________________
ઉપદેશસંગ્રહ–૧
૧૬૩ કરું છું તો મારા ઘણીના બળે', તેમ ઘણી તો જોઈએ ને ? માયાના ફાંસલામાં આખું જગત ફસાય છે, ને તે તો મૂકવું છે. તેની (સરુની) ઓળખાણ થઈ ગઈ હોય, સંગ થઈ ગયો હોય, પરિચય થઈ ગયો હોય, તો કામ કાઢી નાખે.
હવે, આ પિંજર જૂનું થઈ ગયું, બોલાતું નથી. જ્યાં સુઘી કરી લેવાય ત્યાં સુધી કામ કરી લેવું, દુઃખ, તાવ, વ્યાધિ આવે છે; પણ તે બંઘન મુકાય છે. હવે ભોગવાઈ ગયેલાં કર્મ તમારી પાસે છે ? નહીં. બાંધ્યાં ભોગવાય છે. “તમે, અમે લૌકિક દ્રષ્ટિએ વર્તશું, તો અલૌકિક દ્રષ્ટિએ કોણ વર્તશે ?” જીવ તો પાસે જ છે, પણ ભાન નથી. આ બધું હું બોલું છું તે સંભળાતું હશે ? “ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહિ સાર.” કૂંચી મળે ત્યારે ઊઘડે છે. પછી માલ જુએ ત્યારે લે છે. “જિસકે હાથમેં ફેંચી', ઝડપ ઉઘાડે એટલી વાર. કયાં લેવા–પૂછવા જવું છે? હાજર છે તૈયારી બધી; યાદ લાવવો જોઈશે. બીજું બધું સાંભરે છે, માર્યો જશે. સંભારવાનો છે તે ક્યાં છે ? લાવ. જરા નવરાશ લાવ. બીજી પંચાત ને વાતો કરશે, પણ આ નહીં ! બીજી હાહો કરશે, પણ આ નહીં ! કરવું પડશે. વહેલું મોડું કરવું પડશે.
તા. ૧૨-૧૧-૩૫, સવારના વેદની જશે; આત્મા જશે નહીં. જગતમાં જીવ સૌ ભોગવે છે. લૌકિકમાં કાઢી નાખે છે. તને બીજું કંઈ કહેવું છે, જાગૃત કરવો છે. ખામી બોઘની છે. જીવ બહેરો થઈને બેઠો છે; કંઈ સાંભળતો જ નથી. કંઈ નથી, બઘા સંજોગ છે અને નાશવંત છે. કહેવાનું એટલું કે એક ઘર્મ છે, આત્મા છે; આત્માની સ્મૃતિ આપવાની છે. સ્મૃતિમાં આવે તો કામ થાય છે. મનુષ્ય ભવનો અવસર ફરી ફરી નહીં મળે.
૧. તા. ૧૪-૧૧-૩૫, સવારના
[‘ભાવનાબોઘમાંથી મૃગાપુત્ર-ચરિત્ર વંચાત] મૃગાપુત્ર આત્મા છે. આત્માએ આ કામ કર્યું. આ પણ આત્મા છે. સમજે તો કામ થાય. તેમણે સંસાર કંઈ ગણ્યો નહીં. આત્માની વાત આવી. શાં શાં કામ તેમણે કર્યા છે ? આ પણ આત્મા છે. એ આત્માની ક્રિયા નથી થઈ. આ સંસારી ક્રિયા રહી છે. ધૂળ પડી એમાં ! અનાદિ કાળની આંટી પડી છે. ચેતવાનું છે. દુઃખને સુખ માન્યું છે અને સુખને દુઃખ માન્યું છે. મૃગાપુત્રનો વૈરાગ્ય હદપાર છે. આ જીવની ખામી છે, કર્મ રોકી રહ્યાં છે. જેમ સૂર્યને વાદળ આડું આવે છે તેમ રાગ ને દ્વેષ થઈ રહ્યા છે. દ્રષ્ટિની ભૂલ છે. દ્રષ્ટિ ફરવી જોઈએ. આત્મા છે. “પર્યાયવૃષ્ટિ ન દીજિયે.” “આત્મા” “આત્મા' નામ દેવાથી શું થયું ? વચન સાંભળ્યાં નથી, તેની ચોટ નથી; ખામી યોગ્યતાની છે. બરોબર જોગ મળી જાય તો કામ થઈ જાય. બધું બીજું છે, એક આત્મા છે. સપુરુષનું એક વચન મોક્ષે લઈ જાય છે. કૃપાળુદેવે મને કહ્યું કે બધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org