________________
પત્રાવલિ–૨
૧૩૩ ઘણી કાળજી રાખી સાંભળ્યા કરવું. સાંભળતાં સાંભળતાં આત્મસ્વરૂપનું ભાન થશે. કાંઈ ગભરાવા જેવું નથી. કાંઈ ગમતું નથી. ચાલો ઊઠી જઈએ, જતા રહીએ એમ કરવા યોગ્ય નથી. ગમે તેટલાં કષ્ટ પડે તોપણ તે વિષેની વાત સાંભળવી ઘટે છે. શાતા-અશાતા તો કર્મ છે, તેનાથી કાંઈ ગભરાવું નહીં. એ આપણું છે જ નહીં. સર્વ જવાનું છે. આત્માનો કદી નાશ થવાનો નથી. તેની ઓળખાણ કરી લેવાની છે. સત્સંગે તે થાય છે.
*
*
૧૮
તા. ૧૯-૩-૩૫ એક સમ્યકત્વની ભાવના કર્તવ્ય છે. અનંતકાળથી જીવ અનંત દોષ કરતો આવ્યો છે. પરંતુ જો આ ભવમાં સર્વ દોષ ટાળવાના હથિયારસમું સમક્તિ પ્રાપ્ત થાય, તો આ કાળમાં મોક્ષ પામવા સમાન છે. જીવને પોતાની કલ્પના કોઈ ને કોઈ રૂપમાં આડી આવે છે, તે ટાળવી. એક પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને ગુરુ માનો. તે મહા અવલંબનરૂપ છે, સફરી જહાજ છે. અમે તેને ભજીએ છીએ. અને એ નિર્ભય રસ્તો શોધી તેનું અવલંબન લઈ નિઃશંક સત્ય માનવા જણાવીએ છીએ. એ એક જ દ્રષ્ટિ કર્તવ્ય છે. તેમાં પોતાની કલ્પના ઉમેરી કોઈ અમને, કોઈ પોપટલાલભાઈને કે ગમે તે બીજા ઉપાસકને ઉપાસ્યરૂપે માનશે તો તેના સ્વચ્છેદથી માનવાનું ફળ તેવું આવવા યોગ્ય છે. કોઈ વાત કરનારને વળગી ન પડવું. તે જેમ જણાવે, આજ્ઞા કરે તે પ્રમાણે જો આપણા ભાવ થશે તો “વાળ્યો વળે જેમ હેમ' એવી દશા આવતાં જીવને યોગ્યતા વઘશે. નૂરભાઈ પીરભાઈ કરીને જેમણે પોતાની મતિકલ્પના ઊભી રાખી છે તે હજી સ્વચ્છેદ વેદે છે. એક પરમકૃપાળુદેવની ભક્તિ પરમપ્રેમે કર્તવ્ય છે, તેમાં સર્વ જ્ઞાનીઓ આવી જાય છે; સર્વ જ્ઞાનીઓના ઉપાસક મહાપુરુષો પણ આવી જાય છે; પોતે પણ પડી રહેતો નથી.
આપે અનેક વાર સાંભળ્યું હશે તોપણ વિશેષ વિચારવા જેવું છે. તે લક્ષમાં રાખી સપુરુષની દ્રષ્ટિએ ભાવના-ભક્તિ કર્તવ્ય છે. વિશેષ શું ? “ગાળTU વો તવો–આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાઘન એ જ તપ.' હે ભગવાન ! હવે ભૂલ રહે નહીં ! અને અલ્પ સાઘન બને તો અલ્પ, પણ યથાર્થ થાય એ જ ભાવ નિરંતર રાખવા યોગ્ય છે. પોતે પોતાનું કરી લેવા યોગ્ય છે. પોતાના દોષ જોઈ, તેનો પશ્ચાત્તાપ કરી તે દૂર કરી સદ્ગુરુશરણે જે થાય તે જોયા કરવા યોગ્ય છે.
હું-મારું હૃદયેથી ટાળ, પરમારથમાં પિંડ જ ગાળ.
૧૯ શ્રી આબુ, ચૈત્ર વદ ૪, સં. ૧૯૯૧ જેનાં મહાભાગ્ય હશે અને સારું થવાનું સર્જિત હશે તેને સત્પરુષનાં દર્શન, સમાગમનો લાભ પ્રાપ્ત થશે અને અપૂર્વ માહાત્ય સમજાશે.
વસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, આત્મસિદ્ધિ અને છ પદનો પત્ર એ અમૂલ્ય વાતો હૃદયમાં કોતરી રાખી ઊંડી સમજણ કરવા યોગ્ય છે. તેમાં સર્વ શાસ્ત્રોનો સાર આવી જાય છે. સમયે સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org