________________
[૧૦] ચાલ્યા. ગામ થોડે દૂર રહ્યું એટલે એક માણસ સાથે સંદેશો કહેવરાવ્યો કે ખંભાતના અંબાલાલભાઈ છે તેમને કહો કે એક મુનિ આવેલા છે તે તમને બોલાવે છે. ભાઈ અંબાલાલે આવીને કહ્યું કે “તમને આજ્ઞા નથી અને કેમ આવ્યા છો ?” શ્રી લલ્લુજીએ કહ્યું કે “આજ્ઞા મંગાવવા હું આટલે દૂર થોભ્યો છું. જો આજ્ઞાભંગ ગણાય એમ હોય તો હું અહીંથી ચાલ્યો જાઉં. બધા મુમુક્ષુઓને સમાગમ થાય છે અને મને એકલાને વિરહ વેઠવો પડે છે તે સહન નહીં થવાથી હું આવ્યો છું.”
શ્રી અંબાલાલ બોલ્યા : “એમ તો તમને જવા ન દઉં. મને ઠપકો મળે. માટે કૃપાળુદેવ (શ્રીમજી) આજ્ઞા કરે તેમ કરો. હું પૂછી આવું છું.”
પછી શ્રી અંબાલાલે આવીને શ્રીમને વાત કરી ત્યારે તેમને જણાવ્યું કે “મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તે તરફ નીકળીને સમાગમ કરાવું, અને તેમના ચિત્તને વિષે શાંતિ રહે તો ભલે ચાલ્યા જાય.” તે પ્રમાણે ભાઈ અંબાલાલે મુનિશ્રીને નિવેદન કર્યું એટલે “આજ્ઞાનું પાલન થાય તેમ મારે કરવું, માટે હું પાછો ચાલ્યો જાઉં છું,” એમ કહી તે ખંભાત પઘાર્યા. વિરહવેદના અને આશાભંગથી આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. પરંતુ આજ્ઞામાં વર્તવાથી આત્મકલ્યાણ છે અને પરમકૃપાળુ અવશ્ય કૃપા કરશે એવી શ્રદ્ધાથી તે રાત્રિ વ્યતીત કરી કે પ્રભાતમાં ખબર મળ્યા કે શ્રી સોભાગ્યભાઈ, શ્રી અંબાલાલ અને શ્રી ડુંગરશી ખંભાતમાં પઘાર્યા છે. શ્રી સોભાગ્યભાઈ ઉપાશ્રય આવ્યા અને પરમકૃપાળુદેવે તેમને મુનિશ્રીને એકાંતમાં વાત કરવાની કહેલી તે માટે શ્રી અંબાલાલને ત્યાં તેમને લઈ જઈ મેડે એકાંતમાં પરમકૃપાળુદેવે જણાવેલ સ્મરણમંત્ર જણાવ્યો અને દરરોજ પાંચ માળા ફેરવવાની આજ્ઞા કરી છે તેમ જણાવ્યું. તથા થોડા દિવસમાં ખંભાત પઘારીને તેઓશ્રી સમાગમ કરાવશે એવા સમાચાર કહ્યા. તે સાંભળીને મુનિશ્રીની આંખમાં હર્ષનાં આંસુ ઊભરાયાં અને પ્રફુલ્લિત ભાવ થયા. શ્રી લલ્લુજીએ શ્રી સોભાગ્યભાઈને વિનંતિ કરી કે “બીજા મુનિઓને આપ આ મંત્રપ્રસાદી કૃપા કરીને આપો.” તેમણે જણાવ્યું કે “મને આજ્ઞા આપી નથી. આપ તેમને જણાવશો, એમ પરમકૃપાળુદેવે કહ્યું છે.'
થોડા કાળ પછી શ્રીમદ્ રાજચંદ્ર રાળજથી વડવા (ખંભાત નજીક) પધાર્યા. શ્રી લલ્લુજી સાથે બીજા પાંચ મુનિઓ પણ સામા દર્શન-સમાગમ અર્થે ત્યાં આવ્યા હતા. છયે મુનિઓને એકાંતમાં શ્રીમદે બોલાવ્યા. બઘા મુનિ શ્રીમદ્ નમસ્કાર કરી બેઠા. શ્રી લલ્લુજીને વિરહવેદના અસહ્ય થઈ પડી હતી અને તેનું કારણ મુનિવેશ લાગતું તેથી તેમણે આવેશમાં આવીને કહ્યું, “હે નાથ ! આપના ચરણકમળમાં મને નિશદિન રાખો, આ મુહપત્તી મારે જોઈતી નથી.” એમ કહી મુહપત્તી પરમકૃપાળુદેવ આગળ નાખી. “મારાથી સમાગમનો વિયોગ સહન થઈ શકતો નથી,” એમ બોલતાં તેમની આંખમાંથી અશ્રુઘારા વહેવા લાગી. તે જોઈ પરમકૃપાળુદેવની આંખમાંથી પણ અશ્રુઘારા વહ્યા કરી. થોડો વખત મૌન રહી શ્રીમદે દેવકરણજીને કહ્યું, “મુનિશ્રીને આ મુહપત્તી આપો; અને હમણાં રાખો.” - શ્રીમજી વડવા છ દિવસ રોકાયા ત્યાં સુઘી સર્વ મુમુક્ષુ ભાઈબહેનોને સાથે સમાગમબોઘનો લાભ મળતો, તથા મુનિસમુદાયને એકાંતમાં પણ તેમના સમાગમનો લાભ મળતો. સંપ્રદાયના લોકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org