________________
૧૩)
ઉપદેશામૃત ભજન, ભક્તિ, વાંચવા-વિચારવામાં ગાળવા યોગ્ય છેજી. સંકલ્પ-વિકલ્પ નકામા કર્યાથી કંઈ કલ્યાણ થતું નથી.
૧૫ અષાડ વદ ૩, સોમ, સં. ૧૯૮૯ આ સંસારમાં કોઈ સ્થાને સુખ નથી, સમસ્ત લોક દુઃખે કરીને ભરેલો છે એમ જ્ઞાની પુરુષોએ નિર્ણય કર્યો છે. તો પછી એવા આ સંસારમાં સુખની ઇચ્છા રાખવી એ રેતી પીલીને તેલ કાઢવા બરાબર છે. જે જે સુખની જીવ ઇચ્છા કરે છે તે ખરી રીતે દુ:ખરૂપ છે એમ જ્ઞાની પુરુષોએ જોયું છે, જાણ્યું છે. તેથી બાળક જેમ અફીણને મીઠાઈ ઘારી મુખમાં મૂકવા જતું હોય તેને માબાપ રડાવીને પણ પડાવી લે છે તેમ જ્ઞાની પુરુષો, આ પુદ્ગલિક સુખની જીવ ઇચ્છા કરે છે તેને, ઠપકો આપીને, ઉપદેશ આપીને તે પરવસ્તુની ઇચ્છા છોડાવી દે છે; કારણ કે અનાદિકાળથી જીવ પર્યાયદ્રષ્ટિમાં જ ફસાઈ રહ્યો છે તેથી શરીર આદિક પર્યાયોમાં અહંભાવ-મમત્વભાવ કરી તેમાં હર્ષ-શોક, રાગદ્વેષ કર્યા કરે છે, તેથી જન્મ-મરણ ઊભાં થાય છે. જન્મમરણના કારણભૂત એવી પર્યાયદ્રષ્ટિ તજવા યોગ્ય છે, એમ જ્ઞાની પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે. છતાં આ જીવ અનાદિના અધ્યાસને લઈને તે વાત માન્ય કરતો નથી, ગળે ઉતારતો નથી. નહીં તો સર્વ દુઃખનો નાશ કરનાર એવું જે સભ્યત્વ તે જીવ અલ્પ સમયમાં પ્રાપ્ત કરે. સખ્યત્વ પ્રાપ્ત કરવાનું પ્રબળ કારણ સદ્ગુરુકૃપાથી દ્રવ્યદ્રષ્ટિનો અભ્યાસ કરવો એ છે. જ્યારે પર્યાવૃષ્ટિ દુઃખકારક, જન્મ-મરણનું કારણ અને અનેક પાપનું મૂળ જણાય અને સુખનું સાઘન તથા સત્ય વસ્તુ દર્શાવનાર પરમ હિતકારી એવી દ્રવ્યવૃષ્ટિની સમજ સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થાય તથા તેવાં આત્મપરિણામ વર્યા કરે ત્યારે આત્માનું કલ્યાણ સહજે થાય એમ છે. દ્રવ્યવૃષ્ટિથી આત્મા કોઈનો પિતા નથી, માતા નથી, પતિ નથી, પત્ની નથી, ભાઈ નથી; એકલો આવ્યો છે, એકલો જવાનો છે. આત્મા બાળક નથી, યુવાન નથી, વૃદ્ધ નથી, જન્મતો નથી, મરતો નથી, નિર્ધન નથી, ઘનવાન નથી, ભૂખ્યો નથી, તરસ્યો નથી, દુઃખી નથી, સુખી નથી, દેવ નથી, મનુષ્ય નથી, સ્ત્રી નથી, પુરુષ નથી. આ મૂળ આત્માનું સ્વરૂપ સર્વ પરદ્રવ્યથી ભિન્ન, અસંગસ્વરૂપ સદ્ગુરુકૃપાથી શ્રદ્ધામાં આવે, તેની જ માન્યતા થઈ જાય તો આ ભવ સફળ થઈ જાય. આ શુદ્ધ સ્વરૂપની ભાવના તે જ ઉત્તમ તપ છે, જપ છે, ભક્તિ છે, ધ્યાન છે અને સંયમ છે. અંતરંગમાં આવી શ્રદ્ધા રાખી, પર્યાયવૃષ્ટિથી મોહ થાય છે તે મનમાંથી તોડી નાખીને, મારું કંઈ નથી એમ માની, હું મરી ગયો હોત તો જેમ આ મારું ન માનતા તેમ જ જીવતાં છતાં મારાપણું મનમાંથી કાઢી નાખી, યથાપ્રારબ્ધ જે વહેવાર કરવો પડે તે ઉપરઉપરથી નિર્મોહીપણે કરવા યોગ્ય છેજી. વિનય, સત્ય, શીલ, ભક્તિ અને સહનશીલતા ઘારણ કરી સમતાભાવમાં વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી.
આ વાત લક્ષમાં રાખી પ્રસંગે પ્રસંગે, કાર્યો કર્યે જાગૃતિપૂર્વક આત્માની ભાવના ભાવવા યોગ્ય છે. આવો પુરુષાર્થ કરાય તો તે અવશ્ય કલ્યાણકારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org