SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાવલિ–૨ ૧૨૭ ગુણ હોય છે કે તે સર્વ દોષને ઢાંકી દે અને સમકિતનો પ્રભાવ તો એવો છે કે સર્વ અવગુણને ગુણના રૂપમાં પલટાવી નાખે છે. “વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લો.” કોઈ વ્રત નિયમ વગેરે ન બને તો પણ જેને સમતિ છે તેની દ્રષ્ટિ જ બદલાઈ ગઈ છે. તેને આત્મા હાજરાહજૂર છે. અને આત્મા છે ત્યાં નવે નિશાન છે. ત્યાં વિકાર નથી, રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી અને બંઘન પણ નથી. પરંતુ તે સમ્યક્ત્વ માટે પુરુષાર્થ કરવો જોઈએ. સદાચરણ, સત્સંગ, સદ્ભાવના કર્તવ્ય છે. ખોટા ખોટા ભાવ પ્રવર્તતા હોય અને કહે કે મને સમ્યકત્વ છે તો તેમ કહ્યું કંઈ બને તેમ નથી. બ્રહ્મદત્ત આગલા ભવમાં નિયાણું કરી ચક્રવર્તી થયો હતો, ખોટા ભાવ પ્રવર્તવાથી તેને નરકે જવું પડ્યું હતું. ભાવ અને પરિણામ એ મોટી વાત છે. સ્ત્રીને નાની વયમાં માબાપનો અંકુશ હોય છે, જુવાનીમાં ઘણીનો કાબૂ હોય છે અને ઘણી ન હોય ત્યારે પુત્રના કહ્યા પ્રમાણે વર્તવું એમ શાસ્ત્રમાં જણાવ્યું છે. તેમ સ્વછંદ રોકવો હિતકારી છે. પરમકૃપાળુદેવે પણ જણાવ્યું છે કે મારા પર સઘળા સરળ ભાવથી હુકમ ચલાવો તો હું રાજી છું.” “રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ.” બીજા બઘા ભાવનું ફળ મળે છે તો સમ્યકત્વ પામવાના જ જેને વારંવાર ભાવ થતા હશે તો તે ભાવનું ફળ કેમ નહીં મળે ? ગમે તેમ થાય તો પણ આ ભવમાં તો એક સમકિત પ્રાપ્ત કરવું જ છે, એવો જેણે નિર્ણય કર્યો હોય અને તે નિશ્ચયને પોષનાર સત્સંગ આદિ સાઘનો સેવે તો તે અવશ્ય મળશે જ. આત્મા ક્યાં રહે છે? સત્સંગમાં રહે છે. સત્સંગ સત્સંગ ઘણા કહેવાય છે, પણ નામ લક્ષ્મી, નામ ઘનપાલ એમ નહીં, પણ યથાર્થ સત્સંગ છે ત્યાં આત્મા છે. તે આત્માનું ઓળખાણ, પ્રતીતિ અને અભ્યાસ કર્તવ્ય છે. હરાયું ઢોર જેમ ઓખર (વિષ્ટાહાર) કરવા ભટકે છે તેમ મન વિષય-કષાયરૂપ મળમાં ફર્યા કરે છે. તે મલિન વૃત્તિઓ મનમાં ઊઠે કે તેને દુશ્મન જાણી તેનો તિરસ્કાર કરવો, ધિક્કારી કાઢવી. જો વારંવાર અપમાન પામશે તો ફરી નહીં આવે. પણ જો તેને માન આદર આપે, તેમાં મીઠાશ માને અને ક્ષમા, શાંતિ, ઘીરજ વગેરેને વારંવાર ન બોલાવે તો દુર્મતિનું જોર ફાવે અને મોહ દુર્ગતિનાં કારણો મેળવી અધોગતિમાં જીવને ઘસડી જાય. કોઈના ઉપર આ નાનો છે, મોટો છે, સારો છે, ખરાબ છે, ગરીબ છે, ઘનવાન છે, સ્ત્રી છે, પુરુષ છે એવી દ્રષ્ટિથી જોવા યોગ્ય નથી. પારકી પંચાતમાં જીવ ખોટી થયો છે. ઘણા પાપીનો તે જ ભવમાં મોક્ષ થયો છે અને પંડિતો રઝળ્યા કરે છે. ૧૨. તા. ૮-૬-૩૩ સપુરુષો જે આપણા હિતની વાત કરે તે વિસારી દેવા જેવી ન હોય. પરમ કૃપાળુદેવની ભક્તિ ગુણગ્રામ કરવા આપણને તે કહે છે તે તેમનો મહાન ઉપકાર છે. પરમ ઉપકારીનો ઉપકાર ભૂલવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy