________________
પત્રાવલિ–૨
૧૨૯
તે દવા વાપરવા યોગ્ય નથી. અને દવા માટે છૂટ રાખવાના ભાવે જે વર્તે છે તે પણ પાપનો ભય રાખી અમુક કાળ સુધી વાપરવી પડે તો વાપરે; પણ આ પાપનું કારણ સેવાય છે એ ભૂલવા યોગ્ય નથી. એ ક્યારે છૂટે, એવા ભાવ રાખવા યોગ્ય છે. ટૂંકામાં, તમારા ભાવ ઉપર આધાર રાખે છે.
૧૪
તા. ૨૩-૬-૩૩
અત્યારે જે દશા છે તે અજ્ઞાન દશા છે, બાળ-અવસ્થા જેવી દશા છે. પોતે જે બોલીએ, નિર્ણય કરીએ, માનીએ, તે તેમ જ હોય એવો સંભવ નથી. તેથી જેમ કોઈ બાળકને આપણે પૂછીએ તો તે તેના માબાપ સામું જુએ અને તેના માબાપ બોલાવે તેમ બોલે છે; તેમ આપણે પણ કલ્યાણનો માર્ગ જાણ્યો નથી તેથી કોઈ સંતને પૂછ્યો તો તેમણે પોતાને જેનાથી લાભ થયો છે તેવો નિઃશંક માર્ગ—પરમકૃપાળુદેવની ભક્તિનો માર્ગ—આપણને બતાવ્યો તે માર્ગ ભૂલ વગરનો, સાચો છે. તે માર્ગથી આપણું કલ્યાણ છે. એમ આપણા મનમાં દૃઢતા થાય તેવો તેમણે આપણને ઉપદેશ આપ્યો તે તેમનો પરમ ઉપકાર છે. તે ઉપકારીનો ઉપકાર ન ભૂલવો. તેમને ઉપકારી તરીકે ગણવા.
પરંતુ ‘તમે જ મને તારનાર છો, તમારી ગતિ તે મારી ગતિ હો, તમે જ બધું કરશો, તમે બધું જાણો છો,' વગેરે આપણી મતિકલ્પના વડે કરેલા નિર્ણય છે. અને કલ્પના વડે કલ્યાણ ન હોય. માટે તેમને આપણે સાચા પુરુષ વિશ્વાસ કરવા યોગ્ય માન્યા છે તો તેમનો બતાવેલો માર્ગ જે પરમ કૃપાળુદેવની ભક્તિ પરમોત્કૃષ્ટ સાધન જે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'નો મંત્ર તથા ‘વીસ દોહરા’, ‘ક્ષમાપનાનો પાઠ’, ‘આત્મસિદ્ધિ’, ‘છ પદનો પત્ર’ આદિ જે જે આજ્ઞારૂપ ધર્મ બતાવ્યો છે તેનું આરાધન જો કર્યા કરીશું તો અવશ્ય કલ્યાણ થશે. તેમણે બતાવેલું આપણા આત્માને કલ્યાણકારી અને સત્ય છે. તેમાં આપણી મતિકલ્પના ઉમેર્યા સિવાય સ્વચ્છંદ રોકીને વર્ત્યા જઈશું તો અવશ્ય મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી મોક્ષ પામીશું. માટે સ્થિરચિત્તથી વારંવાર આ વાતનો વિચાર કરી ‘આ જ્ઞાની છે, આ જ્ઞાની છે' એવી કલ્પના કરવાનું મૂકી દઈ, ‘હું કંઈ જાણતો નથી, માત્ર સત્પુરુષે બતાવેલું સાધન જ મારે ગ્રહણ કરવા યોગ્ય છે' એમ વિચારવા યોગ્ય છેજી. આપણી કલ્પનાથી કોઈને જ્ઞાની, અજ્ઞાની કહેવામાં ઘણો દોષ છે. જ્ઞાની હોય અને અજ્ઞાની કહીએ તો મોહનીય કર્મ બંધાય અને અજ્ઞાનીને જ્ઞાની કહીએ તોપણ મોહનીય કર્મરૂપ આચરણ થાય. તેથી સહીસલામત રસ્તો એ જ છે કે જે પુરુષને જ્ઞાનીરૂપે ભજવાની આપણને શિખામણ તેમણે આપી છે તેને જ શાની માની તેની જ ભક્તિ કરવી તથા બીજાની બાબતમાં મધ્યસ્થતા રાખવી. આવો સરળ નિઃશંક માર્ગ તજી આપણી મતિકલ્પનાએ વર્તવું એ નિર્ભય માર્ગ નથી. તે લક્ષમાં લેવા વિનંતિ છે.
સમભાવ રાખી બાંધેલાં કર્મ ભોગવ્યે છૂટકો છે. પોતે બાંઘેલાં કર્મ પોતાને જ ભોગવવાં પડે છે. જો તેવાં કર્મ ન ગમતાં હોય તો હવે તેવાં કર્મ ન બંધાય તેવી કાળજી રાખવી યોગ્ય છે. એટલે રાગદ્વેષ તજી સમભાવથી તે કર્મ ભોગવી લેવાય તો નવાં કર્મ ન બંઘાય. માટે પરમ કૃપાળુદેવની ભક્તિમાં વૃત્તિ રાખી ન છૂટકે જે પ્રવૃત્તિ કરવી પડે તેમાં ખોટી થવું; બાકી બધો કાળ સ્મરણ,
9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org