________________
ઉપદેશસંગ્રહ-૧
૧૬૫
પૌદ્ગલિક શાંતિને સુખ માને છે. આ બધું જાગ્યા તે આત્માઓએ કર્યું છે. તમે મારું મારું કરી રહ્યા છો. પણ ભગવાને બધું રાખ ને ભૂંસાડિયો ભાળ્યો છે. કંઈક પુણ્ય કર્યાં છે તેથી આટલો મનુષ્યભવ છે. ચોરાશી લાખ યોનિના જીવો પણ આત્મા છે. જેમ ઘાણી શેકાય તેમ દુ:ખી થઈ રહ્યા છે. આ બધું બીજું છે. કંઈક ચેતવાનું છે. જરૂર છે સત્સંગ અને ઘણા, ખરા બોધની. આ કાને સાંભળીને આ કાને કાઢી નાખે છે. બઘી સંસારની ફિકર કરે છે. તે બહુ દુ:ખદાયી ને ભયંકર છે. સમજવાનું કામ છે. માટે ચેતો, ચેતો. વ્યાધિ હોય તો શું સાંભળશો ? કોઈ મહાભાગ્ય હોય તો વચન કાને પડે. ચમત્કારી વચન છે. જાગો, જાગો. ઊંઘતાને ગોદો મારી જગાડવો છે. વૃત્તિ-ચિત્ત ફરતું છે, બંઘન કરાવે છે, ભવ ઊભા કરે એવો આ ધંધો છે. પણ આથી મુકાવું છે, અને આત્માનો મોક્ષ કરવો છે. આ જીવને મુક્ત થવાનું છે. મારે હવે બંઘન ન થાઓ !
“જબ જાયેંગે આતમા, તબ લાગેંગે રંગ.'' જાગવાની જરૂર છે. મોટાં પુરુષોને આલોચના કરતાં કેવળજ્ઞાન થયું. મૂક્યા વિના છૂટકો નથી, પણ સાંભળે ત્યારે ને ? કહેવાનું બધાયને—છે મૂકવાનું. આ બધું બંધન, જાળ, નાશવંત, ભયંકર છે. માર્યો જશે. ચેતો, ચેતો. બીજું જવા દો. આડાં આવે છે તે બધાં કર્મ છે. બધું દુઃખ દુઃખ ને દુ:ખ છે.
આ બધું ભેદજ્ઞાનવાળો બોલે. ચક્રવર્તીનું પુણ્ય સર્વ કરતાં વધારે, છતાં તેમાં કંઈ નહીં; એક તેમાંથી આત્મા નીકળ્યો. જે રાજ્યના મોહમાં ખૂંચી રહ્યા તે નરકે ગયા. પૈસોટકો કામ નથી આવવાનો. એક જીવને ભાવ છે.
' एगोहं नत्थि मे कोई, नाहमण्णस्स कस्सइ । एवं अदीणमणसो अप्पाणमणुसासइ ॥ एगो मे सरसदो अप्पा णाणदंसणलक्खणो । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥ (સંથારા પોરિસી)
વસ્તુ પોતાની બતાવી છે.
३ संजोगमूला जीवेण पत्ता दुक्खपरंपरा । तह्या संजोगसंबंधं सव्वं तिविहेण वोसिरे ॥ (મૂલાચાર ૪૯) ४अरिहंतो महदेवो जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नत्तं तत्तं इअ सम्मत्तं मए गहिअं ॥
ભારે વાત કરી ! આ પામવાને માટે વાત કરી. આ રસ્તે ચાલ્યો જજે, મન, વચન, કાયાથી જે બંધ કર્યા છે તે વોસરાવું છું. એક આત્માને જ માનું.
*
૧. હું એક છું. મારું કોઈ નથી. હું અન્ય કોઈનો નથી. એ પ્રમાણે અદીન મનવાળો થઈને હું પોતે પોતાને શિખામણ આપું છું.
૨. એક જ્ઞાનદર્શનવાળો શાશ્વત આત્મા તે જ મારો છે; બાકીનાં સર્વ સંયોગજન્ય વિનાશી પદાર્થો મારાથી પર છે. ૩. આ જીવને પરદ્રવ્યના સંયોગથી દુ:ખપરંપરા પ્રાપ્ત થઈ છે. માટે મન-વચન-કાયાથી સર્વ સંયોગ-સંબંધોને હું છોડું છું.
૪. જીવન પર્યંત અરિહંત મારા દેવ છે, સાચા સાધુ મારા ગુરુ છે અને કેવળી ભગવાને કહેલાં તત્ત્વ તે ધર્મ છે. આ પ્રકારે મેં સમ્યક્ત્વને ગ્રહણ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org