________________
પત્રાવલિ–ર
૧૩૫
૨૧
તીર્થક્ષેત્ર આબુ, તા.૨-૬-૩૫
તત્ સત્ બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો: સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ?'”—શ્રીમદ્ રાજચંદ્ર જન્મ-જરા-મરણનાં દુઃખ મોટાં છે. રાજા કે રંક સર્વને માથે મરણ છે. તે ટાળવા માટે સત્સંગની જરૂર છે. સત્સંગના ઘણા ભેદ છે. પણ જ્યાં આત્માની જ વાત થતી હોય, કોઈ ભેદી પુરુષ હોય અને તે આત્મા વિષે જણાવે છે ત્યાં સાંભળતાં પણ ઘણા ભવ ઓછા થઈ જાય છે. આ બીજાને ન જણાય, પણ જ્ઞાની જાણી રહ્યા છે.
“આત્માનું બળ વઘારે કે કર્મનું બળ વઘારે હશે ?'
બળ તો આત્માનું વઘારે છે. પણ તે સૂર્યની આડે વાદળો આવ્યાં હોય તેથી સૂર્યમાં ઘણી ગરમી હોવા છતાં તે દેખાતો નથી, ઢંકાઈ રહે છે અને ટાઢ વાય છે, પણ તે વાદળાં દૂર થઈ શકે છે; તેમ અત્યારે જીવ કર્મથી ઘેરાયો છે અને બધી શક્તિ આવરણ પામેલી લાગે છે પણ તેનો મોક્ષ થઈ શકે છે.
બહુ ઊંડી વાત જણાવીએ છીએ. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે, મોક્ષ છે અને તે મોક્ષના ઉપાય છે—એ છ પદનો બહુ વિચાર કરવા યોગ્ય છે. “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એનો વિસ્તાર કરેલો છે તે બહુ વિચારવા યોગ્ય છે. મોટાં મહાભારત, પુરાણ કે જેનનાં શાસ્ત્રો કરતાં બહુ સુગમ અને સરળતાથી સર્વ શાસ્ત્રના સારરૂપ “આત્મસિદ્ધિમાં વાત કરેલી છે. તે ગહન વાત વિચારવાન જીવને બહુ લક્ષમાં લેવા યોગ્ય છે. નાના પુસ્તકના આકારે જણાય છે પણ તે ચમત્કારી વચનો છે. તે વિષે અમે બહુ કહેતા નથી. તે લબ્ધિવાક્યો છે; મંત્રસ્વરૂપ છે. રિદ્ધિ-સિદ્ધિની કંઈ જરૂર નથી; પણ જન્મ-મરણના ફેરા ટાળે તેવાં તે વચનો છે. કોઈ સમજે, ન સમજે, તો પણ કાનમાં તે વચનો પડવાથી પણ પુણ્ય બાંધે છે. તેમાં જે આત્મા વિષે વાત જણાવી છે તે માન્ય કરવા યોગ્ય છે; શ્રદ્ધા કરવા યોગ્ય છે. તેમાં ગુરૂગમની જરૂર છે. તે આવે તો જેમ તિજોરીનાં તાળાં ઊઘડે અને જે જોઈએ તે કાઢી લેવાય તેમ ગુરુગમથી આત્માને ઓળખાણ થાય છે. ગુરુગમ ન હોય તો વસ્તુ પ્રાપ્ત થતી નથી. તિજોરી ઉપર હાથ ફેરવે પણ અંદરની વસ્તુ ન મળે તેમ ગુરુગમરૂપી કૂંચી વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી.
- ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૨
તા. ૨૦-
૧૩૫ ઘણી વાર મહેનત કરવા છતાં જે વૈરાગ્ય અને ઉપશમની પ્રાપ્તિ થતી નથી તે વૈરાગ્યાદિની પ્રાપ્તિ સુલભ થાય એવો મહાવ્યાધિનો અવસર આવે છે ત્યારે દેહની અને આ સંસારની અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org