________________
૧૨૮
ઉપદેશામૃત યોગ્ય નથી, પરંતુ તેમનું કહેલું ન કરીએ અને આપણા સ્વચ્છેદે ગમે તેટલી ભક્તિ કરીએ, તેમના ગુણગ્રામ કરીએ તે બધું ઉપલકિયું છે. કોઈ શિષ્ય સદ્ગુરુની કાયા વડે સેવા કરતો હોય, પગ દાબતો હોય, માથું દબાવતો હોય, પણ તેનું કહેલું ન માનતો હોય, તેના વચનથી વિરુદ્ધ આચરણ કરતો હોય તો હાથ વડે તે ગુરુના ચરણની સેવા કરે છે, પણ આચરણથી ગુરુની જીભ ઉપર પગ મૂકે છે, તેમની આજ્ઞા લોપે છે; તો શિષ્યનું કલ્યાણ કેવી રીતે થાય?
સંસાર ઉપરથી આસક્તિ ઉઠાવી લઈ પરમ કૃપાળુદેવ ઉપર, તેનાં વચનો ઉપર, તેની મુખમુદ્રા, તેનાં જણાવેલ “સ્મરણ', “વીસ દુહા, “ક્ષમાપનાનો પાઠ', “છપદનો પત્ર', આત્મસિદ્ધિ આદિ અપૂર્વ હિતનાં કારણ જે સત્સાઘન છે તેનું સેવન નિરંતર કર્તવ્ય છેજી. વળી પોતાના દોષો જોઈ, તે દોષો પ્રત્યે અણગમો કે શત્રુવટ રાખી તે દોષો દૂર કરવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. સત્સંગનો વિયોગ હોય ત્યારે તો જીવે વિશેષ કાળજી રાખી વિષયકષાયને વશ ન થઈ જવાય તે જોતા રહેવું ઘટે જી. વિષય-કષાય ઘટાડવાનો પુરુષાર્થ સદ્ગુરુના વચનામૃતના આલંબને કર્યો હોય તો સત્સંગનો યોગ થાય તે વખતે વિશેષ લાભ થવાનો સંભવ છે.
મોટું પુસ્તક (શ્રીમદ્ રાજચંદ્ર) વચનામૃત વાંચવામાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છે. તે સત્સંગની ગરજ સારશે. અને સત્સંગની ભાવના રાખીએ છીએ તેની સાથે યોગ્યતા વધે અને સત્સંગ ફળવાન થાય તેમ પુરુષાર્થ કર્તવ્ય છેજ. જે પ્રકારનાં કર્મ પૂર્વે બાંધ્યાં છે તે ઉદય આવ્યાં છે તેમાં મૂંઝાવું નહીં, પણ સમતાભાવે ભોગવી લેવાં. આશાઓ, નકામી ઇચ્છાઓ વઘારવી નહીં. ઇચ્છા કરવાથી કશું મળતું નથી. પરમ કૃપાળુદેવે લખ્યું છે :
“ક્યા ઇચ્છત ? ખોવત સર્બ, ઇચ્છા દુઃખમૂલ;
જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” તે લક્ષમાં રાખી વાસના, તૃષ્ણા, ઇચ્છાઓ રોકવા યોગ્ય છે. અને ઇચ્છા રોકવાથી તપ થાય છે. સંકલ્પ-વિકલ્પ ઘટવાથી આત્મકલ્યાણ કરવાનો માર્ગ પણ વિચારી શકાય છે.
૧૩
તા. ૧૯-૬-૩૩ પચખાણ તમે જે લીઘાં હોય તે તમારા ભાવ ઉપર આધાર રાખે છે. જો તમે દવા વગેરેની છૂટ રાખી હોય તો તેમ વર્તવું, દવા માટે પણ ન વાપરવાના ભાવ રહેતા હોય તો તેમ કરવું. જેવા તમારા ભાવ. પાપનાં કારણો તો ત્યાગવા યોગ્ય જ છે. પણ ન બની શકે તો જેટલું પોતાથી મળી શકે તેટલાનું વ્રત લેવું. સાત વ્યસનમાં જે સાત વસ્તુનો ત્યાગ કહ્યો છે તે દરેક વસ્તુ વાપરવાથી વ્યસન, ટેવ બંઘાઈ જાય છે, મન ત્યાંનું ત્યાં જ રહે છે, ઘર્મમાં વિઘૂ પાડે છે. આ લોક પરલોક બન્નેમાં હાનિકારક છે અને ઘર્મનો નાશ કરનાર છે. માટે તેને દૂરથી ત્યાગવાની વૃત્તિ રાખવી. કોઈ શરીરના કારણે દવા માટે વાપરવી પડે તોપણ તે ચીજ ઘણા પાપનું કારણ છે એમ જાણી બને ત્યાં સુઘી તે વગરની બીજી દવા મળતી હોય તો તેથી ચલાવી લેવું. ઘણી દેશી દવાઓ પણ હોય છે. જો દવા માટે છૂટ ન રાખી હોય અને દવામાં અમુક માંસાદિ વસ્તુ આવે છે એમ ખાતરી હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org