________________
૧૪૦
ઉપદેશામૃત ભોગવવું પડશે. તો કુટુંબ આદિનો પ્રતિબંઘ ઓછો કરી સત્સંગ સમાગમમાં વિશેષ ચિત્તની વૃત્તિ વળે તેમ વિચારી પ્રવર્તવા યોગ્ય છે. | ગમે તેટલાં દુઃખ વેઠવાં પડે, ઘનની હાનિ થતી હોય, અપમાન થતું હોય તોપણ સત્સંગસમાગમ કરતા રહેવા ભલામણ છે, તે ભૂલશો નહીં. હૃદયમાં ઊંડા ઊતરી વિચારશો અને આ જીવ બિચારો મનુષ્ય ભવ હારી ન જાય તે માટે તેની દયા ખાવા યોગ્ય છે. આવો અવસર બીજા કોઈ ભવમાં મળવો અત્યંત દુર્લભ છે. માટે ચેતી જજો.
૨૬
કાર્તિક સુદ ૭, સં. ૧૯૯૨ એક સદ્ગુરુનું શરણ દ્રઢ ગ્રહણ કરી નિર્ભય થઈ જવા યોગ્ય છે. વ્યાધિ, પીડા, પરિષહઉપસર્ગ ગમે તે આવી પડે તે ઘીરજ, સમતા, સહનશીલતાથી ખમીખુંદવાં. તે બઘાં જવા માટે આવે છે. અનંત કાળથી કમ આવે છે અને જાય છે. કોઈ ટકી શક્યાં નથી. નરકનાં દુઃખ પણ જીવે અનંત વાર ભોગવ્યાં, પણ આત્માનો કોઈ પ્રદેશ ઘસાઈ ગયો નથી કે ઓછો થયો નથી. માટે કશાથી ગભરાવું નહીં. આવ્યાં તેથી બમણાં આવો, એમ કહ્યું વઘારે આવવાનાં નથી અને જતાં રહો કહ્યું જતાં રહેવાનાં નથી. ગયાં તે ફરી કદી આવવાનાં નથી. માટે એક અવલંબન સદ્ગુરુનું ગ્રહી તેને શરણે જે થાય તે જોયા કરવું, ગભરાવું નહીં. મંત્રનું સ્મરણ નિરંતર કર્યા કરવા યોગ્ય છે. જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી સ્મરણમાં ભાવ રાખવો. જ્ઞાની પુરુષ જેવો આત્મા જાણ્યો છે, તેવો જ મારો આત્મા છે. આવરણને લઈને મને ખબર નથી પણ જેનું શરણ મેં ગ્રહણ કર્યું છે તેણે નિઃશંકપણે સત્ય આત્મા જાણ્યો છે, એ શ્રદ્ધા અચળપણે મરણ પર્યત ટકાવી રાખવા યોગ્ય છે. આટલી દૃઢતા રહે તો આત્માનો કોઈ વાંકો વાળ કરનાર નથી.
“ચિંગ ઘણી માથે કિયા રે, કુણ ગંજે નર એટ ?”
૨૭
તા. ૨૬-૧-૩૬ સત્સંગ, સપુરુષાર્થની જીવને બહુ જરૂર છે. “વાતોએ વડાં નહીં થાય', કરવું પડશે. એક મરણિયો સોને ભારે. ઊઠો, ઊભા થાઓ. મારે તેની તરવાર. તમારી વારે વાર. યોગ્યતા લાવો. પાત્ર વિના શામાં મુકાય ? યોગ્યતા હોય તો વાર નથી. આત્મા જ કરશે. કર્યા વિના છૂટકો નથી. જીવનો જ વાંક છે. વાત છે માન્યાની. “એ મળે, એ સુષ્ય અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” સપુરુષાર્થ વિષે, વિનય વિષે, લઘુતા વિષે અમૃત સમાન–મરતાને જીવતાં કરે તેવો અત્યુત્તમ બોઘ સાંભળી હૃદયમાં કોતરી રાખવા યોગ્ય છે. મીઠી વીરડીનું પાણી છે; પીશે તેની તરસ છીપશે, ભરી લેશે તેને કામમાં આવશે અને પ્રમાદમાં વહી જવા દેશે તે પસ્તાશે, તરસે મરશે. આ જીવ પ્રમાદમાં ગળકાં ખાઘા કરે છે, ચેતતો નથી એ મોટી ભૂલ છે. ભરત, ચેત !'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org