________________
પત્રાવલિ–૨
“ જ્ઞાન
ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ; ઇનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા શીલ સંતોષ.''
⭑ ⭑
૨૮
તા. ૮-૨-૩૬
જીવને જન્મ-મરણનાં દુ:ખ જેવું બીજું કોઈ દુ:ખ નથી. અને તૃષ્ણા મૂર્છાને લઈને જન્મ-મરણ થયા કરે છે. કોઈની તૃષ્ણા પૂરી થાય તેમ નથી. ગમે તેટલી કમાણી કરી હોય તોપણ કંઈ સાથે જવાનું નથી. સાડા ત્રણ હાથની જગામાં દેહને બાળી નાંખશે. માથે મરણનો ભય છે, છતાં જીવ જાણે છે કે જાણે મારે મરવું જ નથી. એમ ઘારી આંખો મીંચી આરંભપરિગ્રહમાં પ્રવર્ત્ય કરે છે અને રાતદિવસ કલ્પના, કલ્પના અને કલ્પનામાં જ ગૂંચાઈ રહ્યો છે.
“ જહાં
કલપના-જલપના, તહાં માનું દુ:ખછાંઈ; મિટે કલપના–જલપના, તબ વસ્તુ તિન પાઈ. '' ‘ક્યા ઇચ્છત ? ખોવત સબે ! હૈ ઇચ્છા દુઃખમૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.''
Jain Education International
૧૪૧
આમ પરમકૃપાળુ દેવે તો પોકારી પોકારીને કહ્યું છે, પણ જીવે તે કાને ઘર્યું નથી. ‘કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.’ ‘તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં,' એમ આ જીવે કંઈ લક્ષમાં લીધું નથી. ભણ્યો પણ ગણ્યો નહીં. વાતોએ વડાં ન થાય. વાતોનાં વડાંથી પેટ ન ભરાય. હવે તો કંઈક જાગૃત થાય, ચેતે અને સત્પુરુષાર્થ કરે તો કલ્યાણ થાય. ‘આત્મા છે', એમ સાંભળ્યું છે, વાતો કરી, પણ કંઈ અનુભવ થયો ? જે કરવા યોગ્ય છે તે આ જીવે કર્યું નથી. આરંભ-પરિગ્રહ, વિષય, વાસના, તૃષ્ણાનું અલ્પત્વ ક૨વાથી સમાઘિસુખ પ્રગટે. માત્ર જીવને સમજણની જરૂર છે. તેને માટે સત્સંગ સમાઘિ બોધ અને શ્રદ્ધા સહિત સત્પુરુષાર્થ કર્તવ્ય છે. સમભાવ કોઈ અપૂર્વ ચીજ છે ! તેને તેડાવજો, હ્રદયમાં સ્થાન આપજો. ‘સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.' સમભાવની ઓળખાણ, સમજ કરી લેવાની છે. ‘ભાન નહીં નિજરૂપનું તે નિશ્ચય નહિ સાર.'
અંતર્મુહૂર્તમાં સમકિત, અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય એમ કહ્યું છે, તે જૂઠું નથી. માત્ર જીવના ભાવ જાગવા જોઈએ. તે કોઈના હાથની વાત નથી. ‘મારે તેની તરવાર.’‘ચતુરની બે ઘડી ને મૂરખના જન્મારા.
'
૨૯ અમદાવાદ, માગશર સુદ, સં. ૧૯૯૧
અમને બ્યાસી વરસ થયાં. હવે આ છેલ્લી શિખામણ લક્ષમાં લેશો તો હિત થશે. અમારી પેઠે શેઠજીને પણ ઉમ્મર થઈ છે, તેમણે પકડ કરી છે તે તમારે સર્વેને કરવાની છે. સંપીને રહેશો તો સુખી થશો. ‘સંપ ત્યાં જંપ.' કષાયનો અભાવ તેટલો ધર્મ સમજવા યોગ્ય છે. ભાઈઓમાં તેમજ બાઈઓમાં જેટલો એકબીજા તરફ સદ્ભાવ રહેશે, આજ્ઞાંકિતપણું રહેશે, વડીલોની મર્યાદા રહેશે
For Private & Personal Use Only
www.jainelibrary.org