________________
પત્રાવલિ–૨
૧૩૯ ચક્રવર્તી જેવા છ ખંડનું રાજ્ય અને ૯૬૦૦૦ સ્ત્રીઓ તજી આત્મહિત કરવા ભિખારીની પેઠે અકિંચન થઈ ચાલી નીકળ્યા તેમનો કેટલો વૈરાગ્ય હશે ? અને આ જીવ આમ નિર્માલ્ય ચીજોમાં વૃત્તિઓ પરોવી રાખી સુખી થવા ઇચ્છે છે; તો આ સુખનો રસ્તો છે કે મહાપુરુષોએ આચરેલો રસ્તો મહા સુખકારી છે ? તે વાતનો ઊંડા ઊતરી વિચાર કરવા યોગ્ય છે. સત્સંગના અભાવમાં અનાદિ મોહનું બળ જીવને કર્મ બંઘાય તેવાં કારણોમાં ફસાવી દે છે અને તેમાં જીવ આનંદ માને છે. પણ તે પ્રત્યે ઝેર, ઝેર અને ઝેર વૃષ્ટિ રાખી સત્સંગની ભાવના રાખીને જીવવા યોગ્ય છે, અને લાગ મળે જરૂર સત્સંગ વિશેષ વિશેષ ઉત્સાહથી કરતા રહેવા યોગ્ય છે. કહેનાર કહી છૂટે, પણ માનવું ન માનવું તમારા હાથની વાત છે. સત્સંગ, ભક્તિમાં ભાવ વધે તેમ સત્સંગના વિયોગમાં પણ મુમુક્ષુઓએ વર્તવા યોગ્ય છે.
૨૫ માગશર, સં. ૧૯૯૨, તા. ૧૪-૧૧-૩૫ ઘણા મુમુક્ષુઓ દૂરદૂરથી આવી, પરમકૃપાળુદેવની ભક્તિમાં રંગાઈ આત્મહિત સાધી જાય છે, અને આપને આટલો સમાગમ થયો હોવા છતાં એવું શું કારણ છે કે સત્સંગ-સમાગમ કરવામાં આટલું બધું વચ્ચે આડું આવે છે? ઘન, કુટુંબ, કાયા આદિને માટે કાંઈ કામ હોય તો તેની કાળજી જેમ રાખો છો અને તે કામ વહેલું મોડું કરી લો છો તો આ આત્માનું હિત થાય તે કામ કરવા માટે સત્સંગની જરૂર નથી લાગતી ? કે આ કામ ઓછું અગત્યનું છે? કે આત્માનું હિત થાય તેવું આ ભવમાં નથી કરવું એવો નિશ્ચય કર્યો છે કે શું ધાર્યું છે ? ઘન, કાયા આદિ પદાર્થો તો કાલે સવારે રાખ થઈ ઊડી જશે. કોઈ કોઈનું સગું નથી. સ્વ. માઘવજી શેઠ માલમિલકતમાંથી શું સાથે લઈ ગયા? ઘર્મ પ્રત્યે જેટલો પ્રેમ તેમને આખરે જાગ્યો હતો તે તેમની સાથે ગયો અને તેમને સારી ગતિમાં લઈ ગયો. સંસારની પ્રવૃત્તિમાં તો જીવ અશુભભાવ કરી અધોગતિએ જવું પડે તેવાં કારણો મેળવી રહ્યો છે. તેમાં જે કોઈ પુરુષનાં વચનો સાંભળી કાન ઘરશે, જાગૃત થશે અને ઘર્મ આરાઘશે તે સુખી થશે. જેને પુરુષનો યોગ થયો છે, જેણે પુરુષની સેવા કરી છે તેવાએ તો આ અસાર સંસારમાં પામર પ્રાણીની પેઠે તેમાં ને તેમાં તણાઈ જવા યોગ્ય નથી. સો-બસો રૂપિયા મળવાના હોય તો જીવ ગાડીએ બેસીને મુંબઈ સુઘી દોડ્યો જાય, પણ સત્સંગમાં જે અલભ્ય લાભ મળે છે, જન્મ-જરા-મરણ છૂટી મોક્ષ થાય તેવા સમકિતનો લાભ થાય છે તેવા જોગનું જીવને માહાસ્ય જ હજી ભાસ્યું નથી. બોઘની જીવને ખામી છે, અને સત્સંગ સિવાય તેની પ્રાપ્તિ થતી નથી; તેથી વારંવાર સમાગમનો જોગ બને તેવો પુરુષાર્થ કર્તવ્ય છે. આપના નિમિત્તે આપનાં માતુશ્રી, ભાઈ વગેરે ઘણા જીવોને આત્મહિતનું કારણ થાય તે પ્રમાદને કારણે કે મોહને લઈને અટકી રહ્યું છે; તો જાગૃત થઈ આત્માની સંભાળ હવે લેવાનું કરશો.
વિશેષ શું કહેવું ? કાળનો ભરોસો નથી. લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે. ઓચિંતો કાળ આવી પહોંચશે અને સંસારનાં બધાં કામ અધૂરાં મૂકી એકલા ચાલી નીકળવું પડશે. કાયામાં રોગવ્યાધિ પ્રગટ થયે કોઈ લઈ શકશે નહીં, બઘાં તાકી રહેશે અને આ આત્મા એકલાને જ દુઃખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org