________________
૧૪૫
વિચારણા જ્ઞાન, દર્શન, ચારિત્ર, નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. અસંગ છું, એક છું.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
વા'લપ સર્વ ઉપર નહીં કરવી. વિભાવ પરિણામથી થાકવું. સર્વ ભ્રમ છે. સર્વ પ્રાણીને આધારભૂત પૃથ્વી છે, તેમ આત્માને કલ્યાણરૂપ શાંતિ. અંતરઆત્માથી બાહ્ય આત્મા છોડું છું અને પરમાત્માનું સ્મરણ કરું છું. બ્રહ્મચર્ય એ સર્વોત્કૃષ્ટ સાઘન છે. ઊંડો વિચાર કરવો. ઘડી વાર જીવને વીલો મૂકવો નહીં; મન કહે એમ નહીં કરવું. અમૂલ્ય આત્મા છે, નિર્મુલ્ય નહીં કરવો. સર્વ તુચ્છ છે, તું અમૂલ્ય છે. સર્વ ભૂલી જવું. સદા સમીપમાં રહેવું. સર્વનો શિષ્ય થવું. ક્રોધાદિ કદી ન કરું. મોહાદિ, રાગાદિ ન કરું. મુક્તિ સિવાય ઇચ્છું નહીં. સાતમી તમતમપ્રભા નરકની વેદના હે ભગવાન ! સંમત કરું; પણ જગતની મોહિની જોઈતી નથી. ક્ષણે ક્ષણે વૃત્તિ બદલાતી જોઈતી નથી. જે રૂપ દૃશ્ય છે તે જાણતું નથી, જાણે છે તે દ્રશ્ય નથી; ત્યારે વહેવાર કોની સાથે કરવો ? વહેવાર તો જાણે તેની સાથે ઘટે. આત્મા અરૂપી ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી, માટે મધ્યસ્થ–ઉદાસીન થાઉં છું. જીવને ભેદજ્ઞાનની જરૂર છે. અતિ ખેદની વાત છે કે વિષયોના આકાર વડે સર્વ જ્ઞાનરૂપી ઘનને હરી લેનાર અને દેહમાં રહેલા ઇન્દ્રિયોરૂપી તસ્કરોએ લોકનો નાશ કર્યો છે.
સહજાત્મસ્વરૂપ પરમગુરુ અમે જાણીએ છીએ. અમને ખબર છે. હવે શું છે ? સ્વાર્થબુદ્ધિ કરો છો. સ્વપરહિત કર્તવ્ય છે. જૂનું મૂક્યા વિના ચાલે તેમ નથી. મૂકવું પડશે. ભૂલી જાઓ. અસંગ. અપ્રતિબંઘ. સમભાવ. સમતા. ક્ષમા. ઘીરજ. સદ્વિચાર. વિવેક. સમાધિમરણ.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org