SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદે શાંતિથી ઉત્તર આપ્યો, “સ્વચ્છેદથી જે જે કરવામાં આવે છે તે સઘળું અભિમાન જ છે, અસત્ સાઘન છે અને સદ્ગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે તે કલ્યાણકારી ઘર્મરૂપ સાઘન છે.” સુરતમાં શ્રી લલ્લુજી સ્વામીને દશ બાર માસથી તાવ આવતો હતો. તે અરસામાં સુરતના એક લલ્લુભાઈ ઝવેરી દશબાર માસની માંદગી ભોગવી મરી ગયા. ત્યારથી શ્રી લલ્લુજી સ્વામીને પણ ચિંતા થવા લાગી કે વખતે દેહ છૂટી જશે. તેથી પરમકૃપાળુ શ્રીમદ્જીને તેમણે ઉપરાઉપરી મુંબઈ પત્રો લખી વિનંતિ કરી કે, “હે નાથ ! હવે આ દેહ બચે તેમ નથી. અને હું સમકિત વિના જઈશ તો મારો મનુષ્ય ભવ વૃથા જશે. કૃપા કરીને હવે મને સમકિત આપો.” તેના ઉત્તરમાં શ્રીમદે અનંત કૃપા કરીને “છ પદ'નો પત્ર લખ્યો અને સાથે જણાવ્યું કે દેહ છૂટવાનો ભય કર્તવ્ય નથી. વળી શ્રીમદ્ પોતે ફરી સુરત પધાર્યા ત્યારે તે “છ પદ'ના પત્રનું વિશેષ વિવેચન કરી તેનો પરમાર્થ શ્રી લલ્લુજી સ્વામીને સમજાવ્યો અને તે પત્ર મુખપાઠ કરી તેનો વારંવાર વિચાર કરવાની તેમને ભલામણ કરી. ‘છ પદ'ના પત્ર વિષે શ્રી લલ્લુજી સ્વામી પોતાનાં છેલ્લા વર્ષોમાં વારંવાર ઉપદેશમાં કહેતા કે “એ પત્ર અમારી અનેક પ્રકારની વિપરીત માન્યતાઓ દૂર કરનાર છે; ન ઊભા રહેવા દીઘા ઢંઢિયામાં, ન રાખ્યા તપ્પામાં, ન વેદાંતમાં પેસવા દીધા. કોઈ પણ મતમતાંતરમાં ન પ્રવેશ કરાવતાં, માત્ર એક આત્મા ઉપર ઊભા રાખ્યા. એ ચમત્કારી પત્ર છે. જીવની યોગ્યતા હોય તો સમ્યત્વ પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તેવો એ અદ્ભુત પત્ર છે. તે મુખપાઠ કરી વારંવાર વિચારતા રહેવા યોગ્ય છે.” સં. ૧૯૫૨ નું ચાતુર્માસ શ્રી લલ્લુજીએ ખંભાતમાં કર્યું. સં. ૧૯૪૯માં મુંબઈ શ્રી લલ્લુજી પધાર્યા તે પહેલાં હરખચંદજી મહારાજ કાળ કરી ગયા હતા. પરંતુ શ્રીમદ્ રાજચંદ્રના સમાગમથી શ્રી લલ્લુજીની શ્રદ્ધા ફરી ગઈ છે, તે ગૃહસ્થને ગુરુ માને છે અને પહેલાં એકાંતરા ઉપવાસ કરતા તે બંધ કર્યા છે, એવી વાત સાધુ અને શ્રાવકમંડળમાં પ્રસિદ્ધિ પામી હતી તેથી તેમના પ્રત્યે જનસમૂહનો પ્રેમ ઘટી ગયો હતો. તેની દરકાર કર્યા વિના શ્રી લલ્લુજી તો ગુર્ભક્તિમાં લીન રહેતા. શ્રી અંબાલાલ આદિ ખંભાતના મુમુક્ષુઓ દર પૂર્ણિમાએ નિવૃત્તિ લઈ રાત્રિ-દિવસ ભક્તિમાં ગાળતા. એક પૂર્ણિમાને દિવસે શ્રી લલ્લુજી પણ તેમની સાથે રાત્રિ રહ્યા. ચાતુર્માસનો કાળ હોવાથી અને કોઈને કહ્યા વિના બહાર રાત્રે રહ્યા તેથી સંઘમાં મોટો વિક્ષેપ થયો. શ્રાવકશ્રાવિકા સમૂહને પણ એ વાત બહુ અપ્રિય લાગી અને લોકોનો શ્રી લલ્લુજી પ્રત્યેનો પ્રેમ વિશેષ ઊતરી ગયો. સં. ૧૫રમાં પર્યુષણ પર શ્રીમદ્ રાજચંદ્ર નિવૃત્તિ લઈને ચરોતરમાં પઘાર્યા હતા. કાવિઠા થઈને રાળજ શ્રીમદ્ પધાર્યા છે એવા સમાચાર મુનિશ્રી લલ્લુજીને મળ્યા. તેમણે વિચાર્યું કે હું દરરોજ આ ચાતુર્માસમાં નિવૃત્તિ અર્થે બહાર વનમાં જાઉં છું અને બપોરે આવીને આહાર લઉં છું તો આજે રાળજ સુધી દર્શન અર્થે જઈ આવું તો શી હરકત છે? એમ વિચારી તે રાવજ તરફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy