________________
સ્વભાવથી
શુદ્ધ ચેતના છે.
સામાન્ય કરીને શુદ્ધ ચેતના છે. વિશેષે કરીને જ્ઞાન-દર્શન-ચારિત્ર મય શુદ્ધ ચેતના છે.
વિચારણા
પ્રભુશ્રી–ઉજાગર શું છે ?
મુમુક્ષુ–સંપૂર્ણ આત્મોપયોગની જાગૃતિ. પ્રભુશ્રી—જાગૃતિ ક્યારે કહેવાય ?
મુમુક્ષુ—વીતરાગતા વર્તે ત્યારે.
પ્રભુશ્રી—વીતરાગતા કોને કહેવાય ?
વિભાવથી
અશુદ્ધ ચેતના છે.
તે ભ્રમ છે—
તેને લઈને અજ્ઞાન કહેવાય છે. તેથી મિથ્યા મોહ પરિણમી તે ભાવ સ્ફુરી, રાગદ્વેષ જીવમાં આવી જાય છે તેથી વિષયકષાયની સહાયતા લઈ જીવ શુભાશુભ કર્મબંધ બાંધે છે અને ભોગવતાં અભિન્નતા માને છે તે પૂર્વકર્મના ઉદયને લઈને છેજી.
તેથી સત્પુરુષથી યથાતથ્ય નિશ્ચય કરી શુદ્ધાત્મા ભિન્ન છે તે માનવું, વારંવાર વિચારવું યોગ્ય
છેજી.
[પ્રભુશ્રી મૌન રહેતા ત્યારે સ્લેટમાં પ્રશ્નાદિ લખતા અને ચર્ચા થતી તેની નોંધ]
(૧)
મુમુક્ષુ–સ્વરૂપનો અનુભવ સાચો શુદ્ધ હોય ત્યારે વીતરાગતા હોય.
પ્રભુશ્રી—અનુભવ તે ગુરુમુખથી સાંભળીને વેદાય તે કેમ ?
મુમુક્ષુ–ગુરુમુખથી શ્રવણ અનુભવ થાય તે સાચો. પ્રભુશ્રી—આ જીવે ગુરુમુખથી જાણ્યું છે ?
મુમુક્ષુ જેણે જાણ્યું છે તેણે જાણ્યું છે; તે જ્ઞાની છે.
Jain Education International
કાર્તિક સુદ ૯, બુધ, સં. ૧૯૮૮
તા. ૧૮-૧૧-૧૯૩૧
૧૪૭
પ્રભુશ્રી—આ જીવે ગુરુમુખથી જાણ્યું છે, માન્યું છે, પરિણમ્યું છે, અનુભવ્યું છે; પછી કાંઈ છે કે કેમ ?
મુમુક્ષુ–બારમા ગુણસ્થાનક સુઘી સાધન અને સદ્ગુરુનું અવલંબન કહ્યું છે. પ્રભુશ્રી—શ્રી મહાવીરે પણ સાડા બાર વર્ષ કર્મક્ષય કરવા પુરુષાર્થ કર્યો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org