________________
૧૬૧
ઉપદેશસંગ્રહ-૧ છે. હવે કોને બોલાવું? વહેવારથી શેઠને અગર ફલાણાને બોલાવો, તેમ કંઈક જોઈએ છેને? કોનું કામ છે હવે ?
“જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” (શ્રી આત્મસિદ્ધિ) લ્યો, હવે બોલાશે ? બોલીશું ? બોલશો ? કંઈ નહીં, બધું અજ્ઞાન અને મિથ્યાત્વ છે. ફક્ત સત્સંગ કરો, તે કરવાનું છે. પરીક્ષાપ્રઘાની થવું. વચન છે, તેની પરીક્ષા હોય છે. આ અવસર આવ્યો છે. આખો લોક ત્રિવિઘ તાપથી બળે છે. રોગ, શાતા કોને નથી ? શાતા પણ પુલ, એને આત્મા કહેવાશે નહીં. શું કર્યું? તો કહે કે “દળી દળીને કુલડીમાં વાળ્યું' અનર્થ કરી નાખ્યો. એનું વચન એક કાઢો તો ? અજબગજબ છે ! “જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી' તેમ લૌકિકમાં કાઢી નાખ્યું છે. કૃપાળુદેવે મને કીધું કે મને મૂંઝવ્યો. હવે શું કરવું ? પછી જાણ્યું કે મુનિ ગભરાયા. ત્યારે કૃપાળુદેવે કહ્યું, “મુનિ, ઊંડા ઊતરો.” બીજા શું કરશે ? “આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં.” ત્યાં ખામી છે–બોઘની અને સમજની. આ ઊંધું વાળ્યું છે. છ પદનો પત્ર” મોઢે છે ? કોઈ, વાત ઉઘાડી કરીને દેખાડે ત્યારે ખબર પડેને ? હજુ ઘણું કરવાનું છે. ઊંડા ઊતરવું' તેમાં તો બહુ સમજવાનું આવ્યું. ભૂંડું કોણ કરે છે ? મન કહો, વૃત્તિ કહો, ચિત્ત કહો, બધું એ ને એ જ. એ શું આત્મા છે? નહીં. એને ઊભો રાખવો છે. છે એને (આત્માને) ઊભો રાખો.
“ધિંગ ઘણી માથે કિયા રે ! કુણ ગંજે નર એટ ?
વિમલ જિન, દીઠાં લોયણ આજ.” આ સાંભળવાની યોગ્યતા વગર કોની પાસે વાત કરવી ? આમાં ખામી શાની છે ? વિશ્વાસ અને શ્રદ્ધાની ખામી છે. હું કૃપાળુદેવને માનું છું, ભજું છું, એમ કહે; પણ જેમ છે, તેમ છે. ભૂલ થાય છે. કંઈ વાત અજબગજબ કરી છે !
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચેતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ બ્રાન્તિ છે.''
વાત સાંભળી નથી, મનાઈ નથી; સમજ્યાની ખબરે ય નથી. આ વાત કોને કહેવાય ? કોઈને કહેવા જેવી નથી. કહેવાની મતલબ, આની (આત્માની ઓળખાણ કરાવવી છે, પણ બોઘ વગર થાય નહીં, અને તેની તો ખામી છે. કૃપાળુદેવને અમે પૂછેલું, શાની ખામી છે? કૃપાળુદેવ કહે કે બોઘની. ત્યારે અમે કહ્યું કે બોઘ કરો. ત્યારે કૃપાળુદેવ પછી બોલ્યા નહીં.
આ અવસર જાય છે. માટે ચેતો, જાગો. લ્યો, હવે ક્યાં છે અંબાલાલભાઈ, સોભાગભાઈ, મુનિ મોહનલાલજી ? લાવો, ક્યાં છે ? જ્ઞાની કેમ છે ? અજબગજબ વાત છે ! એક નિશાન હોય છે તેમાં સર્વ વસ્તુ હોય છે. અંબાલાલભાઈ, સોભાગભાઈ નિશાનની જેમ ભરેલા. વખતે કાઢે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org