________________
૧૩૪
ઉપદેશામૃત
જીવ મરી રહ્યો છે. તો જેટલો કાળ તે વચનો સાંભળવામાં જાય, તેના વિચારમાં જાય તે જીવનું મરણ સુધારનાર સમાધિમરણનું કારણ છે.
મન વશ કેમ થાય ? ભેદ-વિજ્ઞાન એ જ મન વશ કરવાનો ઉપાય છે. તેને માટે સત્સંગ અને સદ્બોધની આવશ્યકતા છે, ઘણા બોઘની જરૂર છે. તે હોય તો જીવ જાગૃત થાય; તો પછી એને કાંઈ કહેવું જ ન પડે. સદ્બોધની બલિહારી છે. એ જ ઇચ્છવા યોગ્ય છે અને ખાસ કાળજી રાખી અંતરમાં ઉતારવા યોગ્ય છે, પરિણામ પામે તેમ કર્તવ્ય છે.
૨૦
સમય માત્રનો પ્રમાદ કરવા યોગ્ય નથી. તેમાં ઘણો અર્થ સમાયો છે. એવો કયો સમય સમજવો ? સમય શાને કહેવો ? બહુ ઊંડા ઊતરીને વિચારવા યોગ્ય છે. કાળ તો સદાય છે. પણ એવો સમય આવે કે જેથી સમિત થાય, કેવળજ્ઞાન થાય તેવો સમય કયો ? પ્રમાદે જીવનું ભૂંડું કર્યું છે. જ્યાં સુધી નીરોગી શરીર હોય, ઇન્દ્રિયોની હાનિ થઈ નથી, વૃદ્ધાવસ્થા આવી નથી અને મરણાંતિક યાતના આવી નથી ત્યાં સુધી ધર્મ કરી લેવા યોગ્ય છે.
શ્રબરી બંગલો, માઉન્ટ આબુ
તા. ૨-૪-૩૫
ધર્મ શું ? ઉપયોગ એ ધર્મ છે. ઉપયોગ એ આત્મા છે. જીવે ઘણી વાર આ સાંભળ્યું છે, પણ સામાન્ય કરી નાખ્યું છે. આ તો હું જાણું છું, ઓહો ! આ તો હું જાણતો હતો આમ જીવે અમૂલ્ય રત્નચિંતામણિ જેવી ચીજને કાંકરા તુલ્ય ગણી કાઢી છે.
Jain Education International
‘હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાન્તતત્ત્વ અનુભવ્યાં.''
આ ‘અમૂલ્ય તત્ત્વવિચાર' નામ રાખી પરમકૃપાળુદેવે જણાવ્યું છે તોપણ જીવ મોહનિદ્રામાં ઘોર્યા કરે છે. અનંતકાળે આ વાત હાથ આવી છે અને જો જાગૃત થઈ તેનો લાભ નહીં લેવાય તો અનંતકાળે પણ હાથ લાગવી દુર્લભ એવી પરમપુરુષની વાણી સત્સંગમાં સાંભળવાની મળે છે. તેનું અત્યંત માહાત્મ્ય રાખી બને તેટલો વિચાર કરી, વારંવાર તે ભાવનામાં રહેવા યોગ્ય છે. ઘાડ પડે એવો દુકાળ હોય કે બહારવટિયાનો ભય હોય ત્યારે લોકો જેમ જાગૃત રહે છે, ચેતતા રહે છે કે રખેને આખો જન્મારો મહેનત કરીને મેળવેલું ઘડીકમાં લૂંટાઈ જાય; તેમ મરણરૂપી ઘાડ અવશ્ય આવવાની છે અને મનુષ્યભવની સામગ્રી લૂંટાઈ જવાની છે. પરંતુ જે પહેલેથી ચેતી લેશે, ધર્મ કરી લેશે, આત્માનું ઓળખાણ કરી લેશે, ઉપયોગપૂર્વક વર્તતા રહેશે તે બચી જશે, તે અમર થશે, શાશ્વતપદ પામશે. આ કાળમાં, સકિત પામી શકાય તેમ છે. તે અવસર જો જીવ ચૂચો તો ફરી આવો અવસર આવવો દુર્લભ છે. ‘છ પદ’ના પત્રનો વારંવા૨ દ૨૨ોજ વિચાર કર્તવ્ય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org