીં, અંતરમાં જ રાખે ને સ્મરણ કર્યા કરે. બસ તું કર્યા જ કર. આ વાત જુદી છે. એક ઘર્મ સાર છે.
ભાળીને ખેદ થાય છે, અ૨૨ ! આવો અવસર ગુમાવો છો ! મૂળ તો, પકડ અને માન્યતા કામ કાઢી નાખશે. બીજું બધું ખોટું છે. એક આત્મા ખરો, ચેતવા જેવું છે. આ ડાહ્યા પુરુષને કહેવું છે. જીવ કોઈ ચેતી જશે, તો હજારો રૂપિયા કમાણો. ‘સન્હા પરમ વુન્ના' બીજું નહીં. કોઈ એક સત્પુરુષને શોધો. જગતમાં માયા છે; બધો કુટારો ! તેને ભાળીને રાજી શેનો થાય છે ? કોઈ હારે આવવાનું નથી. એક સોય પણ હારે નહીં આવે. ધર્મ કરો તો કામ થશે. માટે ભાવના અને પકડ કરવાની છે. કોઈ ઢૂંઢિયા, તપા, વિષ્ણુ, દિગંબર—એ માર્ગ નો'ય. પુણ્ય બાંધે; નિંદા નથી કરવી, પણ એ નોય. મારગ કોઈ જુદો છે. મારું કશું નથી, દેહ પણ મારો નહીં. છોકરાંછૈયાં, સગાં-વહાલાં, પૈસોટકો કોઈનાં થયાં નથી. બધી ભુલવણી છે, દગો છે, લૂંટારા છે. ક્રોધ, માન, માયા, લોભ, મૂર્છા-મમતા તમે નથી. બહુ ભૂલ છે. અત્યારે તો સમતા, ક્ષમા, દયા, ઘીરજ એ રાખવાં. બાંધેલું આવે છે, જાય છે, ફરી નહીં આવે. તારાં નથી તેને તારાં કહે છે એ દુ:ખ છે, તેથી ફરી આવે છે. તારો એક આત્મા, તેનો થઈ જા. આ ગાંઠ અંતરમાં વાળવાની છે. કોઈ સાંભળે છે ? અલેખામાં કાઢી નાખે છે. વિશ્વાસે તો વહાણ ચાલે છે. આવી રીતે આત્માનો ભાવ છે. તે ભાવ ક્યાં કરવાનો છે ? તો કે સાચાં ગુરુને વિષે. મારો આત્મા, બીજું મારું નહીં. આ સમજણ હોય તો કામ થાય. સમજણમાં ભૂલ છે. આ મોટી ખામી. છોકરાને ચિંતામણિ રત્ન આપ્યું, તો સારો કાંકરો જાણે, ઓળખે નહીં. આ કેવું ! ખરેખરી દાઝ કરવા જેવી છે. પૂર્વે પુણ્ય કર્યાં તો આ જોગવાઈ મળી. તેને અણસમજમાં કાઢીશ નહીં. માટે આત્માનો ભાવ કરવાનો છે. ‘મારે તેની તલવાર.' ‘કરે તેના બાપનું.' કરશે ત્યારે મળશે. ભાવના કરવી જોઈએ. બીજા કામમાં ખોટી થાય, પણ ધર્મના કામમાં નથી થતો. આ જ ઊંધું છે. સમજે તો સહજ છે. છોડ્યા વગર છૂટકો નથી. છેવટે દેહ પણ મેલવો પડશે. માટે વાત કંઈક લક્ષમાં લેવી જોઈએ. ખરેખરું ચેતવાનું છે. આ અવસર જવા દેવાનો નથી. માયા અને મોહથી ભૂંડું થાય છે.
‘સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ?''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org