________________
१४६
ઉપદેશામૃત
તત્ સત્ આત્મા છે—દ્રષ્ટા, સાક્ષી છે. બંઘાયેલો છૂટે છે–સમભાવે જોયાથી. કર સમતા. સંચિત, પ્રારબ્ધ કર્મ ઉદયાથીન ભોગવી મુક્ત થાય છે. તે વિચાર. બંઘાયું કર્મ છૂટે ત્યાં રાજી થવું–આર્તધ્યાન, રૌદ્રધ્યાન કર્તવ્ય નથી. બ્રહ્મ માત્ર બાહ્યથી (એટલે પુદ્ગલથી) જુદું છેજી.
શાંતિઃ શાંતિઃ
નથી તે છે. છે તે નથી.
બધું ય છે.
બીજું.
વિચાર. સમજો.
પોતાની દ્રષ્ટિએ જીવ કલ્પી કલ્પીને પરિભ્રમણ કરે છે. જ્ઞાનીની દ્રષ્ટિએ જીવે વિચાર્યું નથી. જ્ઞાનીને ઘેર ઇજારો છે. બાહ્ય દ્રષ્ટિએ આત્મા ઠામ ઠામ બંઘાય છે. કણિયા વેરી નાખ્યા છે. બગડ્યું સુઘારવું. સુઘરેલું બગાડવું નહીં.
૭ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
ફાગણ વદ ૧૨, ૧૯૮૩ સપુરુષનો માર્ગ, સન્મુખવૃષ્ટિ, જ્ઞાનીનો બોઘ જેને પ્રાપ્ત થયાં છે તેને પૂર્વના પ્રારબ્ધના ઉદયે શાતા-અશાતા આવે છે તે વખતે તે જ્ઞાનીની કસોટી છેજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org