________________
૧૫૦
ઉપદેશામૃત
(૬)
કાર્તિક વદ ૩, ૧૯૮૮
તા. ૨૮-૧૧-૩૧
પ્રદેશવત્વ અગુરુલઘુત્વ પ્રમેયત્વ
દ્રવ્યત્વ
વિસ્તુત્વ
અસ્તિત્વ આ વિષે તમારાથી સમજાય તેટલું કહો. આનો વિચાર કયારે કયારે કર્યો છે ? તેનું સમાઘાન એકમાં આવી જાય તે શું છે ?
આખા જગતનું સ્વરૂપ આમાં સમજે જ્ઞાની. જ્ઞાની તેને જાણવોજી. “Uાં નાફ સબં નાડું.” તેનો વિચાર કર્યો છે? ગુરુગમે જીવ જાગૃત થાય છે. અનુભવમાં સર્વ આવી જાય છે.
તા. ૨૯-૧૧-૩૧ વૃત્તિ ઉદયમાં આવે તેને સદ્ગુરુના બોઘની સ્મૃતિથી રોકવી. તે વિચારે પુરુષાર્થ કર્તવ્ય છે. અભ્યાસ કર્તવ્ય છે. ચાટવો હલાવ્યાથી ઊભરાઈ જાય નહીં. કષાય કયા વખતે નથી ? ત્યાં શું કરવું? ઉપશમદશા. તે કોને કહીએ ? બાહ્યવૃત્તિ ફર્યો, દ્રષ્ટિ ફર્યો તે ફરે છે. તે કેવા પરિણામથી ? પર્યાયવૃષ્ટિથી બધું દુઃખ છે; ફર્યો છૂટકો–ભાવ, વિચાર.
(૮)
તા. ૩-૧૨-૩૧ સદ્ગુરુએ યથાતથ્ય સ્વ-રૂપ જાણ્યું છે. આત્મા છે, તે જાણે, તે સાંભળે. શ્રદ્ધાથી માન્ય થયું તો પછી તેને કંઈ બાકી રહ્યું કે કેમ?
ઉદયકર્મનો વિપાક વિચિત્ર હોય પણ જો શ્રદ્ધા ફરે નહીં તો આત્માનું કલ્યાણ થઈ ચૂક્યું સમજવું. રૂનો ઢગલો બળી જશે–જરૂર.
તા. ૫-૧૨-૩૧
સપુરુષે કહ્યું હોય તે સત્ય છેજી. હું તો કહું જ નહીં. જ્ઞાનીએ કહ્યું તે જ કહું. જ્ઞાની કોને કહીએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org