________________
વિચારણા
૧૪૯ પ્રભુશ્રી– ઢાંકણું શું ? ઘાતી ડુંગર. મુમુક્ષુ– ઘાતી ડુંગર શું ? પ્રભુશ્રી– ઘાતી કર્મ. મુમુક્ષુ- સમ્યક્ત્વ પરિણમે કેમ? પ્રભુશ્રી– સદ્ગુરુના બોધે. મુમુક્ષુ- વરસાદમાં માટી પલળે, તેમ જીવ બોઘ પરિણયે પલળે ? પ્રભુશ્રી– પરિણમે ત્યારે પલળે. બાહ્યની દોડ છે.
“પ્રીતિ અનંતી પરથકી જે તોડે તે જોડે એહ !”
પ્રમાદ શું ? મદ, વિષયાદિ પ્રમાદના ભેદ છે. એક એવી કૂંચી છે કે જેથી બધા પ્રમાદ જાય છે, તે ગુરુગમ છે). “ઊઠી નાઠા બોદ્ધા.'
(૪) કાર્તિક સુદ ૧૩, સોમ, ૧૯૮૮
તા. ૨૩-૧૧-૩૧ પ્રભુશ્રી– ઉલ્લાસ પરિણામ શું? મુમુક્ષુ– રત્નત્રય જે કલ્યાણનું અપૂર્વ કારણ છે તે પર પ્રમોદ, રુચિ તે. પ્રસન્નચંદ્ર મુનિનાં
પરિણામ ફર્યા તેનું કારણ કૃપાદ્રષ્ટિ કે સન્મુખવૃષ્ટિ ? પ્રભુશ્રી- સન્મુખદ્રષ્ટિ છે. આત્મ-ઓળખાણે સન્મુખવૃષ્ટિ કહેવાય કે કેમ?
સમપરિણામ શાથી થાય ? ઓળખાણે. વિષમદ્રષ્ટિ છે ત્યાં સમપરિણામ નથી, કલ્યાણ પણ નથી. સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને જ્ઞાની મોક્ષ કહે છે.
કાર્તિક વદ ૨, શુક્ર, ૧૯૮૮
તા. ૨૭-૧૧-૩૧ ચિત્તની નિરંકુશતા” શું હશે તેનો વિચાર કર્તવ્ય છે. તેનો ઊહાપોહ થતો નથી. કાયરપણાની વાત ન કરવી.
પૂછતા નર પંડિત.' મૂંઝવણ, ગભરામણ, અશાતા ગમતી નથી. એનું ઓસડ શું? પુરુષાર્થ છે.
જેનો કાળ ખોજવામાં, પૂછવામાં જાય છે તેનો કાળ યથાર્થ જાય છે. ગઈ ક્ષણ પાછી આવતી નથી. સમય સમય મરી રહ્યો છે.
યથાર્થ બોઘમાં એક દ્રષ્ટિ-વૃત્તિ શા ઉપર કરવી ? સમ્યગ્ ભાવો ભાવી, સમ્યસ્થિતિ ઉપર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org