________________
ઉપદેશસંગ્રહ-૧
૧૬૭ આ તો હૈયાનો હાર છે. એક જ શબ્દ પણ ભાન નથી. કર્યાનું ફળ હોય; પણ આનું પરિણામ જુદું આવશે. જોઈ લેજો, કર્તવ્ય છે. ચેતજો, ફરી આવો દહાડો નહીં આવે–જેવો તેવો નથી, શરત રાખજો.
તા. ૧૬-૧૧-૩૫, સવારના મનુષ્યભવ દુર્લભ છે. એકલો આવ્યો ને એકલો જશે. આત્મા એકલો છે. તેની ઓળખાણ કરવાની છે. તે ઓળખાણ સત્સંગમાં થશે. કોઈ પણ પ્રકારે સત્પરુષનો શોઘ કરવો. આ મૂળ પાયો છે. તેનો શોઘ કરવો. બઘા સંજોગ છે અને માયા છે, તે મારાં નહીં. બધું સપુરુષને અર્પણ કરવું. હે પ્રભુ ! હું જાણું નહીં. સત્પરુષે જાણ્યો તે આત્મા અમૂલ્ય છે, તે કોઈએ સાંભળ્યો નથી. માયાનાં સ્વરૂપ સંભારે તે બધું ખોટું છે. આત્માની કાળજી રાખવી; તેના સંબંધી સત્સંગમાં વાત સમજવાની હોય તે સમજવી. હથિયાર છે. તેથી કર્મ દૂર કરાય છે. આડું આવે તે કોરે કરવું. તેવું છે કંઈ ? અત્યારે મનુષ્યભવમાં છે કંઈ ?
૧. મુમુક્ષુ—ભાવ તથા સમજણ છે.
પ્રભુશ્રી–ભાવ તે હથિયાર છે, લાકડી છે. સત્સંગે સાંભળીને ભાવ કરવો. ભાવ શુભ છે, અશુભ છે, તે નહીં, પણ શુદ્ધ. તે ભાવ જ્ઞાનીએ કીધો તે કરવો. ભાવના ભાવતાં ભાવતાં કેવળજ્ઞાન પામે. આ જીવને મોટી ખામી બોઘની છે. લૂંટતૂટ લેવા જેવું છે. બે ઘડી દહાડો પાછલો છે. આવો અવસર ફરી ફરી નહીં મળે. ચૂકવા જેવું નથી. જીવને મોટામાં મોટી ખોટ બોઘની છે. સાંભળ્યું નથી. સાંભળે તો જાગૃત થાય. સવળે નાણે વિજ્ઞાળે. સાંભળ્યાથી દેવની ગતિ પામે, પુણ્ય બાંધે છે, બીજા ભવ કરવા મટી જાય. શું ઝાઝું કહેવું ? થોડામાં કહેવાનું કે અનંત કાળથી સમકિત નથી થયું, જપતપનાં તો ફળ મળ્યા. તારી વારે વાર. તૈયાર થઈને આવે તો બેસે એટલી વાર. આઘુંપાછું કરવા રહે તો ગાડી જતી રહે. તૈયાર હોય તો બેસી જવાય. આત્માનો ભાવ કર્તવ્ય છે. પક્ષીનો મેળો છે. એકેક જીવ સાથે અનંતી સગાઈ થઈ ગઈ; બાકી રાખી નથી. બધું મળ્યું ને ગયું. આત્મા તો છે, છે ને છે; રખડે છે પરભાવમાં. તેને (આત્માને) એક ઘર છે, સ્વભાવ તે ઘર છે. તે કયે ઠેકાણે છે ?
૧. મુમુક્ષુ સત્સંગમાં. પ્રભુશ્રી સત્સંગ ઘણો કર્યો. મુનિપણું લીધું. જપ તપ કીધાં, તેનાં ફળ મળ્યાં. ૨. મુમુક્ષુ–એનું સ્થાન એનામાં જ છે–એનો ઉપયોગ. પ્રભુશ્રી–જ્ઞાનીએ કહેલું કહું છું. સમભાવમાં છે. તેથી ઘણા મોક્ષ ગયા છે. ૨. મુમુક્ષુ સમભાવ કરવો છે, તે કેમ થતો નથી ? ૩. મુમુક્ષુ–કાંટો ખાઘીલો છે, તો સમભાવ શી રીતે થાય ?
પ્રભુશ્રી–આનો ઉત્તર સુગમ છે. આ બધું કીધું તે અજ્ઞાન છે. અજ્ઞાન ફીટીને જ્ઞાન થાય. બસ આટલું જ. હવે કંઈ ખૂટે છે? કારણ વિના કાર્ય થાય નહીં. શાની ખામી છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org