________________
૧૪૨
ઉપદેશામૃત તેટલો સંપ રહેશે. અને ઐક્યનું બળ વહેવાર-પરમાર્થમાં જરૂરનું છે. આપણને ન ગમતું હોય તો પણ વડીલનો વાંક આપણા દિલમાં ન વસે તેમ વર્તવું. તે કાંઈ કહી જાય તો તે મોટા છે, કઠણ વચન કહેનાર જગતમાં કોઈ મળે તેવું નથી, ભલે ! બોલી ગયા. માટે માઠું લગાડવું નહીં. આમ ગંભીરતા રાખીને સહનશીલતા અને વિનય સાચવીને વર્તશો તો સુખી થશો.
૩૦
અમારા આત્મામાં કોઈ જાતનો વિષમ ભાવ નથી. તમે અમારા સાક્ષાત્ આત્મા છો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો' એ જ માર્ગ. પરમગુરુનાં પરમ હિતકારી વચન સ્મૃતિમાં લાવી ચિત્તવૃત્તિ સપુરુષના વચનમાં બોઘમાં રાખવાથી કોટિ કર્મનો ક્ષય થાય છે. ક્ષમા, ખમીખૂદવું, સહનશીલતા, ઘીરજ, શાંતિ, સમભાવ–આ પરમ ઔષધિ જ્ઞાનીઓએ બતાવી છે, તે વડે અનંત દુઃખથી ભરેલો આ સંસારસમુદ્ર તરી શકાય છે. શારીરિક વેદના વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થશે અને અશાતા પછી શાતા જણાશે. તડકા પછી છાંયડો અને છાંયડા પછી તડકો, એમ ભરઢોળ ભરઢોળ ઘટમાળની પેઠે થઈ રહ્યું છે. તેમાં સમજુ પુરુષો હર્ષ-શોક કરતા નથી. ઊલટું અશાતાના પ્રસંગને કસોટીનો વખત ગણી તેની સામે થાય છે, અને વિશેષ વીર્ય ફોરવી અશાતાના વખતને આત્મકલ્યાણનું ઉત્તમ નિમિત્ત બનાવે છે; સંસારની અસારતા જાણી, એકત્વ ભાવના ભાવી અસંગ એવા આત્માનો નિરંતર લક્ષ રાખે છે. અનેક મહા પુરુષોને કષ્ટના પ્રસંગો આવી પડ્યા છે. શ્રી ગજસુકુમારને માથે સગડી કરી અંગારા પૂર્યા તે વખતની અસહ્ય વેદના સમભાવે શ્રી નેમિનાથ ભગવાનના વચનબળે સહન કરવાથી, હજારો ભવ કરવાના હતા તે બઘા પતાવી, મોક્ષમાર્ગે પધાર્યા. તેમજ શ્રી અવંતિસુકમાલ જેવા સુકોમલ શરીરવાળાને, વનમાં શિયાળે ત્રણ દિવસ સુધી પગથી લઈને આંતરડાં સુધી માંસ તોડી ખાધું તે સહન કરવું પડ્યું છે. છતાં ઘન્ય છે તેમની સમતાને કે સદ્ગુરુએ જણાવેલા આત્માને તે સમયે માત્ર પણ વિસર્યા નથી. તેવી જ રીતે પાંડવોને તપાવેલા લોઢાનાં લાલચોળ આભૂષણો પહેરાવ્યાં, છતાં મનમાં કાંઈ પણ નહીં લાવતાં શરીર બળવા દીધું અને આત્મામાં વૃષ્ટિ રાખી કલ્યાણ કરી ગયા.
આવાં દ્રષ્ટાંતો યાદ રાખી ધીરજ ઘરવી. આ જીવે નરક-નિગોદાદિ દુઃખોનો અનંત વાર, અનુભવ કર્યો છે. કશું સહેવામાં બાકી રાખી નથી. હિમ્મત હારી જવા જેવું નથી. કાયર થયે પણ કર્મ કાંઈ છોડે તેમ નથી. તો શૂરપણું ગ્રહીને જ્ઞાનીનો સમતાભાવનો માર્ગ ગ્રહણ કરી દેહાદિથી પોતાનું ભિન્નપણું વિચારી, દ્રષ્ટા સાક્ષીભાવે રહેવું કર્તવ્ય છે. બીજું બધું ભૂલી જવા જેવું છે. જે જે સંકલ્પો વિકલ્પો આવી ખડા થાય તેને માન નહીં આપતાં, તેમાં ખોટી ન થતાં, તેમને દુશ્મન જાણી તેથી મન ફેરવી વાળી, સદ્ગુરુના શરણમાં, તેના બોઘમાં, સ્મરણમાં લીન થવું ઘટે છે. કાળનો ભરોસો નથી; લીઘો કે લેશે થઈ રહ્યું છે. આ મનુષ્યનો ભવ ગમે તેવી દશામાં હો, પણ તે દુર્લભ છે; એમ જાણી સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી. એ ભગવાનનાં વચનો વારંવાર વિચારી શુદ્ધ આત્મસ્વરૂપની ભાવનામાં નિરંતર રહેવા પુરુષાર્થ કર્તવ્ય છે. હું કાંઈ જાણતો નથી, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org