________________
ઉપદેશામૃત
૧૬૦ નિજ રૂપનું.” બઘા જીવને માટે છે. સૌને ભૂલ કાઢવાની છે. અજબ ગજબ છે ! આવો અવસર
ક્યાં મલે? લૂંટાલૂંટ કરવા જેવું છે. ચેતવા જેવું છે. બઘાય આત્મા છે, ગુરુના પ્રતાપે. આત્મા છે, પણ ભાન નથી. બીજા બધા સંબંઘ છે. પ્રકૃતિમાં મતિશ્રત છે અને બીજું માની બેઠો–કાકો, મામો, ભાઈ, વગેરે. જગત આખામાં ખદબદ થઈ રહ્યું છે. કહેવા જેવું નથી, કહ્યું મનાય તેમ નથી. ક્યાં કહીએ ને જઈએ ? આ તો ઉપર ઉપરની વાતો કરીને ઘર્મ માને છે ઘર્મ તો જાણ્યો નથી, “ઘર્મ ઘર્મ સી કો કહે, ઘર્મનો નવિ જામ્યો હો મર્મ જિનેશ્વર !” હું તો સમજ્યો છું એમ માને. ધૂળ પડી તારા સમજવામાં; એના ઉપર મૂક મીંડું ને તાણ ચોકડી. “જગતજીવ હૈ કર્માધીના, અચરજ કછુ ન લીના'. સંસારની ચાર ઉપમા ચમત્કારી છે : સમુદ્ર, અગ્નિ, અંઘકાર અને શકટચક્ર. તેનો વિસ્તાર અગાઘ છે! ક્યાં એની વાત? કોને કહીએ? કાન માંડે ત્યારે ને ? બધામાં શું ભૂલ છે?
મુમુક્ષુ–ખરી રુચિ જાગી નથી.
પ્રભુશ્રી ભાન નથી. પણ આત્મા છે તો ભાન કહેવાશે. છતાં જાણ્યો નથી. આત્મા જાગ્યો તો કામ થઈ ગયું. આત્મા જાણ્યો તો સમકિત થયું. એ જોયો તો દીવો થયો. જ્ઞાની, અજ્ઞાની બેઉ કર્માધીન છે. આ વાત કોની છે ? તો કે જે બધું મૂકીને સૌની ઉપર આવે એવા જ્ઞાનીની.
“સમતા રમતા ઊરઘતા. જ્ઞાયકતા સુખભાસ:
વેદકતા ચેતવતા, એ સબ જીવ-વિલાસ.” (સમયસાર નાટક ૫૬) કેટલી બધી શિખામણ છે ? સાંભળી નથી. થોંટ માર્યા જેવી છે. જેવી તેવી વસ્તુ નથી. ખબર નથી. ચિંતામણિને કાંકરો જાણીને નાખી દે છે. કહેવાની વસ્તુ એવી છે કે “છ પદ' અગાઘ છે. યોગ્યતા નથી. મોઢે હોય તેથી શું થયું ? પણ જરા જો દ્રષ્ટિ પડી હોય તો દીવો થાય. આ બધું શું છે ? અજ્ઞાન છે. જ્ઞાન દીવો છે. બોઘની જરૂર છે. સત્સંગની કચાશ છે. સત્સંગ ઇચ્છતો નથી, ગરજ પણ નથી.
નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ;
સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ.” (શ્રીમદ્ રાજચંદ્ર) બઘાં વચન મર્મનાં જાય છે. અજબ છે ! દીવો ત્યાં થાય એમ છે. જરા દીવાસળી ખેંચે તો અજવાળું થઈ જાય તેવું તે છે. પણ “છ પદના પત્રમાં સ્થિરતા રાખે તો થાય. “કર વિચાર તો પામ.” ઠપકો આપવાનો કે ભણ્યા પણ ગણ્યા નહીં. કોરે કરવું પડશે. કોણ અર્થ સમજે છે ? અર્થ તો એ જ જાણે છે.
કોરે કરવું પડશે. કંઈ કરવું જોઈએ ને ? શાથી કરવું ? મુમુક્ષુ–જ્ઞાનથી.
પ્રભુશ્રીબડબડ બોલતાં આવડ્યું છે. નિંદા કરવી નથી, પણ એ નહીં. જ્ઞાન શું છે? આત્મા છે. મડદાં હોય તો કોઈ સાંભળે ? એ તો આત્માના પ્રતાપ. તેનું માહાત્મ કેવું હશે ? એને જગાડવો છે. આ બોલવું થાય છે તે મારું ન જાણશો–કે ડહાપણ કરે છે. પણ જ્ઞાનીનું કહેલું કહેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org