________________
૧૬૪
ઉપદેશામૃત આત્મા જુઓ. પછી ચોટ્યું તે ચોયું. એક જ્ઞાન ચક્ષુ છે, પછી બીજું શી રીતે જોવાય ? બાહ્ય નથી જોવાનું, આત્મા જોવાનો છે. અજબગજબ છે! એક વચન પકડાય તો કામ થઈ જાય. જ્ઞાનીનાં વચનો વૈરાગ્યમય છે. પાણી પડ્યું ને જો ભાજન હતું તો ભરી લીધું. ભાજનની ખામીથી પાણી રહેતું નથી. યોગ્યતા લાવો. જીવ બઘા રૂડા છે. કંઈ કહ્યું જાય તેમ નથી. માત્ર દ્રષ્ટિની ભૂલ છે. વાત છે ખરી, બહુ જબરી છે. આવો મહા લાભનો દહાડો ક્યાંથી આવે ? અલૌકિક વાત છે. જેને પ્રતીતિ ને વિશ્વાસ છે તેનું કામ થશે. જ્ઞાની કહે, રાત છે, તો રાત. તે માનવું કઠણ છે. પોતાનું ખસે નહીં તો કેમ મનાય ? ટૂંકામાં ટૂંકું, કંઈ ન આવડે તો એક શ્રદ્ધા અને માન્યતા છે. ખરેખરી પકડ કરવાની છે. જડ છે એ તું નહીં, તેથી ન્યારો ને ન્યારો છે. એ વાત વિશ્વાસ છે તો મનાય. યોગ્યતાવાળાને અને માન્યતાવાળાને પ્રતીતિ હોય તો માન્ય થાય. બીજી બધી ખોટી વાત, નાશવંત છે, ભૂંસાડિયો છે. “જગતજીવ હે કર્માધીના, અચરજ કછુ ન લેના.' જગત આખું રાગદ્વેષમાં છે. આખો લોક ત્રિવિધ તાપથી બળે છે. ક્યાંય શાંતિ નથી, અને શાંતિ એ વગર નથી. સૂઝે ત્યાં પૂછયા કરો, પણ વાત એક શ્રદ્ધાની અને પ્રતીતિની છે. સદ્ધી પરમ કુહા’ કંઈ નહીં, બીજાં બધાં કર્મ નાશવંત છે. અને તે છે દીવો, તે દીવો; જ્ઞાન તે જ્ઞાન. એના ખપી થવું. ખોજના હશે તેને “છ પદનો પત્ર' ચમત્કારી છે. મોઢે કર્યો હોય પણ ખબર નથી. “ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી.” કેટલી બધી ભૂલ છે ? ચેતનનો અનુભવ જરાય નથી. મનુષ્યભવ છે તો સાંભળો છો. આ જીવ જંગલના રોઝ જેવો છે. જે દી તે દી શરણા વગર કામ નહીં થાય. એ જ એક શરણું લેવાનું છે. મારે તેની તલવાર. વાત તો બોલાય, કહેવાય તેટલી બને; બાકી તો અનુભવની વાત છે, તે વગર ખબર પડે નહીં. વાતે વડાં થાય નહીં; ખાધે ખબર પડે. કહેવાય તેવું નથી. “પાયા તેણે છુપાયા.” એના શરણાથી આટલું બોલીએ છીએ. બોલવા લાયક નથી. કોને કહેવું ? જીવ પવિત્ર છે. યોગ્યતાની ખામી. તૈયાર થાઓ. કોઈ ખપી જોઈએ છે, તેને સુગમ છે. શ્રદ્ધા અને ભક્તિ મોટી વાત છે. ભક્તિ કામ કાઢી નાખશે. આ ભૂંડું માને કર્યું છે.
તા. ૧૪-૧૧-૩૫, સાંજના
[‘ભાવનાબોઘ'માંથી ભરત ચક્રવર્તીનું વૃત્તાન્ત વંચાત] આત્મા છે તે જ્ઞાનીએ જાણ્યો. સર્વ જીવ છે તેમને આવરણ અને સંજોગ છે. તેમાંથી કોઈક જીવને તે સહાયક થયેલ છે. તેને પણ ઉદય કર્મ તો છે, તે કાંઈ મારાં કરશે? તેને માટે વિચાર જ્ઞાનીને ન આવે તો કોને આવે? આડું આવે તે કોરે કરવું પડે છે. કહેવાની મતલબ, અસંગ અને અપ્રતિબંઘ થવાની જરૂર છે. ચેતો ! મહેમાનો, ચેતો ! આ બધું તમારું ના'વે. આખું જગત હાયવોયમાં ખૂલ્યું છે. પુરુષનો બોધ સાંભળ્યો હોય તેને શું થાય ? બધું પરભાવ સમજાય, અને “મૂકું મૂકું થઈ રહ્યું હોય. શાંતિ તો આત્માની છે. તે જીવે જોઈ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org