________________
૧૩૨
ઉપદેશામૃત નિઃશંક વાત છે. અને તેવો જ આપણો આત્મા છે. અત્યારે તેનું ભાન નથી, તોપણ તે માન્ય કરવું અત્યારે બની શકે તેમ છે. આટલી પકડ મરણ-વેદના વખતે પણ રહે તેવો અભ્યાસ થઈ જાય તો સમાધિમરણ આવે, જન્મ-મરણનાં દુઃખ ટળે અને કામ થઈ જાય. કરોડો રૂપિયા કમાવા કરતાં વઘારે કીમતી આ કામ કરવા યોગ્ય છે, સ્મૃતિમાં રાખી લઈ મંડી પડવા યોગ્ય છેજી. “ફિકરતા ફાકા ભર્યા, તાકા નામ ફકીર' એની પેઠે નિશ્ચિંત થઈ જવાય એવું છે. સપુરુષાર્થ કર્તવ્ય છે.
૧૭
શ્રી આબુ, તા. ૨૬-૩-૩૫ એકાંત નિવૃત્તિનો યોગ ઘણો હિતકારી છે. મોટા મુનિવરો એકાંત નિવાસ સેવે છે. આસ્રવમાં સંવર થાય એવી કોઈક રમત જ્ઞાની પુરુષ પાસે છે. જે જે જુએ, જે જે કાંઈ કરે ત્યાં પ્રથમ આત્મા છે. તેના વિના તરણાના બે કટકા પણ થઈ શકે તેમ નથી એમ પરમ કૃપાળુદેવે જણાવ્યું છે. આત્માને મૂકીને કાંઈ થતું નથી. મારી નાખ આત્માને, કદી તે મરી શકશે ? માત્ર ઓળખાણ નથી. જેમ ઝવેરીને હીરાની ઓળખાણ છે તો તેની કિંમત સમજાય છે. કઠિયારાના હાથમાં રત્નચિંતામણિ આવે તોપણ કાંકરો જાણી તે ફેંકી દે છે. રત્નચિંતામણિ તો આ મનુષ્યદેહ છે. આવો યોગ પુણ્યાઈનું ફળ છે. તે પણ જોઈએ છે. પુણ્યાઈ છે તો અત્યારે આ નિવૃત્તિના યોગે આત્માની વાત કાનમાં પડે છે અને પરિણમે છે. પરિણામ પરિણામમાં પણ ઘણા ભેદ છે. ભાવ અને પરિણામ વારંવાર કહીએ છીએ તે વિચારવા યોગ્ય છે.
“આત્મસિદ્ધિ' અમૂલ્ય છે; રિદ્ધિ-સિદ્ધિઓ, અનેક ચમત્કારોથી તે ભરેલી છે. પણ સમજાય કોને? અને સમજાય તેને રિદ્ધિ-સિદ્ધિનું કાંઈ કામ નથી. પણ એ અપૂર્વ વચનો છે, વિશ્વાસ કરવા યોગ્ય છે. ભલે મને ન સમજાય, પણ પરમકૃપાળુદેવને તો સમજાયું છે ને ? એટલો વિશ્વાસ તો અવશ્ય કર્તવ્ય છે. “કર વિચાર તો પામ,’ એમાં સર્વ ક્રિયા, જ્ઞાન આવી જાય છે. પણ તેનું માહાન્ય લાગવું જોઈએ, વિચાર થવો જોઈએ. શું કહીએ ? યોગ્યતાની ખામી છે. છતાં કહેવામાં તે પુરુષે કચાશ રાખી નથી.
“છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ;
નહિ ભોક્તા તું તેહનો, એ જ ઘર્મનો મર્મ.” આત્માનું સુખ અનંતું છે :
“જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ?
અનુભવગોચરે માત્ર રહ્યું તે જ્ઞાન જો.” એ સુખનો આસ્વાદ આવવો જોઈએ. તેનું પ્રથમ સત્પરુષના દ્વારા શ્રવણ થાય તો પણ મહા ભાગ્ય ગણવું જોઈએ. આ વાત બીજે ક્યાં મળે ? સત્સંગમાં આત્માની જ વાત થાય. કાંઈ પૈસાટકાની પેઠે આ બોઘનો લાભ જણાતો નથી, દેખાતો નથી; પણ જ્ઞાની જાણી રહ્યા છે. પૈસા તો માટી છે, અહીં જ પડી રહેવાના છે. પણ આત્માનો ઘર્મ આત્માની સાથે જનાર છે, માટે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org