________________
૧૬૨
ઉપદેશામૃત
તે વખતે હાજર ! એની વાતો કરનાર પણ કોણ છે ? કૃપાળુદેવે કહેલું જે અમારી દાદ કોણ કરશે ? —‘શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કોણ દાદ આપશે ?’’
સાંભળ, સાંભળ; તારું બધું ઊંધું છે, પોલારિયું છે. અમારાથી જરા આટલું બોલાયું તે કહી દીધું. જ્યાં સુધી સુખસમાઘિ હોય ત્યાં સુધી ધર્મ કરી લે, પછી નહીં બને. કહેવાની મતલબ, જગાડવો છે. જાગતા થાઓ, સાંભળનાર થાઓ. કોને વાતચીત કરવી છે ? ગાંડુંઘેલું, ખોટું લાગ્યું હોય તો ખમાવીએ છીએ. કોઈનો વાંક નથી. કર્મનો વાંક છે. ‘જગતજીવ હૈ કર્માઘીના.' કર્મથી દુઃખ માને છે. આ વાત મોટા પુરુષની. માટે પંડિત વગેરે મોટા હોય તેણે પણ માનવા જેવી છે. આ કર્તવ્ય છે. આત્માને ઓળખવો. અવસર આવ્યો છે. મનુષ્યભવ છે. આ લહાવો જતો રહ્યો તો પછી શું કરશે ? શું થશે ?
વૃદ્ધ અવસ્થા હોય—ઘરડો હોય કે સાધુ હોય, ચોથા વ્રતની બાધા તો લાભકારી છે. આ મનુષ્યભવ પામીને બંધાયો છે, ને દુઃખી થાય છે. દીવામાં ફૂદાં પડીને મરે તેમ મરે છે, સુખની હાનિ કરે છે. મહાવ્રત તો મહા લાભકારક છે. ધન્ય છે, ભાગ્ય છે. ચાંલ્લો છે. દેવની ગતિ થાય, કામ થઈ જાય. ઘણા ભવ કર્યા. ભાવથી કામ નીકળી જાય. ‘જેવા ભાવ તેવા પ્રભુ ફળે.' એક શ્રદ્ધા સાથે લઈ જાય તો કામ થાય. ‘સજ્જા પરમ વુન્હા' એક આત્માર્થે થવું જોઈએ. તે કોઈ ભેદી પુરુષ મળ્યો હોય તો બને. આટલો વિશ્વાસ રાખ અને માન કે જ્ઞાનીએ જોયો તે આત્મા. અહીં પ્રમાદ છોડવાનો છે. આ અવસર, મનુષ્યભવ જતો રહ્યો તો ક્યાંથી લેશે ? માટે ત્યાગ અને વૈરાગ્ય ઃ વૈરાગ્ય એ આત્મા છે. આત્માની તરફ ભાવના થઈ ગઈ તો સૂઝે તેમ હો ! એક આત્મા છે, આટલા ભવમાં તે ઓળખવો છે, તે કોઈ ભેદી પુરુષ મારફતે ઓળખાશે. જપતપ,‘વહ સાધન બાર અનંત કીયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. કરણીનું ફળ છે. મરી જજો, પણ સત્સંગ કરજો. આટલા જીવ બેઠા છે પણ કર્માધીન છે; સંકલ્પ વિકલ્પ કરે છે.
:
તા. ૧૧-૧૧-૩૫, સાંજના [એક મુમુક્ષુભાઈએ ચોથા વ્રતની બાઘા લીઘી તે પ્રસંગે]
-
Jain Education International
“જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખછાંઈ,
મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ.’’ (શ્રીમદ્ રાજચંદ્ર)
માટે આટલો દાવ આવ્યો છે. સાટું કરી લ્યો, કંઈ નહીં પણ આત્મા માટે. યથાર્થ જ્ઞાનીએ દીઠો છે એ આત્મા; જ્ઞાનીએ જોયો તે મને માન્ય છે. મારું બધું જૂઠું. જે દી તે દી, વહેલું મોડું પણ મૂક્યા વિના છૂટકો નથી. થપ્પડ થઈ. વાત આ કહું છું તે વાત છે માન્યાની'. કંઈ પણ માન્યતા હોય તો તેનો લાભ. માટે ચેતી લ્યો. સમજ્યો ત્યારથી સવાર. બીજું બધું જવા દે. એક સમજણ છે. ‘કાનમાં પડ્યું પરમાણ.' પર્યાય પડ્યા તે મહા પુણ્ય બંઘાય છે. બીજું બધું માયા છે. ક્ષણે ક્ષણે વૃત્તિ બદલાય છે. શું કામ આવ્યો હતો ને શું કરે છે ? ધૂળ પડી ! જો આટલો ઘૂંટો ઉતાર્યો તો અમૃત છે. સૌના હાથમાં છે. એક વિશ્વાસ કરી લે ને ! પહેલું લેખું જ હાથ નથી આવ્યું; ભણ્યો પણ ગણ્યો નહીં. તારા જ ભાવની વાત છે. તે ભાવ જ્ઞાનીએ જોયો છે. ‘બળ
For Private & Personal Use Only
www.jainelibrary.org