________________
૧૬
પત્રાવલિ-૨
૧૩૧ કાર્તિક વદ ૨, સં. ૧૯૯૦
તા. ૪-૧૧-૩૩ એક મુમુક્ષુએ પ્રશ્ન કરેલો કે “મનમાં સંકલ્પ-વિકલ્પ થયા કરે છે અને મનના ચંચળપણાને લઈને સંતાપ થાય છે, તે શાથી મટે ?'
આ અવસર જેવો તેવો નથી. પરંતુ બહુ અગત્યની એકાંતમાં ભાર દઈને કહેવા યોગ્ય આ વાત છે તે અત્રે કહેવાય છે. તે સામાન્ય કરી નાખવા યોગ્ય નથી, હૃદયમાં કોતરી રાખવા જેવી છે. - સંકલ્પ-વિકલ્પ આવે છે, દુઃખ દે છે, એ કોને ખબર પડે છે ? જેને ખબર પડે છે તે સંકલ્પવિકલ્પને જાણનારો, સંકલ્પ-વિકલ્પથી જુદો છે. આ હાથ, નાક, આંખ, મોં, કાન વગેરે કાંઈ જાણતાં નથી. જે જાણે છે તે આત્મા દેહાદિકથી ભિન્ન છે, એમ જ્ઞાની પુરુષના બોઘથી જાણી, તે જ્ઞાની પુરુષ ઉપર શ્રદ્ધા કરવા યોગ્ય છે કે આ મને ખોટું ન બતાવે, તે કહે છે તે જ મારે માનવું છે. મને અત્યારે આત્માનું ભાન નથી, પણ જ્ઞાની પુરુષે જેવો આત્મા જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે તેવું જ મારું સ્વરૂપ છે, તે જ મારે માનવું છે. વ્યાધિ, પીડા, સુખ-દુઃખ, સંકલ્પ વિકલ્પ જે થાય તે મારે માનવાં નથી. જે જ્ઞાની પુરુષે જાણ્યું છે તે મને માન્ય છે. ચિંતા, ફિકર, સુખ, દુઃખ આવે છે તેથી બમણાં આવો, પણ મારે તે માનવાં નથી. અને જે સ્મરણ કરવા કહ્યું છે તે જ એક ટેક રાખીને મારે હૃદયમાં સાચવી રાખવું છે. આ માન્યતા કરવી તે પોતાના હાથની વાત છે. ભલે નરક કે તિર્યંચ ગતિ થવાની હો તો થાઓ, પણ મારે તો આ ભવમાં આ જ આટલી ટેક રાખવી છે અને તેનું શું ફળ થાય છે તે જોવું છે. આવી દ્રઢતાથી જો સ્મરણમાં ચિત્ત રાખે તો સંકલ્પવિકલ્પ ગમે તેટલા ભલેને આવે તે બધા જવા માટે આવે છે. અને નરક તિર્યંચ ગતિ તો સામી જ નહીં આવે. આપણે કહીએ કે અત્યારે તાવ આવો, ચૂંક આવો; પણ તે આવી શકે જ નહીં. જે બાંધ્યું છે તે જ ઉદયમાં આવે છે અને તે પણ રહો રહો કહીએ તોપણ રહે તેમ નથી. તેની મુદત પૂરી થયે દૂર થઈ જનાર છે. તો પછી ફિકર શાની ? પરવસ્તુમાં માથાં મારવાની માથાકૂટ છોડીને જે થાય તે જોયા કરવું. માતારું, સગુંવહાલું, શત્રુ-મિત્ર, સ્ત્રી-પુત્ર કંઈ જોવા યોગ્ય નથી. એક આત્મા જોવો. ઉપયોગ એ આત્મા છે. ગમે ત્યાં ભાવ, પરિણામ ફરતાં હોય તેને ઉપયોગમાં લાવવાં. હરતાં ફરતાં, બેસતાં ઊઠતાં આત્મા જોવો. બેટ્ટો હોય તે બીજું જુએ. આવો અભ્યાસ પાડી દેવા યોગ્ય છે, પછી તેને કંઈ ફિકર નથી. જે જે આવે તે બધું છૂટવા જ આવે. વ્યાધિ, પીડા ગમે તે આવે ત્યાં તે ઊલટું એમ માને કે સારું થયું કે આ દુઃખ, સંકલ્પ-વિકલ્પ આવ્યા કે મારે સ્મરણમાં જતું રહેવાનું નિમિત્ત બન્યું, નહીં તો પ્રમાદ થાત.
આટલી ઉંમર થઈ ત્યાં સુધી માબાપ, સ્ત્રીપુત્ર, ઘન, મકાન, આહાર આદિ અનેક પ્રકારના પ્રસંગો, સંજોગ આવ્યા તે બઘા દીઠા; પણ કોઈ સ્થિર રહ્યા નથી. તેમ આ ભવમાં જે જે પુ ગલની રચના જોવાની હશે તેટલી બધી દેખાશે–સુખરૂપે કે દુ:ખરૂપે; પણ તે કોઈ કાયમ રહેનાર નથી, બઘી ચાલી જવાની છે. મોટા મોટા રામ-રાવણ, કૌરવ-પાંડવ, યાદવ એમાંના કોઈ અત્યારે નથી, સર્વ ચાલ્યા ગયા; તો આ ભવમાં જે સુખદુઃખ આવે છે તે કયાં રહેનાર છે ? બે દહાડાના મે'માન જેવું છે. તેમાં શું ચિત્ત દેવું? અમૂલ્ય વસ્તુ તો આત્મા છે તે જ્ઞાનીએ જાણ્યો છે, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org