________________
[૮]
થોડા દિવસ પછી “સમાધિ-શતક'માંથી સત્તર ગાથા સુધી શ્રીમદે શ્રી લલ્લુજીને વાંચી. સંભળાવી, તે પુસ્તક વાંચવા વિચારવા આપ્યું. પુસ્તક લઈને દાદરા સુધી ગયા એટલામાં શ્રી લલ્લુજીને પાછા બોલાવી “સમાધિશતક'ના પહેલા પાન ઉપર નીચેની અપૂર્વ લીટી લખી આપી :
ૐ આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” એક દિવસે શ્રીમદે પૂછ્યું, “ “સમાધિશતક'નું વાચન ચાલે છે ?”
શ્રી લલ્લુજી સ્વામીએ કહ્યું, “હાલ તો મુંબઈની ઘમાલમાં ઠીક નહીં પડે એમ માની સાચવીને બાંધી રાખ્યું છે. અહીંથી વિહાર કરીને જઈશું ત્યારે તે લઈ મંડીશું.”
ચાતુર્માસ પૂરું થવા આવ્યું તેવામાં એક દિવસે શ્રી લલ્લુજીએ શ્રીમને પૂછયું, “આ બધું મને ગમતું નથી; એક આત્મભાવનામાં નિરંતર રહ્યું એમ ક્યારે થશે ?”
શ્રીમદે કહ્યું, “બોઘની જરૂર છે.” શ્રી લલ્લુજીએ કહ્યું, “બોઘ આપો.”
શ્રીમદ્ મૌન રહ્યા. આમ વારંવાર શ્રીમદ્ મનપણાનો બોઘ આપતા; અને તેમાં વિશેષ લાભ છે એમ જણાવતા. તે ઉપરથી શ્રી લલ્લુજીએ મુંબઈ ચાતુર્માસ પૂર્ણ કરી સુરત તરફ વિહાર કર્યો ત્યારથી ત્રણ વર્ષ પર્યત મૌનપણું ઘારણ કર્યું. માત્ર સાધુઓ સાથે જરૂર પૂરતું બોલવાની તથા શ્રીમદુ સાથે પરમાર્થ કારણે પ્રશ્નાદિ કરવાની છૂટ રાખી હતી. “સમાધિશતક'નું વાચન પણ હવે શરૂ કર્યું. તેથી પોતાને અપૂર્વ શાંતિ વેદાતી હતી, એમ પોતે તે વખતનું વર્ણન ઘણી વખત કરતા હતા.
સં. ૧૯૫૦ અને ૧૯૫૧ બન્ને વર્ષનાં ચાતુર્માસ સુરતમાં થયાં હતાં. સુરતમાં વેદાંતના ગ્રંથોનો તથા કેટલાક વેદાંતીઓનો પરિચય થયો. તેથી દેવકરણજી સ્વામી પોતાને પરમાત્મા માનતા અને કહી બતાવતા. તે બાબત શ્રી લલ્લુજીએ શ્રીમને લખી જણાવી હતી. તેના ઉત્તરમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે “જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છેદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી તો પછી શ્રી દેવકરણજી પોતાને પરમાત્મસ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટ છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી; તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. બીજો મતભેદ કંઈ નથી. મૃત્યુનું આવવું અવશ્ય છે.” આ વાંચી તે પાછા હઠ્યા.
એક દિવસે શ્રીમદ્ સુરત પધારેલા ત્યારે મુનિઓ પાસે આવ્યા. તે વખતે શ્રી દેવકરણજીએ પ્રશ્ન પૂછયો, “શ્રી લલ્લુજી મહારાજ મને વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યું કહે છે, ધ્યાન કરું તેને તરંગરૂપ કહે છે; તો શું વીતરાગ પ્રભુ એમનું કરેલું સ્વીકારે અને મારું ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org