________________
૧૫૯
ઉપદેશસંગ્રહ-૧ “લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, રહ્યું ત-અભિમાન;
રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન.” (શ્રી આત્મસિદ્ધિ) કહેવાની વાત એ કે ચેતજો. કોની વાત કરવી છે? આત્માની, પરની નહીં. “હું કોણ છું? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?” ખરું સ્વરૂપ શું છે ? આ વાતમાં ઊંઘતો ન હોય ને જાગી ઊઠે તો ચોર નાસે. જાગૃત થવાનું છે, ચેતવાનું છે. લીઘો એ લહાવ. કોને ખબર છે કાલ સવારની ? આ કહેવાથી શું છે ? થપ્પડ છે. “ભાન નહીં નિજ રૂપનું.” તે કરવાનું છે. એ વાત રહી જાય છે.
હવે, એ ઓળખાણ શાથી થાય ? સત્સંગની બહુ ખામી. વૈરાગ્યમાં બહુ વિધ્ર છે. વહેવારમાં ખોટી થાય, પણ સત્સંગમાં નહીં ! કંઈક છે, પણ કહેવાતું નથી. “જે જાણ્યું તે નવિ જાણું; નવિ જાણ્યું તે જાણું'. હવે કર વિચાર. કયો વિચાર તો કે સત્સંગનો. બીજા વિચાર તો બહુ કર્યા. કબાટને તાળું હોય ત્યાં કૂંચી વગર શું કરે ? આ શું આવ્યું ?
મુમુક્ષુ-જેની પાસે કૂંચી હોય તેની પાસે જવું. '
પ્રભુશ્રી-ખોટ નહીં ? ખોટ છે. ડાહ્યા થઈને બેઠા છો, ડહાપણ કરો છો. ભૂલ નથી? જે કામ કરતો હોય તે કામ તેના લક્ષમાં હોય છે. અને આ, તે આવું? તમારા દહાડા ઊડ્યા છે ? આવું? શું આવો આત્મા બધે છે? “જાગ્રત થા, જાગ્રત થા.” રત્નચિંતામણિ જેવો છે. આવી ગાળો છે. સાંભળવાની પહોંચ હોય તેને કહેવું છે. જાગતાને કહેવું હોય, ઊંઘતાને શું કહેવું? બધું અલેખામાં જાય છે. સમજવાનું છે. ઘોચીને, ગોદો મેલીને જણાવવાનું છે. સૌથી મોટો બોઘ છે, તેની જરૂર છે. તૈયાર થઈ જાઓ. કોઈ વસ્તુ પોતા પાસે હોય ને કહે કે મારી પાસે નથી, તો તે જૂઠો છે ને ? છે તો પાસે, પણ ચેતવાનું ખરું ને ? ઊંઘવાનું નથી. જાગ્રત થવું, આપ બઘાને. સ્વાદ તો જુદો હોય, પણ આત્મામાં આવે ત્યારે. તો બંઘથી છૂટે. કેમ ગાફલ રહ્યો ? શા માટે આવું કર્યું? હવે પોતાને માટે કરવું છે. કંઈક છે, વાત ઊંડી છે, પણ વાત મારી જાય છે.
તા. ૧૧-૧૧-૩૫, સવારના મનુષ્યભવ દુર્લભ છે. પણ મનુષ્યભવમાં સુખ માને છે ત્યાં સુખ નથી. સુખની ભાવના પણ થઈ નથી. માત્ર બધું બોલી નાખે છે, પણ કર્યું નથી. કરવા જેવું છેમનુષ્યભવમાં, અને તેમાં બને તેવું છે.
“જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.”(શ્રી આત્મસિદ્ધિ) લ્યો, અર્થ કરો ! “એકેક શબ્દમાં અનંત આગમ સમાયાં છે.” કેવું ચમત્કારી છે? ડહાપણ કરવા જેવું નથી. સમજ્યો નથી અને સમજ્યો છું માને છે, ને ડહાપણ કરે છે. “આત્મસિદ્ધિ કંઈ જેમ-તેમ નથી, એમાં અનંત આગમ સમાણાં છે. જડ તો નહીં સાંભળે. ચેતન છે, પણ “ભાન નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org